ભાવનગરમાં છેલ્લા 22 વરસથી શાસન કરી રહેલા શાસકો વિકાસના નામે કામો શરુ કરે છે, પરંતુ ક્યારેય સંપૂર્ણ કામ પૂર્ણ કરતા નથી. સરકારે ગંગાજળિયા તળાવના વિકાસ માટે 10 કરોડ રૂપિયા ફાળવ્યા હતા તે, 1 વરસથી તળાવ ખાલી હોવા છતાં હજુ કામ ચાલુ છેને માત્ર 70 ટકા જ કામ પૂર્ણ કરવામાં આવ્યુ છે. જેની અસર આસપાસની પ્રજા પર અને પશુઓ પર મોટી સંખ્યામાં પડી છે. તળાવની આસપાસ રહેલા જુના ભાવનગરના તળ ઊંચા હતા તે, તળાવ ખાલી રહેવાથી નીચા જતા રહ્યા અને ક્યાંક ખાલી પણ થઇ ગયા છે. ત્યારે તળાવ પર નભતા હજારો સ્થાનિક પક્ષીઓ અને બહારથી આવતા પક્ષીઓ પાણી માટે વલખા મારી રહ્યા છે. પ્રજા પણ હવે તંત્રના પાપને પગલે રોષે ભરાઈ છે અને થઇ રહેલા કામોમાં ભ્રષ્ટાચારની ગંધ હોવાનું વિપક્ષ આક્ષેપ કરી રહ્યા છે.
તળાવ ખાલી રહેવાથી આસપાસના લોકોને પાણીના ફાફા પડ્યા છે. તો પોપટ અને ફ્લેમિંગ જેવા પક્ષીઓ તળાવના પાણી પર નભતા હતા જેની પણ સંખ્યા નહિવત થઇ ગઈ છે. જો કે, તળાવ સાવ ખાલી કરી દેવામાં આવ્યું છે, મેયરને પણ અધિકારીઓ ગણતા ન હોઈ તેમ પાણી પણ વેસ્ટ વેય્રનું ભરવામાં આવ્યું નથી. ઈટીવીની ટીમ જ્યારે ઈન્ટરવ્યું લેવા પહોંચી ત્યારે મેયરે જવાબદાર અધિકારીને ફોન દ્વારા જાણ કરી અને અગાઉ નક્કી કર્યા મુજબ પાણી નહી ભરવા બાબતે ખખડાવ્યા હતા. જેને પગલે મેયરે પણ બુધવારે તળાવમાં પંખીઓ માટે પાણી ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું. અને વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બે બુનિયાદી હોવાનું કહી છેદ ઉડાડ્યો હતો.
ભાવનગરમાં બે દાયકાથી સત્તામાં રહેલા શાસકો મોટી મોટી વાતો કરી જાણે છે અને વિપક્ષ વાતોથી વિરોધ કરીને પેટ ભરી લે છે. આ બધાને સરવાળે તો, પ્રજાને જ સહન કરવું પડે છે, પણ તંત્ર આંખ આડા કાન કરીને વિકાસના કામમંથી પોતાની કમાણી તરે છે. પ્રજાનું જે થવું હોઈ તે થાય તેમ કામગીરી કરી રહ્યા છે. હવે જોવાનું તે રહ્યુ કે, મનપા હજુ પણ પંખીઓ માટે પાણી ભરશે કે માત્ર પોતાના જ રોટલા શકશે.