ભાવનગર: દરિયા કાંઠે બીપરજોય વાવાઝોડાને પગલે 15 જુનના રોજ ફરી દરિયામાં કરંટ જોવા મળ્યો છે. મહુવાથી ઘોઘા સુધીનાં દરિયામાં મોજાઓ ઉછળી રહ્યા છે. અમાસ નજીક આવતા ભરતીના સમયે કિનારા પર મોજાઓ અથડાઈને ઉંચા ઉછળી રહ્યા છે સાથે વરસાદ પણ જિલ્લામાં વરસી રહ્યો છે. ભારે પવનની સાથે વરસાદ પણ વરસી રહ્યો હતો.
ઘોઘા બંદરની સ્થિતિ: ઘોઘાના દરિયાકાંઠે 15 જૂનના રોજ બપોરે આવેલી ભરતીને પગલે કિનારા ઉપર વાવાઝોડાનો કરંટ જોવા મળતો હતો. ETV ભારતે ગોગાના દરિયા કિનારાને સ્થળ મુલાકાત લીધી ત્યારે ભારે પવન વરસાદ સાથે મોર જાઓ કિનારે ઉછળી રહ્યા હતા. આશરે પાંચ ફૂટથી લઈને 10 ફૂટ સુધી કિનારા ઉપર મોજા અથળાઈને ઉછળતા જોવા મળ્યા હતા.
અલંગના દરિયા કિનારે: અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ સૌથી મોટું રિસાઈકલિંગ યાર્ડ એશિયાનું છે. 20 હજારથી વધુ મજૂરો કામ કરે છે. અલંગના દરિયા કિનારે પણ ભારે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. બે દિવસથી કામગીરી બંધ કરી દેવામાં આવી છે. ખોલીઓમાં પણ મજૂરો સુરક્ષિત છે. પવન અને વરસાદને કારણે અલંગ પંથકમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. દરિયા કિનારા ઉપર તંત્રના પોલીસ જવાનોથી લઈને બચાવ ટુકડીઓ પણ તૈનાત છે. જિલ્લામાં 2 mm થી 13 mm વરસાદ બપોર સુધી અલગ અલગ તાલુકામાં વરસ્યો છે. સિહોર ગારીયાધાર અને પાલીતાણામાં 12 mm જેટલો વરસાદ 4 કલાક ઔધી નોંધાયો હતો.
મકાનો પવનને કારણે ક્ષતિગ્રસ્ત: ઊંચા કોટડામાં ચામુંડા માતાજીના મંદિરે આસપાસ આવેલા રહેણાક વિસ્તારમાં ભારે પવનને કારણે સિમેન્ટના પતરાઓ ઉડયા હતા. પતરાઓ ઉડવાને કારણે અને અન્ય મકાનોને પવનને કારણે ક્ષતિગ્રસ્ત થયા હતા. આ સાથે ઉંચા કોટડામાં ત્રણ લોકોને સામાન્ય ઈજા થતાં સારવાર માટે પણ ખસેડાયા હતા. ત્યારે મીઠીવિરડીમાં મચ્છી ઝીંગા ફાર્મ કામ કરતા લોકોને પણ ખસેડવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના તાલુકાઓમાં અલગ-અલગ સુરક્ષાની ટીમો સાધનો સાથે તૈનાત છે.