- CM વિજય રૂપાણીએ મહાનગરપાલિકાઓની પ્રથમ સભાના શ્રી ગણેશ કર્યા
- જીતુભાઇ ભાન ભૂલ્યા, પાટીલના બદલે ફળદુ બોલી ગયા
- સભાના અંતમાં CMએ સરકાર સામે પ્રશ્ર થાય તેવા શબ્દો ઉચ્ચાર્યા
ભાવનગર: શહેરના આંગણે પૂર્વ પ્રદેશ પ્રમુખના મત વિસ્તારના વોર્ડ બોરતળાવમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મહાનગરપાલિકાઓની પ્રથમ સભાના શ્રી ગણેશ કર્યા અને સભાનો પ્રારંભ કરાવતા જીતુ વાઘાણી જ ભાન ભૂલીને પાટીલના બદલે ફળદુ બોલી ગયા હતા. એટલું જ નહીં અંતમાં CMએ ગુજરાતને ગુંડા મુક્ત અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવું છે તેમ કહેતા લોકોમાં પ્રશ્ન ઉઠ્યો કે, 25 વર્ષથી તો તમારી જ સરકાર છે તો શા માટે રાજ્યમાં ગુંડારાજ વધી રહ્યું છે?
ગુજરાતની મહાનગરપાલિકાઓની પ્રથમ CMની સભા ભાવનગરમાં
ભાવનગર શહેરને રાજ્યમાં મુખ્યપ્રધાને પક્ષ માટે પ્રચારમાં પ્રથમ પસંદ કર્યું છે. ભાવનગર બોરતળાવ વોર્ડમાં ત્રણ બેઠકો કોંગ્રેસની હતી. ત્યાં ભાજપે જંગી જાહેર સભા CMની રાખી હતી. CM અને પ્રદેશ પ્રમુખ ભાજપના સી.આર. પાટીલ ખાસ મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ પ્રમુખ સામે સભાનો પ્રારંભ કરાવનાર જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખનું નામ ભુલી ગયા
CMની પ્રથમ રાજ્યની જંગી જાહેર સભાનો પ્રારંભની શરૂઆત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુ વાઘણીએ કર્યો હતો. શરૂઆતમાં મહાનુભાવોના નામથી શરૂઆત કરતા જીતુ વાઘાણી પ્રથમ CMનું નામ અને બાદમાં પક્ષના પ્રદેશ પ્રમુખનું નામ ઉચ્ચારણ ભૂલમાં સી.આર. પાટીલના બદલે ફળદુ સાહેબ બોલી ગયા હતા ત્યારેે લોકોમાં ચર્ચાઓ ચાલુ જાહેર સભાએ થવા લાગી હતી.
સભાના અંતમાં CMએ સરકાર સામે પ્રશ્ર થાય તેવા શબ્દો ઉચ્ચાર્યા
CMએ પોતાના ભાષણમાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી. અંતમાં CMએ કહ્યું કે, ગુજરાતને ગુંડા મુક્ત, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરવું છે તેવું સંબોધન કર્યું હતું. ત્યારે પ્રશ્ર લોકોમાં ઉભો થયો હતો કે, 25 વર્ષથી રાજ્યમાં ભાજપનું જ શાસન છે તો CM શુ કહેવા માંગે છે શું તેમના રાજમાં ગુંડા અને ભ્રષ્ટાચાર છે ?