કેશોદના તુવેરની ખરીદીમાં થયેલી ગેરરીતી બાદ ભાવનગર જીલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં 14 એપ્રિલના દિવસે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવી હતી. જેના સેમ્પલ 21 દિવસ બાદ સીલ કરવામાં આવતા હોવાને લઈને ભાવનગર ખાતે દોડી આવેલા ખેડૂત આગેવાન પાલ આંબલીયા અને કોંગ્રેસના આગેવાનોએ ભાવનગરના તળાજા માર્કેટિંગ યાર્ડમાં પણ તુવેર મુદ્દે ગેરરીતી થતી હોવાના આક્ષેપો કાર્યા હતા.
ખેડૂત આગેવાનના જણાવ્યા મુજબ જે ખેડૂતો પાસેથી તુવેરની ખરીદી કરવામાં આવી હોય તે ખેડૂતની ખરીદી કરતા પહેલા ખેડૂતના તુવેરના જથ્થામાંથી સેમ્પલ કરવાનું હોય છે અને સેમ્પલીન્ગમાં અલગ અલગ 6 પેરા મીટર નક્કી કરેલા છે. જે ખેડૂતનું સેમ્પલ મંજુર થાય પછી જ ખરીદી કરવાની હોય છે. આ સેમ્પલ થઇ ગયા બાદ તેને સીલ કરી સાચવી રાખવાનું હોય છે.
ભાવનગર તળાજા માર્કેટિંગ યાર્ડમાં 14 એપ્રિલના રોજ ખરીદી કરાય હોવા છતાં 21 દિવસ વીતી ગયા બાદ સેમ્પલ સીલ કરવાની કામગીરી ચાલે છે તે અનેક પ્રકારની શંકા ઉભી કરે છે. જે અંગે ખેડૂત આગેવાન પાલ આંબલીયા દ્વારા જણાવાયુ હતુ કે, કેશોદ જેમ ભાવનગરના તળાજામાં પણ તુવેર કૌભાંડ થયું હોવાની આશંકા લાગી રહી હોવાનું ખેડૂત આગેવાને લાગી રહ્યું છે.