ભાવનગરઃ 3 જૂન એટલે ઇન્ટરનેશનલ ક્લબફૂટ ડે. ક્લબફૂટ એટલે ગુજરાતીમાં જે બાળકના પગ જન્મથી ત્રાસા હોય અને ચાલી ન શકતા હોય કે, પંજામાંથી પગ ત્રાસા હોય તેવા બાળકોની સારવારને કલબફૂટ કહેવામાં આવે છે.
ક્લબફૂટના ભાવનગર જિલ્લામાં 393 કેસ નોંધાયેલા છે. જેમાંથી 70 ટકા સારવાર બાદ સ્વસ્થ થયા છે. જ્યારે 20ની સારવાર હાલ ચાલુ છે અને 10 ટકા લોકો સંપર્ક વિહોણા બન્યા છે. ભાવનગર સર ટી હોસ્પિટલમાં આવા બાળકોની સારવાર કરવામાં આવે છે. આવા બાળકોને 3 વર્ષ કરતા વધુ સમય માટે ખાસ બુટ પહેરાવામાં આવે છે, અને 6થી 7 પ્લાસ્ટર કરવામાં આવે છે. સમગ્ર સારવારમાં 5 વર્ષે બાળક તેના પગ પર ચાલતું થઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે વિશ્વમાં ક્લબફૂટ ધરાવતા 2 લાખ બાળકો જન્મે છે. આ દર ભારતમાં 50 હજાર છે. જ્યારે ગુજરાતમાં આ દર 2000નો છે. હાલ ભાવનગર જિલ્લામાં 393 ક્લબફૂટ બાળકો છે.