- માસ પ્રમોશનના કારણે ખાલી બેઠકો ભરાવા છતાં કેટલાક વિદ્યાર્થીઓ રઝળી પડશે
- ભાવનગર યુનિવર્સીટીમાં ફેકલ્ટીની કુલ 26,840 બેઠકો આવેલી
- 100 ટકા બેઠકો ભરાવવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળે
ભાવનગર : યુનિવર્સીટીમાં નવા પ્રવેશમાં વિકટ પરિસ્થિતિ સર્જાવાની શક્યતાઓ વધી ગઈ છે. યુનિવર્સીટીમાં વર્ગો ખૂટી પડશે કારણ કે, પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હશે. તેમાં પણ ધોરણ 12માં માસ પ્રમોશન અપાશે તો ખાલી બેઠકો ભરાવા છતાં કેટલાક વિદ્યાર્થીઓ રઝળી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. બેઠકો ઓછી છે તેથી પ્રવેશ માટે હાડમારી વિદ્યાર્થીઓને આગામી વર્ષના પ્રવેશમાં ઉભી થઇ શકે છે.
આ પણ વાંચો : ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ કલેકટર કચેરી ખાતે વિરોધ કરી ન્યાયની માંગ કરી
વિદ્યાર્થીને પોતાની ગમતી ફેકલ્ટીમાં સ્થાન ના પણ મળે તેવું બનવાની શક્યતા
ભાવનગર યુનિવર્સીટીમાં અલગ-અલગ ફેકલ્ટીઓ આવેલી છે. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, બી એસ ડબ્લ્યુ, બીબીએ, અલગ-અલગ ડિપ્લોમા અને BCA સહિત અન્ય ફેકલ્ટીની કુલ 26,840 બેઠકો આવેલી છે. જોકે, દર વર્ષે 35થી 40 ટકા બેઠકો ખાલી રહે છે. પરંતુ કોરોના કાળમાં જો ધોરણ 12માં માસ પ્રમોશન આપવામાં આવે તો ખાલી બેઠકો ભરાઈ શકે છે. તેથી દરેક વિદ્યાર્થીને પોતાની ગમતી ફેકલ્ટીમાં સ્થાન ના પણ મળે તેવું બનવાની શક્યતાઓ વધી જાય છે અને હાડમારી એડમિશન પગલે ઉભી થઇ શકે છે.
33 હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં તકલીફ ઊભી થઈ શકે
ભાવનગર યુનિવર્સીટીમાં સ્નાતક થાય બાદની ફેકલ્ટીમાં પરિસ્થિતિ વિકટ બની શકે છે. આ સાથે યુનિવર્સીટીના પાસ વિદ્યાર્થીઓની વિવિધ ફેકલ્ટીમાં પ્રવેશની હાડમારી અને જો ધોરણ 12માં માસ પ્રમોશન મળે તો શહેર જિલ્લાના આશરે 33 હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં યુનિવર્સીટીને તકલીફ ઊભી થઈ શકે છે.
આ પણ વાંચો : ધોરણ 10ની માર્કશીટ તૈયાર કરવા શિક્ષણ વિભાગે બાયસેગ દ્વારા યોજી વીડિયો કોન્ફરન્સ
કોઈને પ્રવેશ સમસ્યા હશે તો તે સમયે યોગ્ય નિર્ણય કરાશે
40 ટકા જગ્યા ભરાયા પછી પણ દર વર્ષની 60 ટકા ભરતી થતી હોય તેમાં 40 ખાલી એટલે 100 ટકા બેઠકો ભરાશે અને તેવું પણ બને કે વિદ્યાર્થીઓને પ્રવેશ ના મળે. જોકે, યુનિવર્સીટીના કુલપતિ મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, 40 ટકા જગ્યા ખાલી છે. તે જરૂર ધોરણ 12ને માસ પ્રમોશન મળે તો ભરાઈ જશે અને જો કોઈને પ્રવેશ સમસ્યા હશે તો તે સમયે યોગ્ય નિર્ણય કરવામાં આવશે.