ભાવનગર : આયુર્વેદિક કોફી બનાવતા ભાવનગરના મહિલા છે પૃથા યાજ્ઞિક જોશીની. જેમણે બનાવેલી કોફી વિધાઉટ કેફીન કોફી અનેક રોગો સામે રામબાણ અને લત છોડાવવા તીર સમાન કામ આપે તેવી છે. ભાગદોડવાળી જીંદગીમાં લોકોને ચા અને કોફીની લત લાગી જાય છે. આ સાથે સુગરના કારણે પીડાતા લોકો માટે કોફી વિધ આઉટ કેફીન રામબાણ સમાન છે.
ફિઝિક્સના શિક્ષક : પોતાના બાળકમાં આવેલી બીમારી બાદ ભાવનગરના પૃથા યાજ્ઞિક જોશીએ શરીરને સ્વસ્થ રાખવા માટેના ઔષધ બનાવી શકાય તેવા આયુર્વેદ ક્ષેત્રમાં ઝંપલાવીને ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે. ફિઝિક્સના શિક્ષક હોવા છતાં પુત્રની તકલીફ સમાજના સ્વાસ્થ્યની ચિંતા તરફ એક ડગલું આગળ વધારાવ્યું અને આજે કોફી વિધ આઉટ કેફીન નામની કોફી લોકપ્રિય પણ બની છે.
ડાયાબિટીસના દર્દીઓને ઉપયોગી : ભારત દેશમાં દિવસે વધતા આધુનિક કલ્ચરમાં લોકોનો ખોરાક પણ બદલાઈ રહ્યો છે. ત્યારે કેટલીક માંદગીઓ પણ ઘર કરી રહી છે. જો કે ચા અને કોફીના શોખીન લોકોને પડેલી લત અને ડાયાબિટીસના દર્દીઓ તેમજ વજન ઘટાડવા માંગતા લોકો માટે ભાવનગરના પૃથાબેન યાજ્ઞિક જોશીએ કોફી વિધઆઉટ કેફીનની શોધ કરી છે. આ કોફી આયુર્વેદિક છે સાથે ગુણકારી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. કોફી વિધાઉટ કેફીનની માંગ દિવસે દિવસે વધી રહી છે.
પુત્રને ઓટિઝમ બીમારી બાદ જાગી પ્રેરણા : ભાવનગરના પૃથાબેન યાજ્ઞિક જોશી ફિઝિક્સ વિષયના શિક્ષક હતા. તેઓ મુંબઈ અને ભાવનગરમાં ફિઝિક્સના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ પોતાના નાના બાળકને ઓટિઝમ ડિસઓર્ડર બાદ તેમણે જોબ છોડી ઘરે ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી હતી. તેમને પ્રણ લીધું હતું કે તેઓ કોઈપણ હાનિકારક દ્રવ્યનો ઉપયોગ કર્યા વગર ગૃહ ઉદ્યોગમાં ચીજો બનાવીને તેનું વેેચાણ સમાજ કલ્યાણ માટે કરશે, જે સમાજને ખૂબ જ ઉપયોગી હશે. આમ તેઓ ધીરે ધીરે એક ડગલું ગૃહ ઉદ્યોગમાં આગળ વધ્યા હતાં. આજે તેમની બનાવેલી ઘણી આયુર્વેદ ચીજોની માંગ લોકો કરી રહ્યા છે.
આ પણ વાંચો Coffee with Milk : દૂધ સાથે કોફી પીવી સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
વારસામાં આયુર્વેદ સંસ્કાર : ભાવનગર યાજ્ઞિક જોશીના માતા અને તેમના નાના આયુર્વેદમાં એમડી હતાં. એટલે કે વારસામાં મળેલી આયુર્વેદની જ્ઞાનની પોથીને માર્ગદર્શન મેળવી ગૃહ ઉદ્યોગમાં સાંકળી લીધી છે. પૃથાબેને પ્રથમ વિક્ટોરિયા પાર્કની બહાર ગ્રીન ટી બનાવીને વહેચાણ કરવાની શરૂઆત કરી હતી. બાદમાં લોકોની માંગ વધતા પૃથાબેને તેમાં પણ નવું સંશોધન કર્યું હતું. પૃથાબેને જણાવ્યું હતું કે તેમની સ્પીચિંગ અને માર્કેટિંગની સ્કીલ વધારવા માટે તેમને વિક્ટોરિયા પાસે ગ્રીન ટીનો સ્ટોલ નાખ્યો હતો. પરંતુ લોકોની માંગ વધતા મેં ગૃહ ઉદ્યોગ નીચે ગ્રીન ટીને ડ્રાય ફોર્મમાં બનાવીને તેનું ડસ્ટમાં રૂપાંતર કર્યું હતું. તેમ ગ્રીન ટીની માંગ આજે લોકોમાં પણ ખૂબ જોવા મળી રહી છે. આ સાથે લેમન હર્બલ ટી, ગ્રીન કોફી કાવો,કાઠીયાવાડી કાવો પણ બનાવી રહ્યા છીયે.
નવું સંશોધન "કોફી વિધ આઉટ કેફીન" : પૃથાબેન યાજ્ઞિક જોશીએ હાલમાં જ કોફીમાં નવું સંશોધન કર્યું છે. પૃથાબેને જણાવ્યું હતું કે તેમણે મેથીમાંથી કોફી બનાવી છે. જેની માંગ ખૂબ રહેતી હોય છે. ખાસ પ્રકારની પ્રોસેસ કરીને તેના પ્રોટીન જળવાઈ રહે તે રીતે કોફી બનાવવામાં આવી છે. જેનું નામ કોફી વિધ આઉટ કેફીન આપવામાં આવ્યું છે. જો કે આ મેથીની કોફીની માંગ મુંબઈ,કલકત્તામાંથી પણ થઈ રહી છે. હાલમાં તેઓ ઓનલાઇન વેેચાણ પણ શરૂ કરવાના છે. મેથીની કોફીથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થશે. આ સાથે કેટલાક લોકોમાં કોફીની પડેલી લત અને બાળકોમાં ઊભી થયેલી કોફીની લત દૂર કરવા માટે તેમની મેથીની કોફી રામબાણ સાબિત થઈ શકે છે. જ્યારે વજન ઘટાડવા માટે પણ મેથીની કોફી મહત્વનો ભાગ ભજવી શકે છે. જેની માંગ ધીરે ધીરે વધી રહી છે.
હેલ્થ બેનિફિટની રીતે ખૂબ ઉપયોગી : પૃથાબેન યાજ્ઞિક જોશીએ પોતાની આ નવી પ્રોડક્ટના ગુણલાભ વિશે જણાવતાં ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે 'મેથીની કોફીના હેલ્થ બેનિફિટ છે તેના પ્રોટિન એક્ટિવેટ થાય અને લોકોને તેનો લાભ મળે તેવી પ્રોસેસથી બનાવી છે. આનો સ્વાદ એકદમ કોફી જેવો છે. જો લોકોને ચા કે કોફીની લત છોડવી હોય તો અમારી કોફી બહુ ઉપયોગી છે અને તે સ્વાદિષ્ટ છે. હવે હું તેને ઓનલાઇન વેચાણ પણ શરુ કરવા જઇ રહી છું. અમારી કોફી વિધાઉટ કેફીનની ખૂબ ડિમાન્ડ છે. કારણ કે તેમાં બે જ ઇન્ગ્રિડિયન્ટ છે. આ ડાયાબિટીક લોકો માટે અને વજન ઘટાડવા માટે પણ બહુ ઉપયોગી છે. હોસ્ટેલમાં રહેતા ટીનેજ વિદ્યાર્થીઓના માબાપ પણ આ કોફી વિધાઉટ કેફીન મગાવી રહ્યાં છે કારણ કે તેઓ કહે છે કે તેમના બાળકોને સતત કોફી પીવાની આદત પડી છે તેના કરતાં આવું કંઇ પીવે તો સારું છે તો આ અમારી કોફી વિધાઉટ કેફીન છે તેની સારી એવી ડીમાન્ડ છે.'