ETV Bharat / state

ભાવનગરના મહુવામાં બર્ડ ફ્લૂનો પગપેસારો, ગુંદરણા ગામે નોંધાયો કેસ - Mahuva news

ભાવનગરના મહુવા તાલુકાના ગુંદરણા ગામે એક શ્રમિકે પશુપાલન વિભાગમાં તેના મરઘામાં રોગ હોવાની જાણકારી આપી હતી. તેને લઇને વેટર્નિટી ટીમ ગુંદરણા પહોંચી હતી. અહીંથી મરઘાના સેમ્પલ લઇનેેે ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Bird flue
Bird flue
author img

By

Published : Jan 28, 2021, 5:36 PM IST

  • મહુવાના ગુંદરણા ગામે નોંધાયો બર્ડ ફલૂનો કેસ
  • ગુંદરણામાં શ્રમિકોના પાલતુ મરઘાંમાં નોંધાયો બર્ડ ફલૂ
  • પ્લોટ્રી ફાર્મના માલિકોમાં ચિંતાનો માહોલ
    Bird flue
    Bird flue

ભાવનગર: મહુવા તાલુકાના ગુંદરણા ગામે શ્રમિકોના પાલતું મરઘામાં બર્ડ ફલૂનો એક કેસ નોંધાયો છે. ગુંદરણાના એક શ્રમિક દ્વારા પશુપાલન વિભાગમાં મરઘામાં રોગ હોવાની જાણકારી અપાઇ હતી. તેને લઇને વેટર્નીટી ટીમ ગુંદરણા પહોંચી હતી. અહીંથી સેમ્પલ લઇનેેે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પક્ષીઓમાંથી લીધેેેેલા સેમ્પલોનેેે ભોપાલ મોકલવામાં આવ્યા

આ કાર્યવાહી દરમિયાન સેમ્પલ લઇને ભોપાલ મોકલવામાં આવ્યા હતા. જેમાં ગુંદરણા ગામના મનુ પરમારના પાલતુ મરઘાંમાં સેમ્પલ પોઝિટિવ આવતા વેટરનીટી ટિમએ સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. જેમાં 71 પક્ષીઓને મારી નાખવામાં આવ્યા છે. આજુબાજુના વિસ્તારોમાં આ રોગ ન ફેલાય તે માટે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવ્યું છે કે, AVIN INFLUENZA VIRUS HSN1 FOR RT PCR પક્ષીઓમાં ઝડપથી ફેલાઈ શકે છે. જેથી આવા ગંભીર રોગને ફેલાતો અટકાવવા તકેદારીના ભાગ રૂપે જાહેર હિતમાં કેટલાક પગલાં લેવામાં આવ્યા છે.

Bird flue
Bird flue

અસરગ્રસ્ત પોલ્ટ્રી ફાર્મમાં અવર-જવર પર પ્રતિબંધ

મહુવા તાલુકાના ગુંદરણા ગામની અસરગ્રસ્ત જગ્યાએથી 10 કિમીના ત્રિજ્યાવાળા ચેપગ્રસ્ત વિસ્તારમાં કોઈપણ વાહન ન લાવવા તેમજ મરઘા ફાર્મની સામગ્રી અસરગ્રસ્ત વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ પાણીના સંપર્કથી આવતા પક્ષીઓને યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે તેમજ ઉપરોક્ત 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારને સર્વેલન્સ જોન જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ અન્ય ફાર્મમાં પણ તપાસ કરીને રસીકરણ કરવામાં આવ્યું છે.

મહુવામાં 65 જેટલા મરઘાં ફાર્મ આવેલા છે

મહુવાના આજુબાજુના ગામોમાં કુલ 65 જેટલા મરઘા ફાર્મ આવેલા છે. તેમા લાખોની સંખ્યામાં પક્ષીઓ છે. ત્યારે હાલમાં મહુવા તાલુકામાં આવેલાં ફ્લુ રોગથી પોલ્ટ્રી ફાર્મ વાળાઓમાં હાહાકાર મચ્યો છે. તેઓ માટે આવનારો સમય કપરો બની શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.