ETV Bharat / state

winter crop Bhavnagar : ભાવનગરમાં શિયાળુ પાકનું 1.25 લાખ હેકટરમાં વાવેતર કરાયું - શિયાળુ પાક

ભાવનગર જિલ્લો પહેલેથી ડુંગળીનું પીઠું (Onion flour Bhavnagar) રહ્યો છે ત્યારે શિયાળુ પાકમાં (winter crop Bhavnagar) પ્રથમ નંબર પર ડુંગળી જ રહેવા પામી છે. આ વર્ષે ઘંઉ અને ચણાનું ગત વર્ષની સરખામણીએ મબલક વાવેતર થયું છે. આ વર્ષે ડુંગળીમાં પણ 10 હજાર હેકટર કરતા વધુ વાવેતર થયું છે અને જાણો સૌથી વધુ ડુંગળીનું વાવેતર ક્યાં તાલુકામાં અને ઘઉં ,ચણાનું ક્યાં તાલુકામાં ઉત્પાદન કરવામાં આવ્યું છે.

winter crop Bhavnagar : ભાવનગરમાં શિયાળુ પાકનું 1.25 લાખ હેકટરમાં વાવેતર કરાયું

author img

By

Published : Dec 15, 2021, 2:20 PM IST

  • ભાવનગર જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર ગત વર્ષથી વધુ
  • ઘઉં,ચણા અને ડુંગળીનું જિલ્લામાં સૌથી વધુ વાવેતર
  • ડુંગળીનું સૌથી વધુ વાવેતર મહુવામાં તો ચણા અને ઘઉંનું વાવેતર તળાજામાં

ભાવનગર: જિલ્લામાં આ વર્ષે સાડા ચાર લાખ હેકટર જમીન પર ખેતી કરવામાં આવી છે, ત્યારે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે શિયાળુ પાકનું (winter crop Bhavnagar) વાવેતર વધુ થવા પામ્યું છે. ખાસ કરીને ચણા અને ડુંગળીના વાવેતરમાં સૌથી મોટો વધારો ( largest increase cultivation of chickpeas and onions 2021) થયો છે. પાછોતરા વધુ વરસાદના લીધે પિયતનું પાણી મળી રહેતા ખેડૂતો દ્વારા શિયાળુ પાક મેળવવા માટે વધુ વાવેતર કરવામાં આવ્યું છે.

winter crop Bhavnagar : ભાવનગરમાં શિયાળુ પાકનું 1.25 લાખ હેકટરમાં વાવેતર કરાયું

ભાવનગર જિલ્લામાં સૌથી વધુ વાવેતર

ભાવનગરમાં ગત વર્ષે શિયાળુ પાકનું વાવેતર વધુમાં વધુ ઘઉં, ચણા અને ડુંગળીનું થવા પામ્યું હતું. આ વર્ષે પણ આ ત્રણ પાકમાં જ વાવેતરમાં વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે પાક પ્રમાણે જોઈએ તો ઘઉંનું વાવેતર 20000 હતું જ્યાં આ વર્ષે 22000 છે. ચણામાં પર નજર કરીએ તો ગત વર્ષે 20000 જેટલું ઉત્પાદન થયું હતું. હાલ ચણાનું 32154 વાવેતર થયું છે, તો ડુંગળીમાં ગત વર્ષે 26000 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું ત્યાં આ વર્ષે 32897 વાવેતર થઈ ગયું છે. ડિસેમ્બર અંત સુધીમાં પાકમાં વધારો થવાની શક્યતા છે. 2020માં અંદાજે 90 હજારથી એક લાખ હેકટરમાં વાવેતર થયું હતું ત્યાં 2021માં 1.25 લાખ હેકટરમાં વાવેતર થઈ ગયું છે.

જાણો આ વર્ષે ભાવનગરમાં ઘાસચારાનુ કેટલું વાવેતર કરાયું

ભાવનગર જિલ્લામાં જોઈએ તો ઘાસચારાનું પણ વાવેતર મોટા પાયે થાય છે. પશુધન માટે પણ ખેડૂતની ચિંતા વ્યાજબી છે. હાલમાં શિયાળુ પાક સાથે ઘાસચારાનું 29894 હેકટરમાં વાવેતર (Cultivation of fodder in 29894 hectares) થયું છે. ભાવનગર જિલ્લાના દસ તાલુકા છે, જેમાં સૌથી વધુ વાવેતર ક્યાં તાલુકામાં ક્યાં પાકનું છે તે વિશે જાણો. ઘઉં અને ચણાનું તળાજા તાલુકામાં વધુ વાવેતર થાચ છે સાથે તળાજામાં ઘઉં 7416 હેકટરમાં અને ચણા 7884 હેકટરમાં કરવામાં આવ્યું છે હાલ ડુંગળીનું સૌથી વધુ વાવેતર મહુવા પંથકમાં 15291 હેકટરમાં થવા પામ્યું છે. આમ ગત વર્ષના ચોમાસામાં પાછોતરો વરસાદ થવાથી ગ્રામ્ય વિસ્તારોમાં પિયતનું પાણી તલાવડા અને ચેકડેમમાં હોવાથી શિયાળુ વાવેતરમાં વધારો થયો છે.

આ પણ વાંચો: સોનાની લગડી સમાન ડુંગળીની ચોરી: યાર્ડમાં CCTV શોભાના ગાંઠિયા સમાન

આ પણ વાંચો: વર્ષના પ્રથમ દિવસે શિયાળુ પાકોની હરાજી માટે જૂનાગઢ APMC ઊભરાયુંમાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.