ભાવનગર: ખેડૂતો સતત ડુંગળીના ભાવને લઇને સરકારને રજૂઆત કરી રહી છે. એમ છતાં ગુજરાત સરકારા કાને ખેડૂતોના અવાજ પડઘાતા ન હોય એવો ઘાટ છે. ગુજરાતમાં રાજ કરતી સરકારના કાન અને આંખ બંધ જ છે એવું ખેડૂતો માની રહ્યા છે. એ નેતા ભલે દિલ્હીમાં હોય પણ લોકોના દિલ અને દુખની વાત જાણે છે. ગુજરાતના નેતાઓ સુતા રહ્યા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહે ખેડૂતોના પ્રશ્ન દિલ્હી સુધી રજૂઆત કરી દીધી છે. વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યપ્રધાનને ખેડૂતોને ડુંગળીના ભાવ પેટે મળતી રકમમાં વધારો કરવા રજૂઆત કરી છે. જો દિલ્હી સુધી આ વેદના અનુભવાતી હોય તો ગુજરાતના નેતાઓ જાણી જોઇને ખેડૂતોની રજૂઆત નકારતા હોય એવું ચિત્ર હાલ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો Bhavnagar news: ડુંગળીના ભાવ તળિયે જતા ભાજપના જ કિસાન મોરચાએ સીએમને લખ્યો પત્ર
આવક અને ભાવ: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક દિવસમાં આવેલી ચાર લાખ ગુણીને કારણે માર્કેટિંગ યાર્ડ અને સબ યાર્ડ બંને ભરાઈ ગયા છે. જો કે ઘણા સમયથી ડુંગળીની કારણે ભાવ તળિયે પહોંચી ગયા છે. રૂપિયા 55 થી લઈને 165 ની વચ્ચે ભાવ મળી રહ્યા છે. આમ જોઈએ તો મોટાભાગના ખેડૂતોની ડુંગળી બે રૂપિયામાંં વહેચાઈ રહી છે. આવા હાલ વચ્ચે ખેડૂતોની પડખે કોઈ સ્થાનિક નેતા કે એક પણ ધારાસભ્ય આવ્યા નથી. વિપક્ષે હવે દિલ્હીથી જ વિરોધનો સુર લગાવીને વડાપ્રધાન સુધી રજૂઆત કરી છે.
આ પણ વાંચો Bhavnagar Marking Yard: મહુવાના ખેડૂતોની મહેનત પાણીમાં, ડુંગળીના ભાવ તળીયે
ભાવનગર જિલ્લામાં ભાવનગર,તળાજા અને મહુવામાં ડુંગળીના ટ્રેક્ટરો લઈ આવતા ખેડૂતોની લાંબી કતારો લાગી રહી છે. સરકારે આમાં તાત્કાલિક MSP જાહેર કરવી જોઈએ. જો કે આ ડુંગળીના ભાવ 2 રૂપિયે કિલો થઈ જવાથી ખેડૂતના હિતમાં સબસીડી પણ જાહેર કરાય તેવી માંગ કરી છે. કપાસમાં પણ ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરતા ખેડૂતોને ભાવ મળ્યા નથી. ત્યારે ડુંગળીને પગલે કેન્દ્ર સરકાર અને રાજ્યના મુખ્યપ્રધાનને ઈ-મેલ મારફત મેં માંગ કરી છે-- શક્તિસિંહ ગોહિલ
ખેડૂતોને ખર્ચના પૈસા નહિ: ભાવનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને પોતાના કરેલા ખર્ચના પણ પૈસા નહીં નીકળતા હોવાને કારણે રોષ ફેલાયેલો છે. કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતો માટે MSP અને સબસીડીની માંગ કરી છે. જો કે ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં રોજની 50,000 ગુણીની હરાજી થઈ રહી છે. જેમાં ભાવ 55 રૂપિયા થી લઈને 165 લાલ ડુંગળીના મળી રહ્યા છે. ત્યારે સફેદ ડુંગળીના 165 થી લઈને 185 જેવો ભાવ માત્ર મળી રહ્યા છે. આમ ખેડૂતોને વાહરે વિપક્ષ આવ્યું છે અને માંગ કરી રહ્યું છે.