ETV Bharat / state

Ram Mandir Pran Pratistha: ભાવનગર રામ નામે રંગાયું, પ્રભુ રામની ધજાઓ ખૂટી તો મોબાઈલ સ્ટીકરની માંગ વધી - રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભાવનગર શહેર રામમય બન્યું છે. લોકોમાં રામ નામની ધજાની માંગ વધી છે. બજારમાં ધજા અને મોબાઈલ કવર સહિત વિવિધ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે.

ભાવનગર રામ નામે રંગાયું
ભાવનગર રામ નામે રંગાયું
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 19, 2024, 11:45 AM IST

પ્રભુ રામની ધજાઓ ખૂટી તો મોબાઈલ સ્ટીકરની માંગ વધી

ભાવનગર : અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભાવનગર શહેરની જનતામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો બજારમાંથી રામ નામની વિવિધ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. સામાન્ય માણસથી લઈને પૈસાદાર લોકો મોટી ધજા ખરીદી શકે તેટલી ધજાનું વેચાણ થઈ રહ્યું છે. જોકે હવે ધજાઓ ખૂટવા લાગી છે, ત્યારે મોબાઈલ પર રામ નામના સ્ટીકર લગાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.

રામમય ભાવનગર : આગામી 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અયોધ્યામાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભાવનગર શહેરમાં પણ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ છે. રામ નામની ધજાઓ ખરીદીમાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે. ભાવનગર શહેરમાં ધજાઓ ખૂટવા લાગી છે. એક ફૂટથી લઈને માંગો તેટલી મોટી ભગવાન રામની ધજા હાલમાં બજારમાં જોવા મળી રહી છે. લોકો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. જોકે આ ખરીદી પાછળનું કારણ પણ લોકોએ જણાવ્યું હતું, જુઓ આગળ અહેવાલમાં..

એક દિવાળી ગઈ અને બીજી દિવાળી આવી છે. ત્યારે હું અહીંયા ધજા ખરીદવા આવ્યો છું. મારી બાઈક, કાર, ઘર અને મારી ફેક્ટરી દરેક જગ્યા ઉપર ધજા લગાવવાનો છું. મારી દરેક લોકોને અપીલ છે કે આ ઉત્સવ ઉજવે. -- હિતેશ પરમાર (ગ્રાહક, ભાવનગર)

ભાવનગર રામ નામે રંગાયુ : અયોધ્યામાં થયેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અસર સમગ્ર દેશમાં છે. ત્યારે ભાવનગર શહેરમાં પણ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી રામ ભક્તો કરવા માંગતા હોય તેવો ભાવ સર્જાયો છે. સમગ્ર શહેરમાં અલગ-અલગ દુકાનો પર ભગવાન રામ નામની ધજાનું વેચાણ થઈ રહ્યું છે. ભાવનગર ગોળ બજારમાં દુકાન ધરાવતા હરિભાઈ રાજપુરાએ જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ધજાની ખરીદી વધી રહી છે. એક ફૂટથી લઈને ત્રણ-ચાર ફૂટ સુધીની માંગો તેટલી મોટી ધજાનું વેચાણ કરી રહ્યા છીએ. દસ રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીની ધજા હાલ ઉપલબ્ધ છે. અમે 10-20 ડઝન ધજા લાવ્યા હતા, પરંતુ 100 ડઝન ધજાઓ વહેંચાઈ ચૂકી છે. હાથમાં રાખવા, બાઈકમાં રાખવા, કારમાં રાખવા અને મંદિર તેમજ ઘર ઉપર લગાવવા માટેની ધજાઓ અમારી પાસે ઉપલબ્ધ છે.

રામ ભક્તો માટે અનેરો અવસર : ભગવાન રામનો ઇતિહાસ 10,000 વર્ષ જૂનો છે. ભારતવાસીઓ રામ મંદિરની પ્રતીક્ષા છેલ્લા 500 વર્ષથી કરી રહ્યા હતા. ત્યારે હવે 22 જાન્યુઆરીના રોજ યોજાનાર ભગવાન રામના ઉત્સવને દરેક ભાવનગરવાસી ઉજવવા માંગે છે. ધજાની ખરીદી કરવા આવેલા હિતેશ પરમારે જણાવ્યું હતું કે, આપણે 500 વર્ષથી ભગવાન રામના મંદિરની રાહ જોઈ રહ્યા હતા. આ એક અનેરો ઉત્સવ છે જે અત્યારની પેઢી માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને આશીર્વાદરૂપ ગણી શકાય. એક દિવાળી ગઈ અને બીજી દિવાળી આવી છે. ત્યારે હું અહીંયા ધજા ખરીદવા આવ્યો છું. મારી બાઈક, કાર, ઘર અને મારી ફેક્ટરી દરેક જગ્યા ઉપર ધજા લગાવવાનો છું. મારે દરેક લોકોને અપીલ છે કે આ ઉત્સવને આપણે ઉજવવો જોઈએ.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ધજાની ખરીદી વધી રહી છે. એક ફૂટથી લઈને ત્રણ-ચાર ફૂટ સુધીની માંગો તેટલી મોટી અને દસ રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીની ધજા હાલ ઉપલબ્ધ છે. અમે 10-20 ડઝન ધજા લાવ્યા હતા, પરંતુ 100 ડઝન ધજાઓ વહેંચાઈ ચૂકી છે. -- હરિભાઈ રાજપુરા (દુકાનદાર, ભાવનગર)

નિઃશુલ્ક મોબાઈલ સ્ટીકરની ઓફર : ભાવનગર શહેરમાં ભગવાન રામને પ્રાણ પ્રતિષ્ઠાને પગલે ધજાનું વિતરણ થઈ રહ્યું છે. સાથે જ ભાવનગરના બિઝનેસ સેન્ટરમાં એક મોબાઈલની દુકાનના માલિકે દરેક ભાવનગરવાસીઓને મફતમાં મોબાઈલ ઉપર ભગવાન રામનું સ્ટીકર લગાવી આપવાની ઓફર કરી છે. મોબાઈલના પાછળના ભાગે ભગવાન રામનું સ્ટીકર લગાવવા માટે લોકોની ભીડ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. આ રીતે ભાવનગર શહેરમાં અનેક સ્થળો પર ભગવાન રામના મહોત્સવ અને 500 વર્ષ બાદ મંદિરના નિર્માણને લઈને સૌ રામ ભક્તો ઉજવણી કરવા માટે તત્પર બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.

  1. Ram Mandir : રાજપીપળાના 210 વર્ષ જૂના રામ મંદિરમાં ઉત્સાહની હેલી જોવા મળી
  2. Bhavnagar News: અયોધ્યા સુધીની સાયકલ યાત્રાએ નીકળ્યા 2 યુવકો, 21 ગીયર્સવાળી હાઈબ્રીડ સાયકલનો ઉપયોગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.