ભાવનગર ડિવિઝન હેઠળ આવતા વિવિધ રેલવે સ્ટેશનના કર્મચારીઓ અને રેલવેની વિવિધ કચેરીઓના કર્મચારીઓના બનેલા યુનિયન એવા વેસ્ટર્ન રેલવે મજદૂર યુનિયનના યજમાન પદે ભાવનગરના આંગણે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.
પરંપરાગત રીતે યોજાયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. હાલ ચોતરફ જામેલા ક્રિકેટ મેચના માહોલ વચ્ચે ભાવનગર વેસ્ટન રેલ્વે મજદૂર સંઘ દ્વારા ભાવનગર ડીવીઝન તળેના વિવિધ રેલવે કર્મચારીઓની ટીમ દ્વારા પ્રીમિયર લીગ ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.