- બિઝનેસ સેન્ટરમાં માસ્ક ડ્રાઈવ દરમિયાન મહાનગર પાલિકાના અધિકારીઓ અને વેપારી વચ્ચે ઘર્ષણ
- મહાનગર પાલિકાના અધિકારી દ્વારા માસ્ક ન પહેરવા બદલ વેપારીને દંડ કરાતા સર્જાયો વિવાદ
- મહાનગર પાલિકાના અધિકારી અને વેપારી વચ્ચે સમજાવટથી મામલો પડ્યો થાળે
ભાવનગરઃ શહેરમાં કોરોના સંક્રમણને લઈને મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ ટીમ દ્વારા શહેરમાં માસ્ક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. જેમાં માસ્ક નહિ પહેરનારાને દંડ ફટરવામાં આવ્યો હતો. માસ્ક ડ્રાઈવ દરમિયાન બિઝનેસ સેન્ટરનાં વેપારીઓને દંડ ફટકારતા વેપારીઓ અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણ સર્જાતા મામલો ઘોઘા પોલીસ ચોકી પહોચ્યો હતો.
માસ્ક ડ્રાઇવમાં કોની કોની વચ્ચે થયું ઘર્ષણ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણને લઈને માસ્ક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જે અનુસંધાને આજે મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા શહેરની મેઈન બજારમાં આવેલા બિઝનેસ સેન્ટર કોમ્પ્લેક્ષમાં માસ્ક ડ્રાઈવ ચાલુ કરતા કેટલાક વેપારીઓને માસ્ક ન પહેર્યું હોવાના કારણે મોટી રકમના દંડની વસુલાત કરવામાં આવતા વેપારીઓ અને મહાનગરપાલિકા અધિકારીઓ વચ્ચે બોલાચાલી અને સામન્ય ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થતા સમગ્ર મામલો ઘોઘા પોલીસ ચોકી પહોંચ્યો હતો. જ્યાં વેપારી અને અધિકારો વચ્ચે સમજાવટથી ઉગ્ર થયેલા વેપારીઓના વિરોધને શાંત પાડતા મામલો થાળો પડ્યો હતો.