- શ્વાન પકડવાનો કોન્ટ્રકટ લેનાર એજન્સી રદ્દ
- ભાવનગરમાં શ્વાનની સંખ્યા 5 હજાર આસપાસ પહોંચી
- કમિશ્નરે એજન્સી પાસે 7 દિવસમાં ખુલાસો માંગ્યોખસીકરણ
ભાવનગર: જિલ્લામાં શ્વાનની સંખ્યા 5 હજાર આસપાસ પહોંચી ગઈ છે, ત્યારે હવે ખસીકરણનું માંડ મુહૂર્ત આવ્યું છે. તેવામાં જીવદયાપ્રેમીઓએ કમિશ્નરને કેન્દ્ર એનિમલ વેલ્ફેર બોર્ડ પ્રોજેકટ મેળવનાર એજન્સીને રદ્દ કરી હોવાનો પત્ર હાથમાં થંભાવી દેતા કમિશ્નરને ના છૂટકે કામગીરીને થોભીને દિવસ 7 માં ખુલાસો એજન્સી પાસે માંગ્યો છે.
શ્વાનને લઈને શું નવો વિવાદ થયો
ભાવનગરમાં શ્વાનની વધેલી સંખ્યા કાબુમાં લેવા માટે મનપા દ્વારા ખાસ ABC પ્રોજેકટ હેઠળ શ્વાન માટે હોસ્પિટલ બનાવી અને આશરે 500 જેટલા શ્વાનનું ખસીકરણ થઈ ચૂક્યું છે ત્યારે પ્રોજેકટ આપવામાં આવેલા કોન્ટ્રાકટરની કંપની દ્વારા બધા નિયમ નેવે મુકવામાં આવ્યા હોવાનું એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા કરાયેલા પત્રને લઈને જીવદયા પ્રેમીઓ કમિશનર પાસે પહોંચ્યા હતા.
![ખસીકરણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn02svaanstopavchirag7208680_21012021225545_2101f_04358_381.jpg)
પત્ર કમિશનરને આપતા કામગીરી બંધ
શ્વાન માટે અગાવ પણ જીવદયાપ્રેમીઓ અગાઉ શ્વાનની પકડવાની વાનમાં વધુ શ્વાન ભરવાને લઈને પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે, ત્યારે હાલમાં કેન્દ્ર એનિમલ વેલફર બોર્ડ મનપાએ શ્વાન ખસીકરણ માટે આપેલા પ્રોજેકટની કંપની યશ ડોમેસ્ટિક રિસર્ચ સેન્ટર એજન્સીને રદ્દ કરી હોવાનો પત્ર કમિશ્નરને જીવદયાપ્રેમીઓએ આપતા કમિશ્નરે એજન્સીને 7 દિવસ કામ બંધ કરી ખુલાસા માંગવાની સાથે નોટિસ આપી છે.