ETV Bharat / state

Lions Appeared in Vallabhipur : વલ્લભીપુર પંથકમાં સાવજના ધામા, ગામડાઓને સાવધાનની અપીલ - ભાવનગરમાં સિંહ દેખાયા

ભાવનગર જિલ્લાના પાંચ તાલુકા બાદ હવે નવો તાલુકો વલ્લભીપુર સિંહ (Lions Appeared in Vallabhipur) માટે ચર્ચામાં આવ્યો છે. કાળિયાર હરણનું પ્રખ્યાત અભયારણ્ય નજીકના વિસ્તાર એટલે વલભીપુરના ભાલને નજીક રાજગઢ અને માલપરા ગામ પાસે સિંહ દેખાતા અને વનવિભાગને જાણ કરીને શોધખોળ આદરી છે.

Lions Appeared in Vallabhipur : વલ્લભીપુર પંથકમાં સાવજના ધામા, ગામડાઓને સાવધાનની અપીલ

author img

By

Published : Feb 12, 2022, 2:36 PM IST

ભાવનગર : ગુજરાતનું ગીરને ગિરના સિંહો હવે કાઠિયાવાડની ધરતી પર લટાર (Lions Appeared in Vallabhipur) મારી રહ્યા છે. ભાવનગરમાં કેટલાક તાલુકા બાદ વધુ એક નવા તાલુકામાં સિંહનું પ્રથમ વખત આગમ થયું છે. વલ્લભીપુર તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં સિંહના દર્શન બાદ ખેડૂતોને સાવચેત કરાયા છે. અને વનવિભાગે શોધખોળ શરૂ કરી છે.

વલભીપુર પંથકમાં સિંહ એક અફવા બાદ હકીકત બની

વલ્લભીપુર પંથકમાં સાવજના ધામા, ગામડાઓને સાવધાનની અપીલ

ભાવનગર જિલ્લાના દસ તાલુકા પૈકી પાંચ તાલુકા એવા છે જ્યાં સિંહોના વસવાટ છે. મહુવા, તળાજા, જેસર, પાલીતાણા અને ગારીયાધાર જે દક્ષિણ દિશા તરફ આવેલા છે એવામાં હવે સિંહ ઉત્તર દિશામાં વલભીપુર પંથક પહોંચ્યા છે. વલભીપુર પંથકમાં સિંહ હોવાની જાણ બે ભાઈઓ માલપરા ગામથી રાજગઢ આવતા રસ્તામાં નિહાળ્યો હતો. બંને ભાઈઓએ આ વાત રાજગઢના સરપંચ બાબુ પનારાને કરી અને બાદમાં અફવા ઉડેલી કે સિંહ છે તે વાત પર સિક્કો લાગી ગયો કે સિંહ વલભીપુર પંથકમાં છે. સરપંચ બાબુ પનારાએ વનવિભાગને (Lions Appeared in Bhavnagar) જાણ કરી અને સગડ દેખાડવામાં આવ્યા બાદ વન વિભાગ પણ સિંહની શોધખોળમાં લાગી ગયું હતું.

ક્યાં વલભીપુરના ગામડાઓ સાવચેત કરાયા

વલભીપુર પંથકના RFO કિશોર બારડએ જણાવ્યું હતું કે, સિંહના સગડ મળ્યા છે અને તેને લઈને શોધખોળ શરૂ કરવામાં આવી છે. પાંચથી વધુ વનવિભાગની ટીમ તેમજ બોટાદ જિલ્લાના ગઢડા વનવિભાગ (Gadhada Forest Department) રેન્જને જાણ કરીને બોલવાઈ છે. કારણ કે હાલ પાણવી અને પાટણા વચ્ચે તપાસ ચાલુ છે. માત્ર એક સિંહ હોવાનું હાલ માલુમ પડી રહ્યું છે. રાત્રે ટોર્ચ લઈને ગીરના સાવજને શોધવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો- સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહ બાળની જન્મ સંખ્યામાં થયો વધારો

સિંહ જ્યાં દેખાય ત્યાં નજીક વિસ્તારમાં અભયારણ્ય કાળિયાર

વલભીપુરના રાજગઢ (Rajgarh Singh of Vallabhipur) નજીક આવેલા પાટણા, પાણવી, લુણધરા, રાજગઢ, વેળાવદર અને મીઠાપુર ગામના નાગરિકોને સોશિયલ મીડિયા મારફતે સિંહથી સાવચેત રહેવાના સંદેશા મોકલી દીધા છે. હવે સમજવા જેવું એ છે કે સિંહ જ્યાં દેખાય તેની પૂર્વમાં 20 કિલોમીટર નજીક વેળાવદર ગામ છે, વેળાવદર ગામ નજીક કાળિયાર અભયારણ્ય (Antelope Sanctuary) શરૂ થાય છે. આ અભયારણ્ય પૂર્ણ થયા બાદ બહારના કિલોમીટર સુધી બાહ્ય વિસ્તાર એટલે કે સિંહ જ્યાં છે. તે વિસ્તારમાં પણ કાળિયાર વિહાર કરે છે. રોજ એટલે નીલગાય જેવા પ્રાણી પણ છે. સિંહના વલભીપુર તાલુકામાં પ્રથમ વખત આગમન અને અભયારણ્ય નજીક ધામાં બાદ શુ સિંહ માટે આ નવું ઘર બની શકે છે ?

આ પણ વાંચો- અરે વાહ, જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (Sakkarbagh Zoo)માં વધુ ત્રણ સિંહ બાળનો જન્મ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.