ભાવનગરઃ ભાવનગરમાં તંત્ર અંધારામાં રહ્યું અને કોરોના કેસ સામે એક વૃદ્ધનું મોત પણ થયું છે, ત્યારે મનપાના ફાયર વિભાગે હવે પેટ્રોલ પમ્પ સહિત અન્ય સ્થળ પર સેનીટાઇઝ કરવાનો પ્રારંભ કર્યો છે. ભાવનગર મેયરે લોકોને અપીલ કરી છે કે, બહારથી આવેલા વ્યક્તિઓ વિશે તંત્રને જાણ કરવામાં આવે, જેથી કોરોનાના ચેપને રોકવામાં સફળતા મળે.
ભાવનગરમાં કોરોનાના પોઝિટિવ કેસ અને બાદમાં એક વૃદ્ધના મોતને પગલે તંત્ર દોડતું થઈ ગયું છે. શહેરમાં જાહેર-ખુલ્લા સ્થળોને સેનીટાઇઝ કરવામાં આવી રહ્યાં છે. જેમાં પેટ્રોલ પમ્પ સહિત અનેક સ્થળોને સેનીટાઇઝ કરવામાં આવી રહ્યાં છે. ભાવનગરમાં એકના કોરોનાના સીધા મોત બાદ તંત્ર જાગ્યું અને કડક બની ગયું છે.
મહાનગરપાલિકાના ફાયર વિભાગે પેટ્રોલ પમ્પ પર સેનીટાઇઝ કર્યું હતું. આ સિવાય ખુલ્લી કચેરીઓમાં સેનીટાઇઝ કરવામાં આવ્યું હતું. ભાવનગર મેયરે બહારથી આવેલા, અન્ય રાજ્ય કે વિદેશથી આવેલા લોકોને વિશે માહિતી આપવા તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા જણાવ્યું છે. મેયરે સ્પષ્ટ કર્યું છે કે, જો લોકો જાણ કરશે તો કોરોનટાઇલ કરી શકાશે અને બીજાને તેના ચેપથી રોકી શકાશે.