ETV Bharat / state

નેતાની નોટબુકમાં વિભાવરીબેન દવે, ડંકાવાળા દીકરીનો અવાજ આગામી ચૂંટણીમાં કેવો રહેશે જૂઓ - Vibhavariben Dave Political Voyage

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) ભાવનગર પૂર્વ બેઠક પર સંભિવત ઉમદેવાર ( Potential ticket contenders in Bhavnagar East ) તરીકે વિભાવરીબેન દવે ( Vibhavariben Dave ) લોકપ્રિયતાનું વજન ધરાવે છે. નેતાની નોટબુક ( Leaders Profile ) માં એમની રાજકીય સફર, ટિકીટને લઇ શું સ્થિતિ છે તેના પર પ્રકાશ પાડીએ. ભાજપ ( BJP ) ના મોટા ગજાના નેતા વિશે જૂઓ અમારો વિશેષ અહેવાલ.

નેતાની નોટબુકમાં વિભાવરીબેન દવે, ડંકાવાળા દીકરીનો અવાજ આગામી ચૂંટણીમાં કેવો રહેશે જૂઓ

author img

By

Published : Oct 27, 2022, 4:14 PM IST

Updated : Oct 27, 2022, 4:45 PM IST

ભાવનગર ભાવનગરના ડંકાવાળા દીકરી કે માવતરના દીકરી તરીકે સમાજમાં સ્થાપિત થયેલા વિભાવરીબેન વૃદ્ધો માટે દીકરી સમાન છે. સસરાના સહકારથી રાજકારણમાં આવેલા વિભાવરીબેન દવે ( Vibhavariben Dave ) ઉપપ્રમુખથી શિક્ષણપ્રધાન સુધીની સફર ETV BHARAT તમને જણાવશે. નેતાની નોટબુકમાં જાણો વિભાવરીબેન વિશે કેવી રીતે બન્યા અગ્રણી નેતા.

વિભાવરીબેનનો જન્મ, શિક્ષણ અને પ્રારંભિક શરુઆત ભાવનગરના વિભાવરીબેન ( Vibhavariben Dave ) નો જન્મ 1959માં અમરેલીના લીલીયા ગામે 9 મે, 1959ના ( Vibhavariben Dave Birth Date ) રોજ થયો હતો. 1975માં રાજકોટની જીટી હાઇસ્કૂલ ફોર ગર્લ્સમાંથી એસએસસીનો અભ્યાસ અને 1978માં પી.ડી માલવીયા કોલેજ ઓફ કોમર્સમાંથી બીકોમ છે. અને 1980માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમ.કોમની માસ્ટર ડિગ્રી ( Vibhavariben Dave Education ) મેળવી છે. વિભાવરીબેનના પિતા ડેપ્યુટી કલેકટર હતાં. નાનપણથી શ્રીમંત પરિવારમાં મોટા થયાં અને પોસ્ટ ગ્રેઝ્યુએટ જેવું શિક્ષણ મેળવ્યું હતું. વિભાવરીબેનના લગ્ન ભાવનગરના વિજયભાઈ દવે સાથે થયા અને બાદમાં સસરાના પ્રોત્સાહનથી તેઓ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

વિભાવરીબેનનો રાજકારણમાં પ્રવેશ વિભાવરીબેનેે ( Vibhavariben Dave ) સસરાના મળેલા ટેકા બાદ 1993માં ભાજપમાં એન્ટ્રી ( Vibhavariben Dave Political Voyage) કરી હતી. 1993માં તેઓ સીધા શહેર ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે નિમાયા હતાં. ભાજપને મજબૂત બનાવવા કાર્ય કર્યું હતું. 1995માં મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા અને જીત મેળવી હતી. પહેલાં તેઓ ડેપ્યુટી મેયર બન્યાં હતાં. ફરી 2000ની સાલમાં મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યાં અને ભાવનગરના પ્રથમ મહિલા મેયર બન્યા હતાં. મેયરનો કાર્યકાળ ત્યારે માત્ર 1 વર્ષનો હતો. હાલમાં અઢી વર્ષનો કરવામાં આવ્યો છે.

વિભાવરીબેનની રાજકીય કારકિર્દીના સીમા ચિહ્ન ભાવનગર મહાનગરપાલિકામાં પ્રથમ મેયર બન્યાં ત્યારે શહેરની સૌથી મોટી સમસ્યા રસ્તાઓ પર જ્યાં ત્યાં પડેલો કચરો સ્વચ્છતાને હણતો હતો. મેયર તરીકે આવીને પ્રથમ વિભાવરીબેને ( Vibhavariben Dave ) ડંકાવાળું ટ્રેકટર એક બે વોર્ડમાં શરૂ કર્યું હતું. ત્યાર બાદ દરેક વોર્ડમાં શરૂઆત કરી હતી. ડંકા વાળું ટ્રેકટર ઘરે ઘરે જઈને ડંકો વગાડીને કચરો લઈ જતું હતું. આજે તેનું સ્થાન ટેમ્પલ બેલે લીધું છે જે વિભાવરીબેન દ્વારા આપેલી એક વિચારની અમલવારીની ભેટ છે.

વડાપ્રધાનની ગુડબૂકમાં નામ
વડાપ્રધાનની ગુડબૂકમાં નામ

વિભાવરીબેને કયા મોટા કામો કર્યા વિભાવરીબેન મેયર પદે રહ્યા બાદ તેમને સીધી લોટરી 2007માં લાગી હતી. 2007માં તેઓ ( Vibhavariben Dave ) ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવીને ભાવનગર પૂર્વ બેઠક પરથી જીત મળી હતી. 2007થી 2022 સુધી તેઓ ધારાસભ્ય છેલ્લી ત્રણ ટર્મથી યથાવત છે. આ સમયમાં તેઓ મહિલા સંસદીય સચિવ પણ બન્યા હતાં.જુના બંદરની ખાડી પરનો લાકડીયા પુલ હટાવીને કેબલ સ્ટેઇડ પુલ બનાવી સૌથી મોટું કાર્ય કર્યું. ભાવનગર ભાલ પંથકની એકદમ નજીક આવી ગયું હતું. આ બાદ તેમણે અકવાડા લેક,ગંગાજળિયા બ્યુટીફીકેશન,કંસારા શુદ્ધિકરણ,કેન્સર હોસ્પિટલ,રૂવા રવેચી ધામનો વિકાસ, કોકલિયર ઇમ્પ્લાન્ટ મશીન બહેરા મૂંગાઓ માટે સર ટી હોસ્પિટલમાં લાવ્યા હતાં. રુવાપરી મંદિરનું નવીનીકરણ, બે સર્કલ, કોમ્યુનિટી હોલ, એરપોર્ટ રોડ પર મીની હોસ્પિટલ બે પ્રાઇમરી સેન્ટર અને છેલ્લે CNG ટર્મિનલ લાવવામાં સફળ રહ્યા હતા્.

વિભાવરીબેન શા માટે લોકપ્રિય છે વિભાવરીબેન ( Vibhavariben Dave ) પહેલેથી સમાજ સેવાનું કામ કરી રહ્યા છે. 2007માં ધારાસભ્ય બન્યા બાદ તેમણે સમાજમાં માવતર નામની તેમની સંસ્થાનો વ્યાપ વધાર્યો અને માતાપિતાની કિંમત દરેક બાળકોને કરાવી છે. આજે પણ આ સંસ્થામાં વિવિધ કામો થાય છે. માવતરના દીકરી તરીકે તેઓ ઉભરાણાં અને અગ્રણી નેતા તરીકેનું બિરુદ મળવા લાગ્યું હતું. 2018માં તેમને શિક્ષણપ્રધાનનું પદ મળ્યું હતું. શહેરને હરિયાણું બનાવવા તેમને અનેક વૃક્ષો પહેલેથી સ્થાપિત કરાવ્યાવ અને રાજ્યમાં ભાવનગરને બીજા નંબરે લાવ્યા હતાં. આ સિવાય લવ જેહાદ જેવા 8 જેવા કિસ્સામાં અંગત રસ લઈને સમાજનું કાર્ય કર્યું છે. લવ જેહાદમાં 3 બ્રાહ્મણ, 2 પટેલ ,1 સિંધી,1 રાજપૂત 1 કોળી સમાજની દીકરી ભોગ બની હતી. આ 8 દીકરીઓને પરત લાવી માતાપિતાને સોંપી શ્રેષ્ઠ જીવન જીવવા સુધી સહકાર આપવાનુ સમાજનું કાર્ય કરી ચુક્યા છે.

વિભાવરીબેન દવેનું મહત્ત્વ કેવી ભાવનગર પૂર્વ બેઠકમાં વિભાવરીબેન ( Vibhavariben Dave ) 2012માં 39,000 મતોથી જીત્યા હતાં. બાદમાં 2017માં 22,000 મતોથી જીત્યાં હતાં. આમ માર્જિનના મતો ઓછા થતા ગયા પરંતુ તેમનો દબદબો ( Potential ticket contenders in Bhavnagar East )હજુ તેવો છે. પૂર્વની બેઠક ઉપર બ્રાહ્મણ સમાજનો દબદબો રહ્યો છે. 2017માં થયેલા વર્ગીકરણમાં 52,000 મતદારો બ્રહ્મણોના નોંધાયા છે જયારે બીજા નંબરે 46,000 કોળી સમાજના નોંધાયેલા છે. જ્યારે સિંધી 23,000 , મુસ્લિમ 18,000, પટેલ 14,000, દલિત 17,000 અને અન્ય જ્ઞાતિઓ 2,3,5 અને 8 હજારમાં આવે છે.

2022માં વિભાવરીબેનને ટિકીટની શક્યતા ભાવનગર પૂર્વ બેઠકમાં બ્રાહ્મણ સમાજના પ્રભુત્વ અને કોળી સમાજના ટેકાને પગલે તેમજ વિભાવરીબેનની ( Vibhavariben Dave ) પ્રતિષ્ઠાને પગલે ટિકીટ મળવાની સંભાવના ( Potential ticket contenders in Bhavnagar East ) આમ આદમી પાર્ટીના આગમન બાદ લાગી રહી છે. જો કે આગામી ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) ભાજપ નવા ચહેરાને પણ ટિકીટ આપે તેવી પણ ચર્ચા જોરશોરમાં છે.

Last Updated : Oct 27, 2022, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.