- મહુવાના તરેડ ગામ નજીક ડુંગળી ભરેલું ટ્રેક્ટર પલટી મારતા એક વ્યક્તિને ગંભીર ઇજા
- ખારી ગામના મનુભાઈ ગોહિલ ડુંગળી ભરીને મહુવા યાર્ડમાં આવતા તરેડ નજીક બન્યો બનાવ
- મનુભાઈને 108 મારફતે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
મહુવા: તરેડ ગામ નજીક ખારી ગામના મનુભાઈ ભોપાભાઈ ઘોલ ખારીથી ટ્રેક્ટરમાં ડુંગળી ભરીને મહુવા યાર્ડમાં જતા હતા ત્યારે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર વીજ થાંભલા સાથે અથડાઈને પલટી મારી ગયું હતું. મનુભાઈને ગંભીર ઇજા થતાં 108 મારફતે મહુવા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જોકે, હાલ તેમની સ્થિતિ સામાન્ય છે.
સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર વીજ થાંભલા સાથે અથડાઈને પલટી મારી ગયું
મહુવા યાર્ડમાં 1.5 લાખ ડુંગળીની થેલીનો ભરાવો હોય, યાર્ડ તરફથી 31 જાન્યુઆરી સુધી ડુંગળી યાર્ડમાં ન લાવવા સુચના આપવામાં આવી હતી. જેને લઈને ગઈકાલે ડુંગળીને યાર્ડમાં પ્રવેશ આપવાનો હોય ત્યારે મહુવા તાલુકાના ખારી ગામના ખેડૂત મનુભાઈ ભોપાભાઈ ઘોલ તેમના ટ્રેક્ટરમાં ડુંગળી લઇને જતા હતા. તરેડ ગામ નજીક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર વીજ થાંભલા સાથે અથડાઈને પલટી મારી ગયું હતું. જેમાં મનુભાઈને ગંભીર ઇજા થતાં 108 મારફતે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતિ સામાન્ય છે.