બોટાદ: સાળંગપુર ધામ કે જ્યાં દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા બીજા વર્ષે ધુળેટી પર્વની ધામધૂમથી દિવ્ય રંગોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવેલી હતી. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે મંદિરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી તેમજ કોઠારી વિવેક સાગર સ્વામીના સંપૂર્ણ આયોજન અને માર્ગદર્શન હેઠળ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું.
નાસિકના ઢોલ વાગ્યા: જેમાં નાસિકના ઢોલ અને ડીજેના તાલે 25,000 કિલો કલર તેમજ હવામાં કલરના બ્લાસ્ટ સાથે હરિભક્તો સાથે સંતોએ દાદાના ધામમાં રંગોત્સવની ઉજવણી કરી હતી. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ધુળેટી પર્વ નિમિત્તે યોજાયેલ રંગોત્સવ કાર્યક્રમમાં દેશ અને વિદેશથી હજારોની સંખ્યામાં આવેલા હતા.
આ પણ વાંચો:Baba Ramdev celebrates Holi: બાબા રામદેવે હરિદ્વારમાં ફૂલોથી હોળી રમી
રંગોત્સવનો આનંદ: હરિભક્તોમાં દાદાના દરબારમાં ઉજવાયેલા આ રંગોત્સવનો અનોખો લાભ લીધો સંતો સાથે દાદાના દરબારમાં હરિભક્તોએ રંગોત્સવની ઉજવણી કરતા આનંદની લાગણી અનુભવી હતી. મંદિર પરિસર પણ ના જય શ્રીરામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવું શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધુળેટી પર્વ નિમિત્તે હોળી-ધૂળેટી દિવ્ય રંગોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રંગોત્સવની વિશેષતાની વાત કરીએ તો કષ્ટભંજન હનુમાનજી દાદાને હોળી-ધૂળેટીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Holi 2023 : અમદાવાદમાં ભગવાન જગનાથજીને ચાંદીની પિચકારીથી રંગ લગાડ્યો
50,000 જેટલા શ્રદ્ધાળુઓ: સવારે 07:30 થી 11:00 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં જેમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતો અને 50 હજારથી વધુ ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા હતા. આ ઉત્સવામાં 10 અલગ અલગ પ્રકારના રંગો મંગાવવામાં આવ્યા હતા. કુલ 25000 કિલો રંગ હનુમાનજીને અર્પણ કર્યા બાદ ભાવિકોને છંટકાવ કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે, આ રંગને ખાસ રાજસ્થાનના મહાનગર ઉદયપુરથી મંગાવાયા હતા. કલર બ્લાસ્ટ કરવા માટે 70થી 80 ફૂટ ઊંચા મશીન ઊભા કરવામાં આવ્યા હતા.
પ્રસાદમાં ચોકલેટ: 100 ફૂટની ઊંચાઈએથી 120 કંકુના બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. એર પ્રેશર મશીનની મદદથી 5000 કિલો રંગને હવામાં ફાયર કરીને શ્રદ્ધાળુઓને રંગવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓએ પણ મંદિરના મેદાનમાં રાસ ગરબાની રમઝટ બોલાવી દીધી હતી. ધુળેટી નિમિતે દાદાને 1 હજારથી વધુ ચોકલેટ પણ અર્પણ કરવામાં આવી હતી, મંદિર પરિસરમાં રંગોત્સવ દરમિયાન પ્રસાદીની ચોકલેટ હરિભક્તો પર ઉડાવામાં આવેલી હતી.