ભાવનગર શહેરમાં ફ્લાયઓવર એકપણ નથી, ત્યારે ટ્રાફિકના નામે મુદ્દો બનાવી શાસકો 10 વર્ષથી ચૂંટણી મુદ્દો બનાવીને લોલીપોપ આપી રહ્યાં છે, હજુ પણ શાસકો રાજ્ય સરકારમાં મોકલીને ટેન્ડર પ્રક્રિયાની વાત કરે છે. વિપક્ષ લોલીપોપ ગણાવી રહી છે તો પ્રજા ટ્રાફિકથી પીડાય છે.
ભાવનગર શહેરમાં એક પણ ફ્લાયઓવર નથી અને દિવસે દિવસે ટ્રાફિક સમસ્યા વધતી જાય છે. મનપામાં સત્તા મેળવવા ભાજપે બે બે વખત ફ્લાયઓવરને ચૂંટણી મુદ્દો બનાવ્યો અને સત્તામાં આવ્યાં બાદ પણ ફલાયઓવર હજૂ કાગળ પરથી નીચે ઉતારતો નથી. મનપામાં બે વખત 85 કરોડના ખર્ચે ફલાયઓવર બનાવા વાત થઈ હતી. કાગળ પર કાર્યવાહી થઈ હોવાનું સત્તાધીશોએ જણાવ્યું હતું, પરતું મનપામાં આગળ કાર્યવાહી થઈ નથી. કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે, ચૂંટણી આવે છે એટલે લાલચ આપવામાં આવશે. તેમ કહી વિપક્ષ પ્રહાર કરી રહ્યું છે.
ભાવનગર શહેરને ત્રણ ફલાયઓવર માટે સરકાર પૈસા આપવા તૈયાર થતી હોય તો એક પણ ફલાયઓવર કેમ પ્રજાની મુશ્કેલી માટેનો બની શકે ત્યારે મતલબ સાફ છે. ભાવનગરના નેતાને ગમે તેટલું પદ સરકારમાં કે, પક્ષમાં મળે પણ શહેરનો વિકાસ કોઈ કરી શકતું નથી તેથી પ્રજામાં ભાવનગરની નબળી નેતાગીરી છે. તેવા શબ્દોનું ઉચ્ચારણ વધુ થાય છે.