ભાવનગર: જેને ભગવાનની લગની લાગે છે તેને બીજું કઇ દેખાતું નથી. ભક્તિમાં કોઇ ભક્ત લીંન થઈ જાય તો તેમને માત્ર ભાવ જ જોવા મળે છે. ભગવાનના પર રહેલી શ્રદ્ધા તમે વિચાર્યું પણ ના હોય તેવું કરાવી દે છે. આવો જ એક કિસ્સો ભાવનગરમાં બન્યો છે. જેમાં હાર્ટએટેક બાદ બાયપાસ સર્જરી છતાં ભાવનગરના દીપકભાઈએ કેદારયાત્રા ચાલીને કરી પૂર્ણ કરી છે. 12 જ્યોતિલિંગ યાત્રાઓ કેદારનાથ યાત્રાની સાથે પુરી થઈ હતી.
12 જ્યોતિર્લિંગની યાત્રાઓ પૂર્ણ: મન મજબૂત હોય તો હિમાલય પણ સર થાય છે. ત્યારે એ કહેવામાં કશું ખોટું નથી કે ભાવનગરીઓ ક્યાંય પાછા પડતા નથી. હા, વાત છે. ભાવનગરના દીપકભાઈ ધનવાણિયાની કે જેઓ 48 વર્ષની ઉંમરે એક હાર્ટ એટેકનો હુમલો આવ્યા બાદ બાયપાસ સર્જરી હોવા છતાં પણ કેદારનાથના દર્શન ચાલીને કરવામાં સફળ રહ્યા છે. સમગ્ર સમૂહ પરિવારની વચ્ચે એકમાત્ર બાયપાસ સર્જરીવાળા દીપકભાઈ ધનવાણીયા કેદારનાથની યાત્રા કરીને 12 જ્યોતિર્લિંગની યાત્રાઓ પૂર્ણ કરી છે.
બાયપાસ સર્જરી: ભાવનગર શહેરમાં વર્ષોથી રહેતા દીપકભાઈ ધનવાણિયા 48 વર્ષના છે. 2021 માં હાર્ટ એટેકનો હુમલો આવતા તેમને બાયપાસ સર્જરી કરાવી હતી. પરંતુ હાલમાં તાજેતરમાં તેમને કેદારનાથ યાત્રા પરિપૂર્ણ કરી છે. છે તો વિચારવા જેવું કે, બાયપાસ સર્જરી કરાવનાર વ્યક્તિ કેદારનાથ યાત્રા ચાલીને પરિપૂર્ણ કરી શકે ખરા તો જવાબ છે. દીપકભાઈ ધનવાણીયા કેદારનાથ યાત્રા તેમની 12 જ્યોતિર્લિંગ પૈકીની એકમાત્ર છેલ્લી યાત્રા હતી. જ્યાંથી તેમની 12 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ થતી હતી. તેમને અતિશ્રદ્ધા હોવાથી તેઓ 22 કિલોમીટર ચાલીને ગયા અને 22 કિલોમીટર ચાલીને પરત આવ્યા હતા. આમ તેમને કેદારનાથ યાત્રા પૂર્ણ કરીને 12 જ્યોતિર્લિંગ યાત્રાઓ પણ પરિપૂર્ણ કરી હતી.
"મનમાં હતું કે 11 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરી છે. ત્યારે આ એક યાત્રા પૂર્ણ થાય તો બાર જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ થઈ જાય. જેથી કરીને એક હિંમત અને શ્રદ્ધા હતી. જેથી 22 કિલોમીટર ચાલીને ગયા અને 22 કિલોમીટર ચાલીને પરત આવ્યો હતો. જો કે યાત્રા શરૂ કરી ત્યારે બરફ વર્ષા થઈ વરસાદ પણ થયો પરંતુ સાથે કપૂર જેવી ચીજ વસ્તુઓ સાથે રાખી હતી. તેમજ ખોરાકમાં ધ્યાન રાખ્યું અને જરૂર પડે ચાનું પણ સેવન કરતો રહ્યો હતો"--દીપકભાઈ ધનવાણિયા (બાયપાસ સર્જરી કરનાર યાત્રાળુ,ભાવનગર)
કેદારનાથ યાત્રા પરિપૂર્ણ: સમગ્ર પરિવાર સાથે યાત્રામાં ગયા હતા. એક માત્ર દીપકભાઈ દીપકભાઈ ધનવાણિયા ભાવનગર થી પોતાના પરિવાર સાથે કેદારનાથ યાત્રાએ ગયેલો 15 લોકોનો સમૂહ તારીખ 8 મે તારીખના રોજ સોનપ્રયાગ પોહચ્યો હતો. ત્યાંથી 4 કિલોમીટર અન્ય વાહનમાં 15 લોકોનો સમૂહ ગૌરીકુંડ પોહચ્યો જ્યાંથી શરૂ થવાની હતી કેદારયાત્રા. કેદારયાત્રા દીપકભાઈ અને અન્ય લોકોએ 3.30 કલાકે શરૂ કરી અને 8 km ચાલ્યા બાદ રાત્રે 8.30 કલાકે વચ્ચે આવતા ભીમમાલ ગામમાં રાત્રી રોકાણ કર્યું હતું. સવારે 5 કલાકે પુનઃ યાત્રા શરૂ થઈ અને 11 કલાકે દીપકભાઈ સાથે સમૂહ કેદારનાથના શરણમાં પોહચી ગયા હતા. યાત્રા દરમિયાન તેમને બરફ વર્ષા,વરસાદ વગેરે જેવી સમસ્યાઓ પણ આવી હતી. છતાં પોતાના મનથી તેઓ અડગ રહ્યા હતા.ટોપી હાથમાં લાકડી,વરસાદ અને ઠંડીથી બચવા માટે ખાસ જેકેટ પહેર્યું હતું. કેદારનાથ યાત્રા પરિપૂર્ણ કરીને તેમને દરેક બાયપાસ સર્જરી કરાવનાર વ્યક્તિઓને એક સંદેશો જરૂર આપ્યો છે કે મન મજબૂત હોય તો હિમાલય પણ સર કરી શકાય છે.
15 લોકોનું એક સમૂહ: પહાડી પ્રદેશમાં એક માત્ર દીપકભાઈની 14 લોકોને હતી ચિંતા ભાવનગર થી કેદારનાથ ગયેલા પરિવારોમાં 15 લોકોનું એક સમૂહ હતો. ત્યારે આ 15 લોકોમાં એકમાત્ર બાયપાસ સર્જરી કરાવનાર દીપકભાઈ ધનવાણીયા હતા. જેને લઇને અન્ય 14માં દીપકભાઈ 22 કિલોમીટર ચાલી શકશે કે કેમ તેની ચિંતા સતત હતી. તેમજ પહાડી પ્રદેશ હોવાને કારણે ઊંચાઈ પર ચાલુ બરફ વર્ષા,હવા પાતળી થવી વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરી શકશે કે કેમ ? આ સમગ્ર સવાલો પરિવારને સતાવતા હતા. દીપકભાઈની ચિંતા અન્ય 14 પરિવારના સભ્યો દ્વારા થાય તે સ્વાભાવિક હતી. દીપકભાઈએ બાયપાસ સર્જરી સાથે યાત્રા પૂર્ણ કરી હતી. જો કે બાયપાસ સર્જરી કરેલા વ્યક્તિઓને ઓછું ચાલવું,વજન ના ઉચકવું વેગેરે જેવી સલાહ આપવામાં આવતી હોય છે. ત્યારે તેનાથી ઊલટું દીપકભાઈએ કરી બતાવીને એક સંદેશો સમાજને પાઠવ્યો છે.