ભાવનગર: શહેર જ નહિ સમગ્ર દેશમાં જ્યારે ખાનગી હોસ્પિટલોને કોરોના સારવાર માટે છૂટ આપવામાં આવી છે. ત્યારે જિંદગી નહિં પ્યારો ખાનગી હોસ્પિટલોને પણ પૈસો લાગે છે. આ વાક્ય ભાવનગરમાં લાગુ પડ્યું છે. એટલે કે કોરોના દર્દી ખાનગી હોસ્પિટલમાં એક ઇન્જેક્શનના કારણે મૃત્યુ પામ્યા અને પાછળથી પરિવાર સામે આવ્યું કે મૃતક દર્દીના આધારકાર્ડ પર તો ઇન્જેક્શન મેડિકલ સ્ટોરમાંથી અપાયા છે. તો પ્રશ્ન ઉભો થયો કે શું પૈસાના પ્રેમમાં ખમગી હોસ્પિટલોને જિંદગી કરતા હવે પૈસો પ્યારો લાગ્યો છે. જો કે મનપાએ તપાસ કમિટી બનાવવાની બાંહેધરી હાલ આપી છે.
ખાનગી હોસ્પિટલની કોરોના નામે લૂંટફાટ ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલી ક્રિષ્ના હોસ્પિટલમાં અન્ય દર્દીના નામે રેન્ડ મસીવર ઇન્જેક્શન અન્ય દર્દીઓને આપી દેવામાં આવ્યા હતાં. જ્યારે ખરેખર જે દર્દીને ઇન્જેક્શનની જરૂર પડી તેને ઇન્જેક્શન ન મળતાં તેનું મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવી દીધો હતો અને સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.શહેરના કાળુભા રોડ પર આવેલી ક્રિષ્ના હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ચંદ્રકાંત શાહ નામના દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના સગા સંબંધી પાસેથી હોસ્પિટલના પ્રકાશભાઈ નામના ડોક્ટરે આધારકાર્ડ લઇ અને દર્દીના નામે ભાવનગરની ભીમ્સ હોસ્પિટલમાંથી રેન્ડસીવર નામના છ ઇન્જેક્શનો જે કોરોનાની સારવારમાં કન્ડિશનમાં દર્દીને આપવામાં આવે છે. આ છ જેટલા ઇન્જેક્શન મેળવી અને અન્ય દર્દીને આપી દેવામાં આવ્યા છે અને જ્યારે ચંદ્રકાંતભાઈ શાહની બીજા દિવસે તબિયત લથડતા તેમને ઇન્જેક્શન ની જરૂર પડતાં તેમના સગા સંબંધીઓ દ્વારા આધારકાર્ડ લઈને ઇન્જેક્શન લેવા જતાં તેમને જાણ થઈ કે તેમના નામે ઇન્જેક્શન ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ જવાયા છે.દરમિયાનમાં દર્દીનું અવસાન થતાં પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટરો પર આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલ દ્વારા તેમના નામે ઇન્જેક્શન લઇ અન્ય દર્દીઓને ઉંચા ભાવે વેચી દીધા છે અને જયારે ખરેખર તેમને ઇન્જેક્શન જરૂર પડી ત્યારે ઇન્જેક્શનના મળતાં તેમના અવસાન થયું છે.