ETV Bharat / state

વાઘાણી ચૂકી ગયા વિજય મુહૂર્ત, ભાવનગર પશ્ચિમ બેઠક પરથી નોંધાવી ઉમેદવારી

ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક (Bhavnagar West Assembly Seat) પરથી ભાજપના ઉમેદવાર જિતુ વાઘાણીએ ઉમેદવારી ફોર્મ (BJP Candidate Jitu Vaghani Nomination Form) ભર્યું હતું. જોકે, તેઓ 12.39 વાગ્યે વિજય મુહૂર્તે ફોર્મ ભરવાના હતા. પરંતુ તેની પહેલા તેમણે સભા સંબોધી હતી. તેના કારણે તેઓ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા.

સભામાં ને સભામાં વાઘાણી ચૂકી ગયા વિજય મુહૂર્ત, ભાવનગર પશ્ચિમ બેઠક પરથી નોંધાવી ઉમેદવારી

author img

By

Published : Nov 12, 2022, 3:57 PM IST

Updated : Nov 12, 2022, 4:28 PM IST

ભાવનગર ભાજપે વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે ઉમેદવાર જાહેર કરી દીધા છે. તે મુજબ ભાવનગર પશ્ચિમ (Bhavnagar West Assembly Seat) 105 વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જિતુ વાઘાણીએ ફોર્મ ભર્યું હતું. આ પહેલા તેમણે જાહેર સભા (Jitu Vaghani Public Meeting) પણ સંબોધી હતી. ભાજપના ઉમેદવાર જિતુ વાઘાણી 12.39 વાગ્યે વિજય મુહૂર્તે ફોર્મ ભરવાના હતા, પરંતુ સભાના કારણે તેમણે 1.15 વાગ્યા પછી ફોર્મ (BJP Candidate Jitu Vaghani Nomination Form) ભર્યું હતું. એટલે તેઓ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા.

ફોર્મ ભરતા પહેલા વાઘાણીએ ગજવી સભા

જિતુ વાઘણીને વિજય મુહૂર્ત વિસરાયું પછી કેમ ભર્યું ફોર્મ ભાવનગર શહેરમાં 105 વિધાનસભા બેઠક (Bhavnagar West Assembly Seat) ઉપર ભાજપના ઉમેદવાર જિતુ વાઘાણીએ ફોર્મ ભર્યું હતું. દર વખતે વિજય મુહૂર્તે ફોર્મ ભરનારા આ ઉમેદવાર આ વખતે મુહૂર્ત ચૂકી ગયા હતા. તેઓ 1.30 વાગ્યે મહાનગરપાલિકામાં ફોર્મ (BJP Candidate Jitu Vaghani Nomination Form) ભરવા પહોંચ્યા હતા. તે સમયે તેમની સાથે શહેર પ્રમુખ રાજિવ પંડ્યા અને જગન્નાથ રથયાત્રા સમિતિ અધ્યક્ષ હરૂભાઈ ગોંડલિયા ઉપસ્થિત રહ્યા હતા.

ફોર્મ ભરતા પહેલા વાઘાણીએ ગજવી સભા ભાજપના ઉમેદવાર જિતુ વાઘાણીએ (BJP Candidate Jitu Vaghani Nomination Form) જણાવ્યું હતું કે, ભાવનગરના મારા મતવિસ્તારમાં (Bhavnagar West Assembly Seat) ફોર્મ ભરતા પહેલા એક જાહેરસભાનું (Jitu Vaghani Public Meeting) આયોજન કરવામાં આવ્યું હતું. અહીં વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને સામાન્ય જનતા સાથે સાધુસંતો ઉપસ્થિત રહ્યા હતા. આ જાહેરસભા પહેલી એવી હશે કે, ઉમેદવારના ફોર્મ (BJP Candidate Jitu Vaghani Nomination Form) ભરતા પહેલા સભા યોજાઈ હતી. સાથે જ તેમણે ભાવનગર જ નહીં ગુજરાતમાં 2022ની પ્રથમ દેશમાં 7મી વખત જીત મેળવીશું તેવું નિવેદન આપ્યું હતું.

જાહેર સભામાં વિજયમુહૂર્તના બદલે કોને મહત્વ અપાયું ભાવનગર શહેરના દેસાઈનગર નજીક આવેલા ગુરૂનગર તરફ જવાના માર્ગ પરના રસ્તા પર જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં હીરા ઉદ્યોગના અગ્રણી, સ્થાનિક નેતાઓ અને સાધુસંતો ઉપસ્થિત રહ્યા હતા. સાધુસંતોની ઉપસ્થિતિના કારણે વિજયમુહૂર્ત છોડવામાં આવ્યું અને જાહેરસભાને (Jitu Vaghani Public Meeting) મહત્વ આપવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જીતુભાઈએ જાહેરસભામાં સ્ટેજ પરથી જણાવ્યું હતું કે અમારા માટે દરેક સમય હવે વિજય મુહૂર્ત છે.

Last Updated : Nov 12, 2022, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.