- વિભાવરીબેન અને જીતુભાઇ સામે વિવાદીત પોસ્ટ વાયરલ થતા મામલો ગરમાયો
- મેયર પદની જાહેરાત કર્યા બાદ વર્ષાબા પરમારનો વિવાદ સામે આવ્યો
- વિવાદાસ્પદ કરેલી ટીપ્પણીનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં ફરતો થયો
ભાવનગર: મેયર પદની નિમણૂક બાદ વર્ષાબાએ સ્પષ્ટ કહ્યું કે, મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત છે. તો બક્ષીપંચની મહિલાને મેયર પદ શુ કામ આપવામાં આવ્યું છે. આક્ષેપો કર્યા બાદ ફરી સોશિયલ મીડિયામાં વિભાવરીબેન અને જીતુ વાઘાણી સામે વિવાદીત પોસ્ટ વાયરલ થતા મામલો ગરમાયો છે. ઑડિટોરિયમ હોલમાં કાર્યક્રમ દરમિયાન વર્ષાબાએ હૈયા વરાળ ઠાલવી હતી અને ધારાસભ્યો એમની આંગળીના ઈશારે નચાવે છે અને ઘણી બહેનો સાથે અન્યાય થઈ રહ્યો છે.
છાનાખૂણે મેયર સહિતના પદોની જાહેરાત
ભાવનગર મહાનગરપાલિકાની ચૂટણીમાં ભાજપને સત્તા મળ્યા બાદ, છાનાખૂણે મેયર સહિતના પદોની જાહેરાત કર્યા બાદ વર્ષાબા પરમારનો વિવાદ સામે આવ્યો છે. વર્ષાબાએ ભાજપના સંગઠનના વોટ્સએપ ગ્રુપમાં ફરી વિવાદાસ્પદ કરેલી ટીપ્પણીનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં ફરતો થતા દાંડી યાત્રાના અમૃત મહોત્સવમાં આવેલા વર્ષાબાએ ફરી પોતાની હૈયા વરાળ જીતું વાઘાણી જ નહી પરંતુ વિભાવરી દવે સામે પણ ઠાલવી છે.
આ પણ વાંચો: ભાવનગર મનપામાં મેયરનું નામ છાનાખૂણે જાહેર, વર્ષાબાએ જીતુ વાઘાણી સામે કર્યા આક્ષેપ
નવી ટીમની રચના થતા વિવાદ સામે આવ્યો
શહેર ભાજપ દ્વારા કીર્તિબેન દાણીધરિયાનું નામ જાહેર કરાતા મેયરની રેસમાં રહેલા વર્ષબા પરમાર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા અને રોષે ભરાયેલા વર્શાબાએ પૂર્વ પ્રદેશ પ્રમુખ દ્વારા તેનું નામ કપાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. વર્ષાબાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, અગાઉ પણ તેઓ નગરસેવક હતા અને હાલમાં પણ જીતું વાઘાણીએ તેમને કોઈ પદ આપ્યું નથી, એટલે આ નવી બોડીમાં પણ તેમની સાથે અન્યાય થયો છે. વર્ષાબા રડતા હતા ત્યારે મીડિયાને તેનાથી દુર રાખવા માટે ભાજપના આગેવાનો કેમેરા આડા હાથ રાખી દીધા હતા અને મીડિયાને દુર રાખવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: ભાવનગરમાં આંગણવાડીની ભરતી પ્રક્રિયામાં ક્ષતિઓને પગલે 1800 મહિલાઓ બાકાત
મેયર અને ચેરમેનના નામોનું કવર ભાજપ કાર્યાલય પર ખૂલ્યા
ભાવનગર શહેરમાં 10 માર્ચે શહેર ભાજપે 20 વર્ષમાં પહેલી વખત પ્રદેશમાંથી આવેલા મેયર અને ચેરમેન સહિતના નામોનું કવર મહાનગરપાલિકામાં ખોલવાને બદલે ભાજપ કાર્યાલય પર ખોલીને મીડિયાને જાણ વગર જાહેરાત કરી દીધી હતી. મેયર પદના દાવેદાર રહેલા વર્ષાબા પરમાર શહેર કાર્યાલયમાં રડી પડ્યા હતા અને પોતાની સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરી રહ્યા હતા.