ETV Bharat / state

fire in Palitana hill: પાલીતાણાના હસ્તગીરીના ડુંગર વિસ્તારમાં આગ લાગી, ભારે જહેમત બાદ કાબુ

ભાવનગના પાલીતાણા શેત્રુંજી ડુંગર વિસ્તારમાં (fire in Palitana hill)અગમ્ય કારણોસર જંગલમાં આગ લાગી હતી. આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને (Palitana Fire Department )જાણ કરતા ફાયરની 6 ટીમો ઘટના સ્થળે દોડી આગ પર કાબુ મેળવ્યો હતો.

fire in Palitana hill: પાલીતાણાના હસ્તગીરીના ડુંગર વિસ્તારમાં આગ લાગી, ભારે જહેમત બાદ કાબુ લેવાયો

author img

By

Published : Apr 15, 2022, 4:45 PM IST

Updated : Apr 15, 2022, 5:25 PM IST

ભાવનગરઃ જિલ્લાના સુપ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણા શેત્રુંજી ડુંગર વિસ્તારમાં કોઈ (fire in Palitana Shetrunji hill)કારણોસર આગની ઘટના બની હતી. ડુંગર વિસ્તારમાં લાગેલ આગ જોતજોતામાં ડુંગર પરના વન્ય વિસ્તારને પોતાની ઝપેટમાં લેતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. સ્થાનિક લોકો દ્વારા ફાયરને ઘટનાની જાણ કરતા ફાયર ટીમ ઘટના સ્થળે દોડી જઈ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

ડુંગર વિસ્તારમાં આગ

પાલીતાણા શેત્રુંજી ડુંગરમાં આગ લાગી - ડુંગર પર લાગેલ આગની મળતી માહિતી અનુસાર બપોરના સમયે હ્સ્તગીરી, હાથસણી અને મૂંડકી ધારના ડુંગર વિસ્તારમાં આગ લાગતા સ્થાનિક લોકો દ્વારા ફાયરને જાણ કરવામાં આવતા ફાયરની 6 ટીમો આગને ક્બુમાં લેવા માટે દોડી આવી હતી. ફાયર ટીમ દ્વારા 10 કલાક થી ડુંગર(Palitana Fire Department ) વિસ્તારમાં આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ આગ ભયાનક સ્વરૂપ ધારણ કરતા આસપાસના અન્ય વન્ય વિસ્તારને પણ પોતાની જપેટમાં લઇ લેતા આગ પર કાબુ મેળવવામાં ફાયર ટીમને ભારે જાહેમત સામનો કરવો પડી રહ્યો છે. હાલ ડુંગર વિસ્તારમાં આગ કયા કારણોસર લાગી હોય તે જાણી શકાયું નથી. આગને લઈ પાલીતાણા વનવિભાગની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી.

આ પણ વાંચોઃ કપરાડા તાલુકાના વડખંભા ગામે આવેલા ડુંગરમાં આગ લાગી

ફાયરની 6 ટીમો આગને ક્બુમાં લેવા દોડી- આ ડુંગરાળ વિસ્તારમાં (Palitana hastgiri hills)અનેક પ્રકારના વન્યજીવો કુદરતી વાતાવરણમાં વિચરણ કરી રહ્યા છે. આગના કારણે કોઈ વન્યજીવને હાની ના પહોંચે તે માટે જેસર અને પાલીતાણા વનવિભાગની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને ઘાંસ તેમજ ઝાડી ઝાંખરામાં લાગેલી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ આગ વધુને વધુ વિકરાળ બનતા જિલ્લાના મહુવા, ગારિયાધાર, જેસર, પાલીતાણા અને શિહોર ડિવિઝનની વન વિભાગની ટીમને પણ ત્યાં બોલાવી લેવામાં આવી છે. તેમજ ગારિયાધાર અને પાલીતાણા ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આગને કાબુમાં લેવાના પ્રયત્નો ચાલું - આગની સમગ્ર માહિતી માટે ETV Bharat પાલિતાણા ફાયર અધિકારી સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવેલ કે સવારે 11થી 12 ના સમયગાળામાં આગની ઘટના બની હતી. ડુંગરો પર જે હસ્તગીરીના મંદિરો સુધી આગ પ્રસરી અને બાજુમાં પોલીસનું વાયરલેસ ટાવર અને જેટકોની ટીસીનો બચાવ કરવામાં આવ્યો છે.આ આગને કાબુમાં લેવા ગારિયાધાર 3, પાલીતાણાના 3 ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી છે. ડુંગરના પાછળના ભાગ ધીમી ધીમી આગ શરૂ છે ત્યાં સુધી ફાયરના વ્હીકલ જઇ શકે તેમ નથી તેની જાણ ઉચ્ચ અધિકારીને કરવામાં આવી છે અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ પાલિતાણાના હસ્તગીરી ડુંગર વિસ્તારમાં ભીષણ આગ

Last Updated : Apr 15, 2022, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.