ETV Bharat / state

Dummy Candidate Scam: ડમીકાંડમાં SITની રચના, થશે મોટા ખુલાસા - SIT constituted in Dummy kand

રાજ્યમાંથી જ્યારે પણ કોઈ મોટું કૌભાંડ પકડાય છે ત્યારે મોટી તપાસ એજન્સીને તપાસ સોંપવામાં આવે છે. રીપોર્ટ તૈયાર કરાવવામાં આવે છે. ભાવનગરમાંથી ડમીકાંડ સામે આવ્યા બાદ આ કેસમાં તપાસ હવે SIT પાસે તપાસ પહોંચી છે. સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ આ કેસમાં સંડોવાયેલા અન્ય ચહેરાઓ સુધી પહોંચીને મોટા ખુલાસા કરી શકે છે. જ્યારે પકડાયેલા પાસેથી કોઈ સ્ફોટક વિગત પ્રાપ્ત થઈ શકે છે.

ડમીકાંડમાં SITની રચના કરતા ભાવનગર IG
ડમીકાંડમાં SITની રચના કરતા ભાવનગર IG
author img

By

Published : Apr 17, 2023, 10:12 AM IST

ભાવનગર: ભાવનગર શહેરમાં 11 વર્ષથી ચાલતા ડમી કાંડમાં આરોપી શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. ડમીકાંડમાં અંતે ભાવનગર રેંજના IG ગૌતમ પરમાર અને ડીએસપી રવિન્દ્ર પટેલ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SIT ની રચના કરી છે. જો કે ટીમમાં મુખ્ય સાત અધિકારીઓ તપાસકર્તા છે. IGએ માત્ર DYSP નીચેના PI અને PSIની ટીમની રચના કરીને તપાસ સોંપી છે. રાજ્યના કોઈ ઉચ્ચ અધિકારીને લઈને SITનું નિર્માણ કરવામાં આવ્યું નથી. કેટલાક નોકરીઓ પ્રાપ્ત કરીને સરકારને ઠગતા લોકોની હારમાળા લાગે તો નવાઈ નહિ તેવી અટકળોએ પણ જોર પકડ્યું છે. જોકે, આ કેસનો રીપોર્ટ સામે આવ્યા બાદ 'વહીવટ' કરીને બની બેઠેલા લોકોના પાયા હચમચી શકે છે.

આ પણ વાંચોઃ Ahmedabada News: NRI મહિલા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સની બોડકદેવ પોલીસે કરી ધરપકડ

ચાર શખ્સોની ધરપકડ: ભાવનગરમાં 11 વર્ષથી ચાલતા ડમી કોભાંડમાં ભાવનગર પોલીસે આરોપી શખ્સોની ધરપકડ કરી છે. જેમાં શરદ ભાનુશંકર પનોત, પ્રકાશ ઉર્ફે પી કે કરસનભાઈ દવે, બળદેવ રમેશ રાઠોડ અને અને પ્રદીપ નંદલાલ બારૈયાનો સમાવેશ થાય છે. જેને એકબીજાને મદદ કરીને અલગ અલગ પરીક્ષાઓમાં ઉમેદવારો પાસેથી મોટા પ્રમાણમાં પૈસા લીધા હતા. ઉમેદવારોની હોલ ટિકિટ તથા આધારકાર્ડમાં ફોટા સાથે ચેડા કરી ડમી ઉમેદવારો તરીકે મિલન ઘુઘાભાઈ બારૈયા તથા બીજા ડમી ઉમેદવાર બેસાડી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હતો. પોલીસે આ શખ્સોની વધુ પૂછતાછ હાથ કરી છે. કોર્ટમાં પણ રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ પણ મેળવી લેવાયા છે.

આ પણ વાંચો Dummy Candidate Scam: ભાવનગર ડમીકાંડના ચાર આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજુર, જાણો કઈ પરીક્ષા અને ક્યાં ડમી ઉમેદવાર

નિમણૂક કરવામાં આવી: ભાવનગર IG ગૌતમ પરમારે જાહેર કરેલી SIT ટીમમાં કોણ કોણ છે એ અંગે વિગત આપી છે. ભાવનગર રેન્જના IG ગૌતમ પરમાર અને DSP રવિન્દ્ર પટેલ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરાઈ છે. આ ટીમમાં મુખ્ય સુપરવિઝન અધિકારી DYSP ભાવનગર આર આર સિંઘલને નિમણૂક કરવામાં આવી છે. SOGના PI ને તપાસ અધિકારી તરીકે નિમાયા છે. જેનું નામએસ બી ભરવાડ નિમાયા છે. જેમની નીચે 7 PSI આર બી વાધિયા,વી સી જાડેજા, એચ આર જાડેજા,ડી એ વાળા,એચ એસ તિવારી,પોલીસ સ્ટાફના રાઇટર છે.

મોટી તપાસ થશેઃ જ્યારે હેડ ક્વાર્ટરના સ્ટાફ જોડવામાં આવ્યો છે. આ સાથે LCB ઇન્ચાર્જ પીઆઇ અને ફરિયાદી બી એચ શીંગરખીયા,LCB સ્ટાફ, PSI કે એમ પટેલ,PSI પી બી જેબલિયા, PSI પી આર સરવૈયા,SOG સ્ટાફ તપાસમાં જોડાવાના છે. આમ જોઈએ તો અંદાજે 25 થી વધુ અધિકારી કર્મચારી તપાસ કરવાના છે. જોકે, આ તમામ આરોપી પાસેથી પણ કેટલીક ચોંકાવનારી વિગત પ્રાપ્ત થઈ શકે છે.

આ પણ વાંચો Bhavnagar News: વાહનની ડુપ્લીકેટ RC બુક બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, અમદાવાદનો શખ્સ મુખ્ય માસ્ટર માઈન્ડ

આવી હતી ઘટના: તારીખ 14 એપ્રિલે ભરતનગર પોલીસ સ્ટેશનમાં LCB પી આઈ એ ફરિયાદી બનીને 36 સામે ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના બીજા દિવસે 15 એપ્રિલે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જો કે ત્યાર બાદ અટકળો અનેક શરૂ થઈ છે. પોલીસે ફરિયાદમાં બતાવેલા 30 નંબરના આરોપી સંજય હરજીભાઈ પંડ્યા જે કરાઈ ગાંધીનગર ખાતે હોવાથી પૂછતાછ આદરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સાથે બીપીન ત્રિવેદીને પણ પોલીસ કબ્જામાં રાખવામાં આવ્યો હોવાની અટકળો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.