ભાવનગર સાત બેઠક ઉપર ફોર્મ ઉપાડવાની શરૂઆત થઈ ગઈ છે. આ બેઠક પર ફોર્મ ઉપાડવામાં આવી રહ્યા છે. બેઠક પ્રમાણે જોવા જઈએ તો અધ ધ ધ ફોર્મ ઉપડી રહ્યા છે. ફોર્મ ભરીને આપવાની છેલ્લી તારીખ 14 છે અને બાદમાં ચકાસણી અને બાદમાં ઉમેદવાર નક્કી થાય છે ત્યારે ચૂંટણી (Gujarat assembly seat 2022) લડવા ઇચ્છુક કેટલા છે તે જાણો. જિલ્લાની 7 બેઠક ઉપર ફોર્મ ઉપડી રહ્યા છે. પરંતુ હજુ સુધી ભરાયા નથી. ભાવનગર બેઠકો ઉપર ફોર્મ ઉપાડવામાં લાગતી લાઈનોનું કારણ શું છે ? જાણીએ ચાલો
જિલ્લાની સાત બેઠકો ભાવનગરની 7 બેઠક (Bhavnagar assembly seat) ઉપર ફોર્મ કેટલા ઉપાડવામાં આવ્યા ભાવનગર જિલ્લાની સાત બેઠકો છે. જેમાં આઝાદી પછીથી ચૂંટણીઓ (Gujarat assembly seat 2022) યોજાતી આવી છે. અને ફોર્મ ભરાતા આવ્યા છે. ચૂંટણી લડવા અંતે પ્રથમ ફોર્મ ઉપાડવાનું હોઈ છે. ત્યારે ભાવનગરની સાત બેઠકોમાં હાલ ફોર્મનો ઉપાડ અધ ધ ધ થઈ રહ્યો છે. ફોર્મ ભરવાને હજુ સમય બાકી છે. પરંતુ ભાવનગર બેઠકમાં (Bhavnagar assembly seat) હાલ કેટલા ફોર્મ બેઠક પ્રમાણે ચાર દિવસના અંતે ઉપડ્યા તે જાણીએ. તારીખ 9 નવેમ્બર 2022 સુધીના કુલ ફોર્મનો ઉપાડ કરવામાં આવ્યો હતો.
99 મહુવા - 25
100 તળાજા - 32
101 ગારીયાધાર - 45
102 પાલીતાણા - 23
103 ભાવનગર ગ્રામ્ય - 19
104 ભાવનગર પૂર્વ - 31
105 ભાવનગર પશ્ચિમ - 40
કુલ - 215
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ફોર્મ કોને ઉપાડ્યા ભાવનગર જિલ્લાની સાત બેઠક (Bhavnagar assembly seat) પર હજુ સુધી ફોર્મ ઉપાડવામાં અપક્ષ લોકોની સંખ્યા સૌથી વધુ છે. ઉમેદવાર જાહેર નહિ થયા હોવાથી રાષ્ટ્રીય પક્ષોએ હજુ સુધી ફોર્મ ઉપાડ્યા નથી. મહુવામાં કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરતા કનુભાઈ કળસરિયાએ ફોર્મ ઉપાડ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.