ભાવનગરઃ ભાવનગરના ફુલસર વોર્ડમાં બ્લોકના કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખાતમુહૂર્ત કરીને નગરસેવક દ્વારા કામનો પ્રારંભ કરાવ્યો હતો. ભાવનગર શહેરમાં કન્ટેઈન્ટમેન્ટ ઝોન સિવાય બહારના વિસ્તારોમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકા નીચે ચાલતા કામોને વેગ આપવામાં આવ્યો છે. ગુલઝાર વિસ્તારમાં આવેલી અમરપાર્ક સોસાયટીમાં બ્લોક નાખવાનું પડતર કામ હતુંં, જેનું આજે કામ શરૂ થયું ગયું છે.
ચિત્રા ફુલર વોર્ડના નગરસેવક અને વોર્ડ સમિતિના સભ્યો ખાતમુહૂર્તમાં હાજર રહ્યાં હતા. કાર્યકરો અને સોસાયટીના રહીશોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે કામનો પ્રારંભ થયો હતો.