ભાવનગર : ભાવનગર જિલ્લામાં 2021માં ડુંગળીનું ઉત્પાદન (Onion production in Bhavnagar) ઓછું હતું. પરંતુ ભાવ 200 થી લઈને 800 સુધી પહોંચ્યા હતા. જ્યારે આ વર્ષે ભાવનગર જિલ્લામાં ડુંગળીની આવક યાર્ડમાં મબલખ (Bhavnagar Marketing Yard Onion Income) થવા છતાં ખેડૂતોને ગત વર્ષ કરતા કિંમત ઓછી મળી રહી છે. નિકાસની છૂટ હોવા છતાં ભાવ મળી રહ્યા નથી.
યાર્ડમાં ડુંગળીની આવક કેટલી વધી અને શું ભાવ
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં રોજની ડુંગળીની આવક 50 હજાર ગુણી પહોંચી ગઈ છે. યાર્ડ ભરાઈ જતા સબ યાર્ડ બનાવવામાં આવ્યું છે. યાર્ડમાં આવી રહેલી ડુંગળીના ભાવ જોઈએ તો હાલમાં 20 કિલોના એટલે એક મણના 150 થી લઈને 500 ની અંદર(Prices of Onion in the Marketing Yard) ભાવ મળી રહ્યા છે. ડુંગળીનું વાવેતર (Onion Cultivation in Bhavnagar) જિલ્લામાં 1.19 લાખ હેકટરમાં થવા પામ્યું હતું. જેથી ઉત્પાદન મબલખ થવા પામ્યું છે. ડુંગળી રોજની 50 હજાર ગુણી આવતા સબ યાર્ડ બનાવવાની ફરજ પડી છે.
આ પણ વાંચોઃ કિસાન રેન્ક ટ્રેન મારફતે ધોરાજીથી 550 મેટ્રિક ટન ડુંગળી ગુવાહાટી મોકલાઈ
ડુંગળીનું મબલખ ઉત્પાદન,નિકાસની છૂટ છતાં ભાવ કેમ નીચા
ભાવનગર જિલ્લામાં 2021માં ડુંગળીનું ઉત્પાદન ઓછું હતું. પરંતુ ભાવ 200 થી લઈને 800 સુધી પહોંચ્યા હતા. ત્યારે આ વર્ષે 500 ઉપર ગયા નથી. ડુંગળીના ભાવ નિકાસની છૂટ હોવા છતાં નહીં મળવા પાછળનું કારણ ગુણવત્તા છે. કુદરતનો માર એટલે માવઠાને પગલે ડુંગળીનું ઉત્પાદન ખૂબ થયું પણ ગુણવત્તા ઘટી ગઈ હોવાથી ભાવ મળી રહ્યા નથી. ડુંગળી દેશના અન્ય રાજ્યોમાં જઇ રહી છે પણ માંગ ખૂબ ઓછી છે. ગત વર્ષે નિકાસની છૂટ હતી. પરંતુ ઉત્પાદન ઓછું અને ગુણવત્તા (Quality of Onions in Bhavnagar) સારી હોવાથી ભાવ મળ્યા હતા. આ વર્ષે ઉત્પાદન વધુ પણ ભાવ નીચા ગયા છે.
આ પણ વાંચોઃ Onions Bumber Crop in Gujarat 2021 : રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ત્રણ દિવસમાં રૂપિયા 7 કરોડની ડુંગળી ઠલવાઇ