ભાવનગરઃ ભાવનગર શહેરમાં ઘોડાને(Horses from Bhavnagar) પશુપાલનમાં રાખનાર અનેક લોકો છે ત્યારે ભાવનગર જિલ્લાના સિહોરના બુઢણા ગામના કેસરખાન પોતાના ઘોડા બ્રિજરાજને મહારાષ્ટ્રની દેશની યોજાતી ઘોડા બજારમાં(Horse Market in Maharashtra) રમતી સુંદરતાની સ્પર્ધામાં(Horse Racing Game) ભાગ અપાવ્યો હતો. ઘોડાને દેશમાં પાંચમો ક્રમાંક મળતા બુઢણા ગામે ડીજેથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રના નંદુરબારમાં ભાવનગરનો ઘોડો અવ્વલ
દેશમાં આશરે 350 વર્ષથી મહારાષ્ટ્રના નંદુરબારના સારંગખેડામાં વર્ષે એક વખત ઘોડાઓની બજાર(Horse Competition in Sarangkheda, Nandurbar, Maharashtra) ભરાય છે. આ બજારમાં કરોડોના ઘોડા આવે છે. આ વર્ષે પણ ઘોડાબજાર ભરાઈ હતી. આ બજારમાં ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બુઢણા ગામના કેસરખાન બ્લોચ પોતાના ઘોડા સાથે પોહચ્યા હતા અને કેસરખાનના ઘોડાને પાંચમો ક્રમાંક(Bhavnagar Horse Ranks Fifth) મળ્યો હતો.
કેસરખાનનો ભાવનગર જિલ્લાનો ઘોડો બ્રિજરાજ કેમ અવ્વલ
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના નાનકડા ગામના કેસરખાન બ્લોચ ઘોડાના(Horses of Kesarkhan of Budhana Village) શોખીન છે. કેસરખાન પાસે બ્રિજરાજ નામનો કાળા કલરનો ઘોડો છે. આ ઘોડાને આ વર્ષની મહારાષ્ટ્રની ઘોડા બજારમાં લઈ ગયા હતા. જ્યાં એક અનોખી સ્પર્ધા સુંદરતાની યોજાઈ છે. આ સ્પર્ધામાં કેસરખાનના બ્રિજરાજ સુંદરતાની સ્પર્ધામાં પાંચમા ક્રમે આવ્યો હતો. આ સ્પર્ધા કાઠિયાવાડી અને મારવાડી ઘોડાઓની વચ્ચે યોજાય છે. સ્પર્ધામાં પાંચમો ક્રમાંક દેશમાં આવતા કેસરખાન અને તેમના ઘોડાનું પરત ફરતા સિહોરના બુઢણા ગામે ડીજે સાથે સ્વાગત(Horse Lovers in Gujarat) કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ રામપુર પોલીસ દ્વારા 24 કલાકમાં ગુમ થયેલ કોંગ્રેસ નેતાની ઘોડી મળી આવી
આ પણ વાંચોઃ ભાજપના કાર્યકર્તાઓનું કરતૂત, આ કારણે ઘોડાને કરવામાં આવ્યો કલર...