કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોળી બની હતી. ભાવનગરના ખેડૂતો પણ તેનો ભોગ બન્યા હતાં. જિલ્લાના 10 તાલુકાઓના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેથી રાજ્ય સરકારે રાજ્યના ખેડૂતોની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સહાયની જાહેરાત કરી હતી. જેનો સર્વે જિલ્લાના તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યો હતો.
ભાવનગર, મહુવા, ઉમરાળા તાલુકાના ખેડૂતોને 6800 રૂપિયાના સ્લેબમાં તેમજ પાલીતાણાના 11 ગામો અને તળાજાના 90 ગામોને પણ 6800 રૂપિયાના સ્લેબમાં સહાયની ચૂકવણી કરવામાં આવશે. જ્યારે ઘોઘા, સિહોર, ગારીયાધાર, જેસર, વલ્લભીપુરના ગામોમાં ખાતા દીઠ રૂપિયા 4000ની સહાય ચૂકવવામાં આવશે.
આ બાબતે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની છે. જેની માટે 1 ડીસેમ્બરથી 31 ડીસેમ્બર સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે. અત્યાર સુધી એટલે કે, 20 દિવસમાં લગભગ 1 લાખ ખેડૂતોએ સહાય માટેની ઓનલાઈન કરી છે.
આમ, ખેડૂતો આ સહાય યોજાનાનો લાભ લેવા માટે જાગ્રત થયા છે. જેમને ખેતીવાડી અધિકારીઓ પણ આ અંગે જરૂરી જાણકારી આપી તેમને મળવા પત્ર સહાય માટેનું માર્ગદર્શન આપી રહ્યા છે.