દેશમાં 16 જાન્યુઆરી 2019ના રોજ પ્રથમ ગાંધી મૂલ્યોની પદયાત્રાનો પ્રારંભ કરાયો હતો. ગત વર્ષે સમગ્ર દેશે ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવી હતી. 150 કિલોમીટરની યાત્રા કર્યા બાદ ગાંધી મૂલ્યો લોકોમાં પ્રસ્થાપિત થયા છે કે કેમ, તે જાણવા મનસુખભાઇ ગુરૂવાર 16 જાન્યુઆરી 2020થી ફરી, એ જ માર્ગ પર બે દિવસ દરેક ગામની મુલાકાત લેશે.
ગાંધીજી આજના યુવાનમાં એક રાષ્ટ્રપિતા અને આંદોલનકારી તરીકે પ્રાથમિક રીતે વસેલા છે, ત્યારે ગાંધી મૂલ્યોની યાત્રા બાદ હવે ગાંધીજીની સાચી ઓળખ સામે આવી હોવાનું મનસુખભાઇએ જણાવ્યું છે. ગાંધીજીના બુનિયાદી શિક્ષણને બહોળો પ્રતિસાદ મળ્યો છે. ગાંધીજીએ પ્રથમ બુનિયાદી શિક્ષણનો પાયો નાખ્યો હતો. અંતે સણોસરા લોકભારતીમાં આજે પ્રવેશ ગાંધી મૂલ્યોની પદયાત્રા બાદ મળતું નથી કારણ કે, લોકોમાં સમજ આવી છે.
ગાંધી મૂલ્યોની યાત્રાના પ્રારંભ કર્યા બાદ દેશમાં અનેક યાત્રાઓ થઈ. તેમજ ગુજરાતમાં બુનિયાદી શિક્ષણ આપતી સંસ્થાઓને 36 કરોડ જેટલી સહાય તેમના ઉત્થાન માટે આપવામાં આવ્યા છે, તેમજ તેમનું નવીનીકરણ કરાયું છે. 16 જાન્યુઆરીએ જ મણાર ગામથી મનસુખભાઇ મુલાકાત લેશે. 17 જાન્યુઆરીએ દરેક ગામની મુલાકાત બાદ લોકભારતી સણોસરામાં પૂર્ણાહુતી કરવામાં આવે છે.