ETV Bharat / state

સરકારના સુશાસનના 5 વર્ષ પૂર્ણ, ભાવનગરમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાશે - Closing of development works

રાજ્ય સરકારના સુશાસનના 5 વર્ષ પૂર્ણ જેને લઇને યોજવામાં આવતા કાર્યક્રમ હેઠળ ભાવનાગર શહેરના બોરતળાવમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીર 7 ઓગસ્ટના રોજ ઠાલવવામાં આવશે. આ સાથે અનેક 400 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત પણ બોરતળાવ ખાતે કરવામાં આવશે.

સરકારના સુશાસનના 5 વર્ષ પૂર્ણ, ભાવનગરમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાશે

author img

By

Published : Aug 6, 2021, 1:39 PM IST

  • લાખોના ખર્ચે બોરતળાવ અને RTO સર્કલને ઝળહળતું કરતું સ્થાનિક તંત્ર
  • આવતીકાલે 7 ઓગસ્ટના રોજ નર્મદાના નીર ઠાલવશે સરકાર બોરતળાવમાં
  • નર્મદાના નીર સાથે 400 કરોડના કામોનું ખાતમુહૂર્ત પણ કરાશે

ભાવનગર: શહેરમાં ચોમાસે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં હોય તેના અંતર્ગત યોજવામાં આવતા કાર્યક્રમ હેઠળ બોરતળાવમાં નર્મદાના નીર ઠાલવવામાં આવશે. 7 ઓગસ્ટ યોજાનારા કાર્યક્રમોને પગલે શહેરમાં RTO સર્કલ અને બોરતળાવને શણગારવામાં આવ્યું છે.

ભાવનગરમાં ચોમાસે દિવાળીની ઉજવણી જેવો માહોલ

ભાવનગરમાં ચોમાસે દિવાળીની ઉજવણી સરકાર કરતી હોય તેમ શહેરના RTO સર્કલ અને બોરતળાવને લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે. રાત્રે ઝળહળતી લાઈટોથી લોકો પણ અષાઢમાં દિવાળીનો અનુભવ કરી રહ્યા છે. ઝગમગતી લાઈટોથી લોકોમાં દિવાળીની અનુભૂતિ થતી હોય તેમ દર્શાઈ આવે છે.

સરકારના સુશાસનના 5 વર્ષ પૂર્ણ, ભાવનગરમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાશે

આ પણ વાંચો: 5 વર્ષની ઉજવણી : 5 ઓગસ્ટના રોજ Kisan Sanman Dayની ઉજવણી થશે

ચોમાસે દિવાળી જેવા શહેરમાં દ્રશ્યો ઉભા કરતું સ્થાનિક તંત્ર

ભાવનગર શહેરમાં પ્રવેશતાની સાથે આરટીઓ સર્કલ બાદ શહેરના બોરતળાવના નવીનિકરણ કરીને તેને પણ રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે. બોરતળાવની પાળે અ્ભુત લાઈટો ગોઠવવામાં આવી છે. થાપનાથ મહાદેવ મંદિરને રોશનીથી ઝગમગતું કરવામાં આવ્યું છે.

શહેરમાં શા માટે ભર ચોમાસે દિવાળી જેવા દ્રશ્યો ઉભા કરાયા

સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં ભાવનગર મહાનગરપાલિકાના બોરતળાવમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીર 7 ઓગસ્ટના રોજ ઠાલવવા જઈ રહી છે. આ સાથે અનેક 400 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત પણ બોરતળાવ ખાતે કરવામાં આવશે. ભાવનાગર શહેરમાં હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે અને રોશનીથી આરટીઓ સર્કલ અને બોરતળાવને શણગારવામાં આવ્યું છે. નવું તૈયાર થયેલું બાલવાટીકાને પણ રોશનીથી ઝળહળતું કરાયું છે. શહેરવાસીઓને જાણ થતાં લોકો રાત્રે બોરતળાવનો નજારો જોવા જઈ રહ્યા છે અને ફોટો શેસન પણ કરી રહ્યા છે. સરકારના પાંચ વર્ષના કાર્યક્રમ હેઠળ વિકાસના કામોને ખાતમુહૂર્ત અને બોરતળાવમાં લાખોના ખર્ચે રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.