ભાવનગરઃ ભાવનગર સહિત પશ્ચિમ રેલવે વિભાગે તલાટી પરીક્ષાને ધ્યાને લઈને ઉમેદવારોને સેન્ટર સુધી પહોંચાડવા માટે મોટું પગલું લીધું છે. જુદા જુદા સેન્ટરને જોડતી ટ્રેન શરૂ કરવામાં આવી છે. જે ઉમેદવારોને એને નિશ્ચિત સેન્ટર સુધી લઈ જશે. ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા ગુજરાત સરકારના તલાટી કમમંત્રીની તારીખ 7 મેની પરિક્ષાને પગલે ખાસ નિર્ણય કર્યો છે. ભાવનગર રેલવે ડિવિઝન તેના ડિવિઝન ક્ષેત્રમાં એક દિવસ માટે ખાસ ટ્રેનો દોડાવવા જઈ રહી છે.
ખાસ ટ્રેન દોડશેઃ ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા ખાસ સ્પેશિયલ ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રેન સાથે વિશેષ ભાડા રાખવામાં આવ્યા છે. ભાવનગર ડિવિઝન શહેરો કે જ્યાં પરીક્ષા કેન્દ્રો છે. તેના માટે ખાસ ટ્રેન એક દિવસ માટે દોડાવવામાં આવશે. ભાવનગર થી ગાંધીગ્રામ, ભાવનગર થી રાજકોટ, અમરેલી થી જૂનાગઢ વચ્ચે પરીક્ષા વિશેષ ટ્રેન દોડશે. આ સેવા રેલવે દ્વારા ગુજરાત પંચાયત સેવા સેલેક્શન બોર્ડ દ્વારા તારીખ 7મી મે 2023 રવિવારના લેવાનાર પરીક્ષા તલાટી કમમંત્રીના પરિક્ષાર્થીઓ માટે દોડવાની છે.
સ્ટોપેજની વિગતઃ રેલવે દ્વારા ટ્રેનોમાં ભીડને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા હેતુ પશ્ચિમ રેલવેએ માત્ર એક દિવસ માટે વિશેષ ભાડા પર પરીક્ષા વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર (09579/09580) આ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી સવારે 4.50 કલાકે ઉપડશે અને સવારે 09.15 કલાકે ગાંધીગ્રામ સ્ટેશન પહોંચશે. વળતી દિશામાં, આ ટ્રેન ગાંધીગ્રામથી 15.30 કલાકે ઉપડશે. 20.10 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. રૂટમાં, આ ટ્રેન
ભાવનગર-રાજકોટ સુપરફાસ્ટ ટ્રેનઃ આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સવારે 4.10 કલાકે ઉપડશે અને સવારે 8.50 કલાકે રાજકોટ પહોંચશે. તેવી જ રીતે, વળતી દિશામાં, આ ટ્રેન રાજકોટથી 16.45 કલાકે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ 21.40 કલાકે પહોંચશે. રૂટમાં આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, રાણપુર, લીંબડી, સુરેન્દ્રનગર જં. વાંકાનેર સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. અમરેલી-જૂનાગઢ-અમરેલી (09529/09530) આ ટ્રેન અમરેલીથી સવારે 06.00 કલાકે ઉપડશે અને સવારે 09.00 કલાકે જૂનાગઢ પહોંચશે. વળતી દિશામાં આ ટ્રેન જૂનાગઢથી 15.30 કલાકે ઉપડશે અને 18.50 કલાકે અમરેલી પહોંચશે. માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં અમરેલી પરા, ચલાલા અને વિસાવદર સ્ટેશનો પર ઉભી રહેશે.
રાજકોટ-ભાવનગર-રાજકોટઃ સુપરફાસ્ટ આ ટ્રેન રાજકોટથી સવારે 4.15 કલાકે ઉપડી ભાવનગર ટર્મિનસ સવારે 09.25 કલાકે પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં, આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી 15.30 કલાકે ઉપડશે અને 20.30 કલાકે રાજકોટ પહોંચશે. માર્ગમાં, આ ટ્રેન વાંકાનેર, સુરેન્દ્રનગર જં, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે.