ETV Bharat / state

Bhavnagar Stray Cattle : રખડતા ઢોરના કારણે ફુલ જેવા બાળકે માતાનો ખોળો ગુમાવ્યો - Cattle woman accident in Bhavnagar

ભાવનગર શહેરમાં ઢોર સમસ્યા એટલે મનુષ્યો માટે ઘાતક સમસ્યા કારણ કે ફરી એકવાર ત્યારે ઘોઘા જકાતનાકા રહેતા દંપતિ ખંડિત થયું છે. 28 વર્ષીય મહિલાને ઢોરે અડફેટે લેતા મૃત્યુ થયું છે. મહિલાનું મૃત્યુ થતા નાના ભૂલકાઓએ માતાનો ખોળો ગુમાવ્યો છે. ત્યારે શહેરમાં વર્ષોથી શાસન ભોગવતું તંત્ર માત્ર વાતો કરતી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Bhavnagar Stray Cattle : રખડતા ઢોરના કારણે ફુલ જેવા બાળકે માતાનો ખોળો ગુમાવ્યો

author img

By

Published : Apr 17, 2023, 8:47 PM IST

ભાવનગરમાં રખડતા ઢોરે બાઈક ચાલકે અડફેટે લેતા મહિલાનું મૃત્યુ

ભાવનગર : શહેરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. કમિશનર એક યુવાનના મૃત્યુ બાદ આકરા પાણીએ થયા હતા અને મહાનગરપાલિકાએ શહેરમાં ઢોર પકડવાનું તેમજ ઘાસચારા વાળાને પકડવાની શરૂઆત કરી હતી. પરંતુ ભાવનગરમાં એક માસ ચાલેલી કામગીરી મંદ થતા ફરી આખલાઓ રસ્તા પર આવી ચડ્યા અને દંપતીને ખંડિત કર્યું છે. ભાઈ બહેન માતા વિહોણા બની ગયા છે. પરંતુ ઢોર સમસ્યાને લઈને તંત્રના પેટનું પાણી હલતું નથી.

શું છે સમગ્ર ઘટના : ભાવનગર શહેરમાં વધુ રખડતા ઢોરના કારણે નાની વયની મહિલાએ પોતાના ફૂલ જેવા બાળકોને જિંદગીભર માટે છોડીને જવાનો સમય આવ્યો છે. પંકજભાઈ શિયાળ પોતાના નાનકડા બે સંતાન અને 28 વર્ષીય પત્ની કાજલબેન પંકજભાઈ શિયાળ લઈને ગામડેથી ધાર્મિક પ્રસંગ પૂર્ણ કરીને 11મી એપ્રિલ 2023ના રોજ આવી રહ્યા હતા, ત્યારે અધેવાડા ગામે પહોંચતા રખડતા ઢોર જાહેર રસ્તા પર બાખડી રહ્યા હતા. જેને બાઇક પર આવતા પંકજભાઈ શિયાળના પત્ની કાજલબેનને બાઈક પરથી પછાડી દીધા હતા. આખલાઓએ જાહેર રસ્તા પર બાઈકથી પટકાતા એક માત્ર કાજલબેનને ગંભીર ઇજાઓ થતા ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડયા હતા.

આ પણ વાંચો : Navsari News : નવસારી છાપરા રોડના ભરચક વિસ્તારમાં ભયંકર આખલા યુદ્ધ, જૂઓ વિડીયો

બાળકોએ માતૃપ્રેમ ગુમાવ્યો : પંકજભાઈ શિયાળ ભડી ગામથી પ્રસંગમાંથી ભાવનગર અધેવાડા પહોંચ્યા ત્યારે બે આંખલાઓ ઝઘડતા ઝઘડતા પંકજભાઈ શિયાળના બાઈકને અડફેટે લીધું હતું. કાજલબેનને ગંભીર ઇજા થઇ હતી. જેથી સર ટી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે દિવસ સારવારમાં રહીને કાજલબેન મૃત્યુ પામ્યા હતા. કાજલબેનને 7 વર્ષનો હર્ષ નનો દીકરો અને 7 મહિનાની નાની દીકરી છે. બનાવને પગલે પંકજભાઈ પત્ની વિહોણા અને નાના ભાઈ બહેન માતા વિહોણા બની ગયા છે. ભાવનગરમાં મહાનગરપાલિકા લાખો રૂપિયા ઢોર પાછળ બગાડી રહી છે, પરંતુ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે.

મૃતક મહિલા
મૃતક મહિલા

આ પણ વાંચો : Stray Cattle : રખડતા ઢોર મુદ્દે AMCની નવી પોલિસી કરાઇ મોકૂફ, જાણો કારણ

ઢોર પકડવાની કામગીરી વચ્ચે રોષ : પંકજભાઈ શિયાળ ઘોઘા રોડ પર રહે છે. તેમના પર તૂટી પડેલી મુશ્કેલીને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે અધેવાડા પાસે અગાઉ એક યુવાનનું મૃત્યુ થયું હતું જે મહેસાણાનો રહેવાસી હતો, ત્યારે બાદ મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી હતી. પરંતુ ઢોર સમસ્યા હમેશા હલ કરવા માટે કડક કરેલી કાર્યવાહી આખરે કેમ મંદ પડી ગઈ તે સવાલના જવાબમાં લોક મુખે ચર્ચા રાજકારણ શબ્દ આવે છે, ત્યારે શું શહેરમાં ઢોર પગલે રાજકારણ કારણભૂત છે ? જોકે, 27 વર્ષના શાસનમાં ભાજપ માત્ર વાતો કરતું આવ્યું છે, પરંતુ શહેરવાસીઓને ઢોર સમસ્યામાંથી મુક્તિ અપાવવામાં અસફળ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.