ETV Bharat / state

Bhavnagar News : નિરાધાર સાત બાળકોની સરકાર જવાબદારી લે તેવી લોક માંગ, શક્તિસિંહનો ટ્વીટ પ્રહાર

ઉત્તરાખંડ બસ દુર્ઘટનામાં સાત જીવ સાથે 15 જેટલા બાળકોના પિતા પણ છીનવી લીધા છે. પાલીતાણાના કરણ ભાટી, અનિરુદ્ધ જોશી, રાજુભાઇ મેર અને ગીગાભાઈ ભમ્મરના બાળકો પુખ્ત વયથી નીચેના હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ત્યારે મૃતકોની સહાય માટે સરકાર તરફથી કશું ઉચ્ચારણ ન થતા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને પ્રહાર કર્યો છે.

Bhavnagar News : નિરાધાર સાત બાળકોની સરકાર જવાબદારી લે તેવી લોક માંગ, શક્તિસિંહનો ટ્વીટ પ્રહાર
Bhavnagar News : નિરાધાર સાત બાળકોની સરકાર જવાબદારી લે તેવી લોક માંગ, શક્તિસિંહનો ટ્વીટ પ્રહાર
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 22, 2023, 10:11 PM IST

ગીગાભાઈ ભમ્મરના 7 બાળકો નિરાધાર બન્યાં છે

ભાવનગર : ઉત્તરાખંડમાં બનેલી ઘટનામાં માત્ર સાત યાત્રીઓના જીવ નથી ગયા, પરંતુ સાત નાના બાળકોના પિતાને છીનવી લીધા છે. હા, ઉત્તરાખંડમાં બનેલી બસ દુર્ઘટનામાં ભાવનગર જિલ્લાના સાત વ્યક્તિઓ હતાં. જે પૈકીના નાનકડા એવા પાદરી ગામના ગીગાભાઈ ગભાભાઈ ભમ્મરનો પણ સમાવેશ થાય છે. તળાજાનું પાદરી ગામ માત્ર 2000ની વસ્તી ધરાવે છે. ગીગાભાઈના મૃત્યુ બાદ નાનકડા એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કમાણી કરીને ઘરનું ગુજરાન ચલાવતો એકમાત્ર વ્યક્તિ પણ દુનિયા છોડીને ચાલ્યો જતા ભમ્મર પરિવાર નોંધારો બની ગયો છે ત્યારે એકઅવાજે ગામ લોકોની એક જ માંગ ઉઠી છે.

કુલ 28 લોકો ચારધામ યાત્રાએ ગયાં હતાં : ભાવનગરની શ્રી હોલીડે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા યોજવામાં આવેલી ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં ભાવનગરના કુલ 28 જેટલા લોકો અલગ અલગ ગામેથી ગયા હતા. 20 તારીખે ગંગોત્રી નજીક ગંગનાની પાસે સાત લોકોના જીવ બસ ખાઈમાં પડી જતાં સર્જાયેલી દુર્ઘટનામાં ગયા. મૃતકોમાં ભાવનગર જિલ્લાના અલગ અલગ ગામના લોકોનો સમાવેશ થાય છે. જેમના પરિવાર બનાવ બાદ શોકમગ્ન બની ગયાં છે. ગીગાભાઈની અંતિમયાત્રા પાદરી ગામે નીકળતા સમગ્ર ગામના લોકો જોડાયા હતાં.

ગીગાભાઈ પર નિર્ભર પરિવાર : ભાવનગર જિલ્લાના તળાજાના પાદરી ગામના રહેવાસી ગીગાભાઈ ઉત્તરાખંડ બસ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા બાદ તેમના મૃતદેહને વતન લાવવામાં આવ્યો હતો. ગીગાભાઈના સંબંધી કાનુભાઈએ જણાવ્યું હતું કે ગીગાભાઈના ઘરમાં તેઓ એકમાત્ર કમાણી કરીને ગુજરાન ચલાવતા વ્યક્તિ હતા.

તેમના સાત બાળકો છે, જેમાં પાંચ દીકરીઓનો સમાવેશ થાય છે અને બે દીકરાઓનો સમાવેશ થાય છે. સૌથી મોટી દીકરી 16 વર્ષની છે ત્યારે સૌથી નાનો દીકરો ચાર વર્ષનો છે. ગીગાભાઈ ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. હવે ઘરનું મૂળ જતું રહ્યું છે ત્યારે પરિવાર નોંધારો બની ગયો છે...કાનુભાઈ ભમ્મર (ગીગાભાઈના સંબંધી)

સરકાર પાસે બાળકો ખાતર માંગ : ગીગાભાઈના અવસાન બાદ ગામ લોકો દ્વારા માંગ ઉઠી છે કે સરકાર દ્વારા પાંચ દીકરીઓ અને બે દીકરાઓના અભ્યાસથી લઈને કારકિર્દી સુધીની જવાબદારી ઉઠાવવામાં આવે. કારણ કે ગીગાભાઈ સિવાય તેમના પરિવારમાં કોઈ રોજગારી મેળવીને ગુજરાત ચલાવે તેવું નથી. આથી સહાય અથવા તો બાળકોને જવાબદારી ઉઠાવવામાં આવે.

  • મૃતક પરિવારને કોઇ પણ મદદ સરકારે ના કરી હોવાની વ્યથા વ્યક્ત કરતા પરિવારના સભ્યને સાંભળી દુઃખ થયું . માનવતા સાવ મરીપરિવારી ? ઉતરાખંડમાં ગુજરાતી પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો અને તેમા ભાવનગરના પણ યાત્રીઓ હતા.. આ દુર્ઘટનામાં સાત યાત્રાળુના મૃત્યુ થયેલ અને 27 ઘાયલ થયેલ છે .… pic.twitter.com/yQHh7u9NfO

    — Shaktisinh Gohil MP (@shaktisinhgohil) August 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સરકાર સામે શક્તિસિંહનો ટ્વીટ પ્રહાર : ઉત્તરાખંડની ઘટનામાં સાત મૃતકોમાં અનિરુદ્ધભાઈ જોશીને પણ બે પુત્રીઓ ત્યારે પાલીતાણાના કરણ ભાટીને પણ બે પુત્રી અને એક પુત્ર અને ગીગાભાઈના સાત સંતાનો પિતા વિહોણા બન્યા છે. જો કે આ મૃતકોના સંતાનોમાંથી કોઈ પુખ્ત વયના નથી. કોઈ બાળ અવસ્થા કોઈ કિશોર અવસ્થામાં છે. ત્યારે ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને પરિવારજનો દ્વારા થતી સહાયની માંગને લઈને પ્રહાર કર્યા છે.

રાજકારણ શરૂ : શક્તિસિંહે ટ્વીટ કરીને જણાવ્યું છે કે હજુ સુધી સરકારે કોઈપણ સહાયની જાહેરાત કરી નથી તેમ મૃતકના પરિવારોનું કહેવું છે. માનવતા મરી પરવરી છે. આમ ઉત્તરાખંડમાં સાત વ્યક્તિઓના મૃત્યુ બાદ સહાયને પગલે રાજકારણ શરૂ થયું છે.

  1. Bhavnagar News : " અમારું ઊંધું વળવાનું હતું વળી ગયું હવે એમના બાળબચ્ચાંને સહાય કરો " 6 મૃતકોની વતનમાં અંતિમયાત્રા નીકળી
  2. Uttarakhand Accident Update: માત્ર 110 રૂપિયા બચાવવા માટે એજન્ટે ભાવનગર RTOમાંથી પરવાનગી ના લીધી, યાત્રાળુઓને સીધા દિલ્હી બોલાવી યાત્રા શરૂ કરાવી
  3. Uttarakhand Accident: ઉત્તરાખંડ બસ અકસ્માતમાં કરણ ભાટીનું મોત થતાં બાળકો બન્યા પિતાવિહોણા, મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો પરિવાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.