- ચેતન સાકરિયાના પિતાનું કોરોનાથી મોત
- ચેતનના પિતાનું કોરોનાથી થયું મોત
- IPLમાં સિલેક્ટ થયાના થોડા સમય પહેલા તેના ભાઈનું નિધન થયું
ભાવનગર : ચેતન સાકરિયા વરતેજ ગામનો રહેવાસી અને નવ યુવાન જેને IPLમાં સ્થળ મેળવ્યું છે. IPLમાં સિલેક્ટ થયાના થોડા સમય પહેલા તેના ભાઈનું નિધન થયું હતું. જ્યારે એ IPLમાં કેટલીક મેચ રમી ચુક્યો છે. ત્યારે ઘરમાં તેને કોઈ મોભીનો સહારો રહ્યો નથી. એટલે કે તેના પિતા કાનજીભાઈ મનજીભાઈ સાકરિયાનું નિધન થયું છે. ચેતનને માથે હવે કોઈ ઘરના મોભીનો હાથ રહ્યો નથી. પિતાના અવસાન પછી ચેતન સાકરિયા પર કોરોનાએ ચાબૂક મારીને જીવનના સફરમાં માત્ર મામાનો સહારો રહ્યો છે.
આ પણ વાંચો : હરખનો પ્રસંગ માતમમાં ફેરવાયો, પીઠીના દિવસે જ નર્સનું કોરોનાથી મોત
11 દિવસથી ચેતનના પિતા કોરોનાની સારવાર હેઠળ હતા
ચેતનના પિતા કાનજીભાઇ ગત 11 દિવસથી કોરોના સંક્રમિત હતા. અંતે સારવાર કરવા છતાં કાનજીભાઈનો જીવ લેવામાં કોરોના સફળ થયો છે. ચેતને નાની ઉંમરમાં સિદ્ધિ હાંસલ તો કરી છે, પરંતુ પિતાના જીવનમાં ખેડેલી દુઃખની જિંદગીને સફરમાંથી કાઢીને બે સુમાર જિંદગી જીવડાવવા તત્પર હતો. કોરોનાએ ચેતન સાકરિયા સ્વપ્નને ફરી રોળી નાખ્યું છે, ત્યારે ચેતન સાકરિયા પર આવેલા દુઃખમાં સૌ કોઈ તેના ચાહકો તેને સાથે સાથ આપીને ઉભા છે.
આ પણ વાંચો : સુરતમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરનું કોરોનાથી થયું મોત