ભાવનગર: સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે ડમી કાંડ માં સંડોવાયેલા વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેથી આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 23 આરોપીઓ ઝડપાયા છે. યુવરાજસિંહની દાવેબાજી બાદ એમના સાળા એ પણ સમગ્ર મામલો રાજકીય મુદ્દાઓ પર ઢોળી ને બચાવ લક્ષી નિવેદન આપ્યું છે. પકડવામાં આવેલા અસલી પરિક્ષાર્થીઓ પકડાયા છે. જ્યારે તેના સ્થાને કોણ હતું તેનો ખુલાસો થયો નથી. ડમીકાંડમાં પકડાયેલા ચાર ઉમેદવારોના નામ શરદ પનોતે આપેલા છે. જે આગાઉ પકડાઈ ચૂક્યો હતો.
પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર: ભાવનગર શહેરના ડમીકાંડમાં યુવરાજસિંહ જાડેજા સામે પોલીસે ફરિયાદ નોંધીને તપાસમાં 1 કરોડની ખંડણી નોંધાવી છે. તેમાં છ શખ્સો સામે નોંધાયેલી ફરિયાદમાં ફરાર યુવરાજસિંહના સાળા શિવભદ્રસિંહ ગોહિલ ઉર્ફે શિવુભા ગોહિલ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થયા હતા. SIT ટીમ સામે સામેથી આવેલા શિવભદ્રસિંહ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગાઉ ઈન્ટરનેટ થકી મેસેજ દ્વારા કેટલાક મીડિયાને જાણ કરીને બાદમાં હાજર થયા હતા.નિલમબાગ પોલીસ સ્ટેશનમાં શિવભદ્રસિંહ એ સમગ્ર ઘટનામાં પોતાની પ્રતિક્રિયા આપી હતી. કાનભા ના કહેવા પ્રમાણે 38 લાખ મળ્યા છે. જેને લઈ શિવુભાએ કહ્યું હતું કે રાજકીય સેટઅપ છે ફસાવવામાં આવી રહ્યા છે.
ફરી મળી આવ્યા બંડલો: યુવરાજસિંહ જાડેજા ના ફરાર બીજા સાળા શિવુભા નિલમબાગ પોલીસ સ્ટેશન સામેથી હાજર થયા બાદ પોલીસે કબ્જો મેળવીને શિવુભાની પૂછતાછ કરી હતી. જેમાં તેના મિત્રો જેની વિક્ટોરિયા પ્રાઇમમાં ઓફિસ આવેલી છે. તેવા સંજય જેઠવા નું નામ આવતા તેની પૂછપરછ કરતા તેને શિવુભા થેલો આપ્યો હોવાની કબૂલાત કરી હતી. સંજય જેઠવા શીવુભાએ થેલો આપ્યો હોય જે માંગે ત્યારે આપવા શિવુભાએ જણાવ્યું હતું. આથી પંચોને સાથે રાખીને સંજય જેઠવા ના ઘરે તપાસતા પોલીસને 25.50 લાખ રોકડા ભરેલો થેલો મળી આવ્યો હતો. આમ કાનભા બાદ બીજા સાળા દ્વારા પણ રોકડ રકમ મળી આવી હતી. આથી પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. જેનો વિડીયો પણ પોલીસે જાહેર કર્યો હતો.
ડમીકાંડમાં વધુ ચાર: ડમીકાંડ માં પકડાયેલા બધું ચાર અસલ પરિક્ષાર્થી કોણ ભાવનગર ડમીકાંડમાં વધુ ચારને ઝડપવામાં આવ્યા છે. 19 નો આંકડો હવે 23 પર પહોંચ્યો છે. જો કે SIT ટીમ દ્વારા પકડવામાં આવેલા અસલી પરિક્ષાર્થીઓ પકડાયા છે. જ્યારે તેના સ્થાને કોણ હતું તેનો ખુલાસો થયો નથી. નોંધાયેલી FIRના 36 નામ ઉપરાંતના અસલ પરિક્ષાર્થી ચાર હાથ લાગ્યા છે. ડમીકાંડ માં પકડાયેલા ચાર અસલ ઉમેદવારોના નામ શરદ પનોતે રિમાન્ડ દરમિયાન કબુલાતમાં આપ્યા હોવાથી અટકાયત થઈ છે.
પોલીસે કમર કસી: 1.ચંદ્રદીપ ચૌહાણ, રહેવાસી ઉમરલા,તળાજા,અભ્યાસ, MPHWની પરીક્ષાનો અસલ ઉમેદવાર, 2. મહાવીરસિંહ રઘુભા સરવૈયા નવા સાંગાણા, ખેતી, ગ્રામસેવક નો અસલ પરિક્ષાર્થી,3. કીર્તિકુમાર પનોત, રહેવાસી નવું દિહોર,ખેતી, પરિક્ષાર્થી ગ્રામસેવક. 4 સંજય ગોવિંદ સોલંકી રહેવાસી કોંજળી, મહુવા અને હાલ MPHW નોકરી છોટાઉદેપુર, અસલ પરિક્ષાર્થી MPHW હવે આ લોકોની જગ્યાએ બેસનાર ડમી માટે પોલીસે કમર કસી છે. જો કે આ પકડાયેલા ફરિયાદ બહારના આરોપી છે.