ભાવનગર: શહેર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં યોગ વર્ગ શરૂ થયા છે. ચેરમેન અને શાસનાધિકારીએ યોગ કરીને પ્રારંભ વર્ગનો કરાવ્યો હતો. કઈ શાળાઓમાં મફત વર્ગ શરૂ થવાથી આસપાસના શાળાના લોકોને મફતમાં યોગ શીખવાનો લાભ મળી શકે છે અને વિદ્યાર્થીઓને પણ લાભ મળી શકે છે. વિશ્વ યોગ દિવસ એટલે 21 જૂન ત્યારે (World Yoga Day 2022)ગુજરાત યોગ બોર્ડની દરેક વિદ્યાર્થી અને સામાન્ય પ્રજા સુધી યોગ પહોંચાડવાનો એક પ્રયાસ થયો છે. ભાવનગર વાસીઓ કદાચ ખ્યાલ નહિ હોય કે તેઓ નિઃશુલ્ક યોગ હાલમાં શીખી શકે છે.
યોગ બોર્ડનો નિર્ણય પ્રજા અને વિદ્યાર્થી માટે લાભદાયક - ભાવનગર શહેરમાં ગુજરાત યોગ બોર્ડ અને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિએ સહિયારો એક પ્રયાસ લોકોને અને વિદ્યાર્થીને યોગ શીખવવા લીધો છે. શહેરમાં નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની હાલમાં શાળા નંબર 13,76,38,60,19 અને 47 માં યોગના વર્ગ શરૂ કર્યા છે. શાળા નંબર 47માં ચેરમેન અને શાસનાધિકારીએ યોગ કરીને પ્રારંભ કરાવ્યો હતો. જો કે શિક્ષણ સમિતિ ચેરમેને જણાવ્યું હતું કે અમારી શાળાઓમાં યોગ દિવસ નિમિત્તે યોગના વર્ગો થવાના છે. વડાપ્રધાને યોગને વિશ્વમાં જે ખ્યાતિ અપાવી છે તેથી રાષ્ટ્ર નિર્માણ અને વ્યક્તિનું નિર્માણ થવાનું છે અમે અનેક સંસ્થાઓને આવા કાર્ય માટે આમંત્રણ આપતા રહ્યા છીએ.
આ પણ વાંચોઃ વિશ્વ યોગ દિવસ પહેલાં જ આ શહેરે બનાવી દીધો વર્લ્ડ રેકોર્ડ...
વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે યોગ નિઃશુલ્ક કેમ - નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શરૂ થયેલા યોગ શિબિરમાં સામાન્ય પ્રજાજનોને નિઃશુલ્ક આમંત્રણ છે. શાસનાધિકારી યોગેશ ભટ્ટે જણાવ્યું હતું કે યોગ શિબિર ગુજરાત યોગ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી છે. આમ તો શાળાઓમાં પ્રાર્થના દરમિયાન યોગ કરાવતા હોય છે. હાલમાં શિબિર શરૂ થવાથી પતંજલિના અષ્ટાંગ યોગ સુધી પોહચી શકાશે. બાળકોમાં તેજસ્વીતા અને એકાગ્રતા આવશે જેનો ફાયદો મળશે. દરેકને સ્વસ્થ જીવન જીવવા માટે યોગ તરફ વળવું પડશે.
આ પણ વાંચોઃ Yoga On Road જુઓ સંન્યાસીનું યોગ પ્રત્યેનું ઝનુન ઝારખંડના મુનીન્દ્ર ભગતે માર્ગ પર કર્યા યોગ
ક્યાં બાળકોને શું શિબિરથી લાભ આચાર્યના મતે ફાયદો - શિક્ષણ સમિતિની દરેક શાળાઓમાં શિબિર નથી પરંતુ નક્કી થયેલી 6 શાળાઓમાં ગુજરાત યોગ બોર્ડના ટ્રેનર અને આયુર્વેદ કોલેજના ટ્રેનરો દ્વારા યોગ શીખવવામાં આવશે. શાળા નંબર 47 ના આચાર્ય ભગવતીબહેન બાલધીયાએ જણાવ્યું હતું કે અમારી શાળામાં વેકેશનમાં બેન્ચ ચાલતી હતી અને હવે શાળા ખુલ્યા બાદ બીજી બેન્ચ શરૂ થઈ છે. સારી બાબત એ છે કે બેન્ચનો ટાઈમ સવારે 6.30 કલાકનો છે અને શાળા 7.30 પછી શરૂ થાય છે એટલે વાલી અને વિદ્યાર્થીઓ બંને યોગ વર્ગનો લાભ લઇ શકશે. અમે આસપાસના વાલી અને લોકોને આમંત્રિત કર્યા છે કે સૌ આવે અને વધુ લાભ લે તેવી અપીલ છે.