ETV Bharat / state

પરપ્રાંતીય મજૂરો વતન પાછા ફરતા અલંગ યાર્ડમાં મુશ્કેલી ઉભી થવાના એંધાણ - અલંગ યાર્ડની કામગીરી ઠપ

કોરોના વાઇરસના સંક્રમણને લઈને તાજેતરમા જ લોકડાઉન દરમિયાન અલંગ યાર્ડ ખાતે સરકારની ગાઈડ લાઈન અનુસાર નિયમોનું પાલન કરી કામગીરી ચાલુ કરવામાં આવી હતી. શીપ કટિંગની કામગીરી કરતા પરપ્રાંતીય મજૂરોના વતન પરત ફરતા અલંગ યાર્ડની કામગીરી ઠપ થઇ જવાની ભીતિ શીપબ્રેકરો દ્વારા સેવાઈ રહી છે.

પરપ્રાંતીય મજૂરો વતન પાછા ફરતા અલંગ યાર્ડમાં મુશ્કેલી ઉભી થવાના એંધાણ

author img

By

Published : May 11, 2020, 9:52 AM IST

ભાવનગરઃ લોકડાઉન દરમિયાન અલંગ યાર્ડ ખાતે કામગીરી ચાલુ કરવા તાજેતરમાં જ શીપબ્રેકરો દ્વારા માગ કરવામાં આવતા સરકારની ગાઈડ લાઈન અનુસાર નિયમોનું પાલન કરી અલંગ ખાતે કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં જ સરકાર દ્વારા લોકડાઉન સમયને વધારતા પરપ્રાંતીય મજૂરોને વતન પરત જવાની માગ સાથેના વિરોધના પગલે રાજ્ય સરકાર દ્વારા પરપ્રાંતીય લોકોને પોતાના વતન જવા માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

પરપ્રાંતીય મજૂરો વતન પાછા ફરતા અલંગ યાર્ડમાં મુશ્કેલી ઉભી થવાના એંધાણ

ત્યારે, ભાવનગરના અલંગ શિપ યાર્ડમાં કામ કરતા આશરે 10 હજાર જેટલા પરપ્રાંતીય મજૂરો પણ પોતાના વતન જવાની માંગ કરાતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરપ્રાંતીઓને અન્ય રાજ્યોમાં મોકલવા માટે બસ અને ટ્રેનની વ્યવસ્થા કરી કુલ 17 રાજ્યમાં 7354 પરપ્રાંતિયોને મોકલવામાં આવશે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના 1159 મજૂરો સાથેની કુલ 1203 શ્રમિકોની ખાસ ટ્રેન ઉત્તરપ્રદેશના ગોરખપુર માટે બુધવારે બપોરે રવાના થઈ હતી.

વતન પાછા ફરી રહેલા શ્રમિકોને લઈને અલંગ શીપ યાર્ડમાં શરૂ થયેલી કામગીરી ઠપ થઇ જવાની ભીતિ શીપબ્રેકરો દ્વારા સેવાઈ રહી છે. શીપબ્રેકરોનું માનવું છે કે, સરકાર દ્વારા હાલ કોરોના વાઇરસના સંક્રમણને લઈને માત્ર ઇન્ડિયન જહાજોને સ્ક્રેપ માટે લાવવાની મંજૂરી મળી છે. તેમજ વિદેશી જહાજોને લાવવા પર પ્રતિબંધ છે, માટે હાલ લોકડાઉન દરમિયાન મંજૂરી મળતા માત્ર 4 જહાજો જ બીચીંગ થયા છે. મજૂરો પણ જો વતન પાછા ફરશે તો શીપબ્રેકરોને આર્થિક મોટી નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે.

અલંગ શીપ યાર્ડ ખાતેથી વતન પરત ફરી રહેલા શ્રમિકોને લઈને આગામી દિવસોમાં ઉભા થનારા સંકટ બાબતે શીપ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી હરેશ પરમારે જણાવ્યું કે, સરકાર દ્વારા હાલ કોરોના વાઇરસના સંક્રમણને લઈને અલંગ ખાતે નવા માત્ર ચાર ઇન્ડિયન જહાજોને સ્ક્રેપ માટે લાવાની મંજૂરી મળી છે, તેમજ વિદેશી જહાજોને લાવવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત મજૂરો પણ વતન પાછા ફરી રહ્યા છે, જેને કારણે આગામી દિવસોમાં અલંગમાં શીપ કટિંગની કામગીરી ઠપ થઇ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે.

આ ઉપરાંત અલંગ એસોસિએશન દ્વારા સરકાર પાસે માંગ પણ કરવામાં આવી રહી છે કે, જો સરકાર દ્વારા અલંગ શીપ ઇન્ડસ્ટ્રીઝ માટે જહાજ ખરીદી બાબતે કોઈ નવી ગાઈડ લાઈન બહાર પાડવામાં નહી આવે તો આગામી દિવસોમાં નવા શીપો કટિંગ માટે આવશે નહીં. જેને કારણે શીપબ્રેકરોને આર્થિક મોટી નુકસાની તેમજ અલંગ ઉદ્યોગ ભાંગી પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.