ભાવનગરઃ ભાવનગર જિલ્લાના ડમીકાંડમાં એક પછી એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. ભાવનગર પોલીસે બુધવારે ચાર આરોપીઓને ઝડપ્યા બાદ બીજા નવા 4 આરોપીને ઝડપી લીધા છે. પોલીસમાં સામેથી હાજર થયેલા શિવુભા ગોહિલની પૂછતાછમાં 25.50 લાખ મળ્યા હોવાનું સામે આવ્યું છે. શિવુભાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં એમના 30 તારીખ સુધી રિમાન્ડ મંજૂર કરી દેવાયા છે. જ્યારે ગઈકાલે પકડેલા આરોપીના પણ રિમાન્ડ મેળવ્યા છે.
કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાઃ ભાવનગર ડમીકાંડમાં વધુ ચારને ઝડપવામાં આવ્યા છે. જો કે SIT ટીમ દ્વારા 25 તારીખે પકડવામાં આવેલા અસલી પરિક્ષાર્થીઓ પકડાયા છે. જ્યારે તેના સ્થાને કોણ હતું તેનો ખુલાસો થયો નથી. આ મામલે નોંધાયેલી FIRના 36 નામ ઉપરાંતના અસલ પરિક્ષાર્થી ચાર હાથ લાગ્યા છે. ડમીકાંડમાં પકડાયેલા ચાર અસલ ઉમેદવારોના નામ શરદ પનોતે રિમાન્ડ દરમિયાન આપ્યા હોવાથી અટકાયત થઈ છે. જેમાં જોઈએ તો ચંદ્રદીપ ચૌહાણ MPHWની પરીક્ષાનો અસલ ઉમેદવાર, મહાવીરસિંહ રઘુભા સરવૈયા-ગ્રામસેવકનો અસલ પરિક્ષાર્થી, કીર્તિકુમાર પનોત-પરિક્ષાર્થી ગ્રામસેવક, સંજય ગોવિંદ સોલંકી હાલ MPHW નોકરી છોટા ઉદેપુર, અસલ પરિક્ષાર્થી MPHWનો સમાવેશ થાય છે.
અસલી ડમી કોણઃ હવે આ લોકોની જગ્યાએ બેસનાર ડમી ઉમેદવારને પકડવા માટે પોલીસે કમરકસી છે. જો કે આ પકડાયેલા ફરિયાદ બહારના આરોપીઓ છે. આ ચારેયને ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા એક દિવસના ગઈકાલ સુધી 26 તારીખ સાંજ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. ભાવનગર ડમીકાંડમાં SITની ટીમ દ્વારા વધુ ચાર સખ્સને ઝડપી લેવામાં આવ્યા છે. ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં આંકડો 27 ઉપર પહોંચ્યો છે.
આ પણ વાંચોઃ Suicide Case: અમદાવાદમાં કિડનીની બીમારીથી કંટાળી યુવતીએ જીવન ટુંકાવ્યું
આરોપીઓની યાદીઃ પોલીસે મહેશભાઇ રામજીભાઇ ચૌહાણ, વિજયભાઇ ધુડાભાઇ જાંબુચા, રીયાજભાઇ કાદરભાઇ કાલાવડીયા જાતે.મેમણ અને પ્રતિપાલસિંહ જયુભા ગોહિલને ઝડપી લીધા છે. ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણીમાં ફરાર શિવુભાએ સામેથી હાજર થઈ મીડિયા સામે આ બનાવમાં રાજકીય સેટઅપ હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે બીજા દિવસે પૂછતાછમાં શિવુભાના મિત્ર સંજય જેઠવાના ઘરેથી શિવુભાએ આપેલા થેલો મળી આવ્યો હતો. જેમાં 25.50 લાખ મળી આવ્યા હતા.