ETV Bharat / state

મહુવાના બગદાણા ધામે પૂજ્ય બજરંગદાસ બાપાની 44 મી પુણ્યતિથિની સાદગીપૂર્વક ઉજવણી

author img

By

Published : Feb 1, 2021, 7:31 PM IST

બગદાણા ખાતે પૂજ્ય બજરંગદાસ બાપાની 44 મી પૂણ્યતિથિની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધજા પૂજન અને ગુરુપૂજનનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

bajrangdas bapa tithi 2021
પૂજ્ય બજરંગદાસ બાપાની 44 મી પુણ્યતિથિ
  • પૂજ્ય બજરંગદાસ બાપાની 44 મી પુણ્યતિથિની સાદગીપૂર્વક ઉજવણી
  • કોરોના મહામારીને લીધે ધજા પૂજન અને ગુરુપૂજનનું લાઈવ પ્રસારણ કરાયું.
  • કોરોના મહામારીને કારણે જાહેર ઉજવણી કરાઈ બંધ

મહુવા : બગદાણા ખાતે પૂજ્ય બજરંગદાસ બાપાની 44 મી પૂણ્યતિથિની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધજા પૂજન અને ગુરુપૂજાનનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે પૂજ્ય બાપાની પુણ્યતિથીનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં લઇને સાદગીથી આયોજન કરવામાં આવ્યુ હતું. પુણ્યતિથીમાં લાખો ભક્તોનો મહેરામણ ઉમટી પડતો હોય છે અને લાખો લોકો પ્રસાદી લે છે, પણ આ વખતે સાદગીથી ઉજવણી કરવામાં આવી.

પૂજ્ય ભાઈજી રમેશભાઈ ઓઝાએ પણ બાપાના આશીર્વાદ લીધા

આ પ્રસંગે ભાગવત કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાએ પણ બગદાણા બાપાના દર્શને આવી પહોંચ્યા હતા અને આશીર્વાદ લીધા હતા. બગદાણા આશ્રમના ટ્રસ્ટી શ્રી મનજીબાપા એ પૂજ્ય ભાઈજીનું સ્વાગત કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.