- પોઝિટિવ દર્દીના ઘરે સેનિટાઇઝ કરવાનું કામ બંધ હાલતમાં
- સેનિટાઇઝ કરતા વાહનો પણ છેલ્લા ત્રણ માસથી બંધ
- જરૂરિયાત હશે તો સેનિટાઇઝ કરવામાં આવશે : મેયર
ભાવનગર: વિશ્વમાં કોરોનાની મહામારી ઘણા મહિનાથી ચાલી રહી છે. ત્યારે સરકારની બદલાતી નીતિઓમાં નેતાઓની માનસિકતા જરૂર છતી થાય છે. પ્રજાને બધું માનનારા નેતાઓ પ્રજા હિતના પગલાં લેવામાં અચકાઈ જાય છે. મહામારી પહેલા પણ હતી અને આજે પણ છે. છતાં સેનિટાઇઝરની પ્રક્રિયા ભાવનગરમાં કેમ બંધ છે?
બોલો લ્યો : એટલા બધા કેસ નથી એટલે સેનિટાઇઝ બંધ પણ સાચું શુ ? જુઓ પોઝિટિવ કેસ આવે છે ત્યારે થાય છે સેનિટાઇઝભાવનગરમાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યા બાદ દરેક પોઝિટિવ દર્દીના ઘરે સેનિટાઇઝ કરવામાં આવતું હતું. એટલે કે, દર્દીનું સંક્રમણ અન્ય લોકોને લાગે નહીં. તેથી ભાવનગર ફાયર વિભાગના બે વાહનો સેનિટાઇઝ કરતા હતા. જેમાં લાખો રૂપિયાનું સેનિટાઇઝ મહાનગરપાલિકા કરી ચુકી છે.પોઝિટિવ દર્દીના ઘરે સેનિટાઇઝ કરવાનું બંધ ક્યારથી?ભાવનગર ફાયર વિભાગ દ્વારા પોઝિટિવ દર્દી આવતાની સાથે વ્યકિતના ઘરે અને વ્યવસાય કે, નોકરીના સ્થળ પર સેનિટાઇઝ ફરજિયાત કરવામાં આવતું હતું. પણ છેલ્લા ત્રણ માસથી સેનિટાઇઝ વ્યવસ્થા સંપૂર્ણ બંધ થઈ ગઈ છે. તેનું કારણ કોઈ પાસે નથી. સેનિટાઇઝ કરતા બે વાહનો હાલ બંધ હાલતમાં હોવાથી આ પ્રક્રિયા બંધ રાખવામાં આવી છે. વિપક્ષનો વાર શાસકનો બચાવ, સેનિટાઇઝ બંધ કેમ? શું છે કારણ?ભાવનગરની 10 લાખની વસ્તી વચ્ચે 2 વાહનો દ્વારા પોઝિટિવ કેસ હોય તેના ઘરે ઘરે સેનિટાઇઝ કરવામાં આવતું હતું. શરૂઆતમાં આવતા 50 કેસ દરમિયાન એક પણ ઘર બાકી રાખવામાં આવતું નહોતું. પરતું હવે એક વાહનનો પમ્પ ખરાબ થતા અન્ય વાહનને પણ છેલ્લા ત્રણ માસથી બંધ કરી દેવામાં આવ્યું છે. આજે 15 કેસો આવતા હોવા છતાં પણ સેનિટાઇઝ થતું નથી. ત્યારે વિપક્ષે વાર કર્યો છે કે, કેટલાંક નેતાઓ ફોટા પડાવવા હાથમાં સેનિટાઇઝ પમ્પ લઈને ઘરે ઘરે જતા હતા. જ્યારે કોરોના મહામારી આજે પણ છે. ત્યારે આ સેનિટાઇઝ કરવાનું પણ કેમ શરૂ નથી. ત્યારે આ અંગે મેયરે જણાવ્યું હતું કે, પમ્પનો ખર્ચ 2 લાખ જેવો છે, જે વહેલી તકે કરવામાં આવશે. પરતું હાલ વધુ કેસ નહિ હોવાથી કામગીરી બંધ છે. જ્યારે જરૂરિયાત હશે તો સેનિટાઇઝ કરવામાં આવશે. આમ કહીને મેયર લૂલો બચાવ કરી રહ્યા છે.