ભાવનગર : સાળંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદ વકર્યા બાદ ભાવનગરમાં બહુરૂપી હનુમાન બનતાં બહુરુપી કલાકાર દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ભાવનગરમાં પેઢી દર પેઢીથી ચાલી આવતી પરંપરાને જીવંત રાખતા ડાયાભાઈ રાઠોડે પણ હનુમાન બનીને પોતાનો રોષ ઠાલવ્યો છે.
સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રનો વિવાદ : સાળંગપુર કષ્ટભંજન દેવના શરણમાં ઉભી કરાયેલી વિશાળ હનુમાનજીની મૂર્તિની નીચેની પ્રતિમાઓ સામે વિરોધનો સૂર નાના માણસ સુધી પહોંચ્યો છે. ત્યારે ભાવનગરમાં હનુમાનજીનું રૂપ ધારણ કરીને દુકાને દુકાને ફરતા શખ્સ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. હનુમાન બનેલા શખ્સે શબ્દ પ્રહાર કર્યો હતો કે હનુમાન દાદાને રોકે એને ગદા ઠોકે.
સામાન્ય જન સુધી વિરોધ : સમગ્ર ગુજરાતમાં હાલમાં સાળંગપુરના કિંગ ઓફ સાળંગપુરની લાગેલી મૂર્તિ અને તેની નીચે લગાવવામાં આવેલી પ્રતિમાઓને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ત્યારે ભાવનગર શહેરમાં પેઢી દર પેઢી બહુરૂપી હનુમાનજીનો વેશ ધારણ કરતા પરિવારના એક સામાન્ય વ્યક્તિએ પણ પોતાનો વિરોધ નોંધાવી દીધો છે. હનુમાનજીનો વેશ ધારણ કરીને પોતાના વારસાને જાળવી રાખનાર હાલ દુકાને દુકાને ફરીને સાળંગપુર ખાતે લાગેલી ભીત ચિત્રોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે પેઢી દર પેઢીથી બહુરૂપી વેશ ધારણ કરનાર વ્યક્તિ ભાવનગરનો રહેવાસી છે અને હનુમાનજીનો સૌથી મોટો ભક્ત હોવાનું જણાવે છે.
આજે લોકોને ભગવા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. કારણ કે કપટી રાવણે પણ ભગવો ધારણ કરીને સીતાજીનું અપહરણ ધોખાથી કર્યું હતું. હનુમાનજી રાવણ વધ બાદ ભગવાન રામના સિંહાસન પર સ્થાન મેળવી શકતા હતાં. પરંતુ હનુમાનજી તેમના શરણમાં રહ્યાં અને ભગવાનના ભક્ત રહેવાનું પસંદ કર્યું હતું. ત્યારે અમારો કોઈ સંપ્રદાય સામે વિરોધ નથી. હનુમાનજી બોલોમાં, જો કોઈ રોકશે તો ગદા ઠોકશે...ડાયાભાઈ રાઠોડ (બહુરૂપી)
ભાવનગરમાં બહુરુપી તરીકે જાણીતા કલાકાર : આમ તો સમગ્ર ગુજરાતમાં મોટાભાગે બહુરૂપી હનુમાનજી જોવા મળતા હોય છે,ત્યારે ભાવનગરમાં પેઢી દર પેઢીથી હનુમાનજીનો વેશ ધારણ કરી રહેલા પરિવારના ડાયાભાઈ રાઠોડે હનુમાનજીનો વેશ ધારણ કરે છે તો કોઈ ભિક્ષા પણ લેતા નથી.
- Salangpur Hanuman Mandir Issue : સંત નૌતમ સ્વામીએ હનુમાનજીના ચિત્રને યોગ્ય ગણાવ્યું
- Salangpur Hanuman Controversy: સાળંગપુર હનુમાન ભીંતચિત્રો મામલે રાજકોટમાં હનુમાનજીની વેશભૂષા સાથે કોંગ્રેસનો વિરોધ
- Salangpur Hanuman Controversy: રોકડિયા હનુમાનજીના મંદિરના મહંતે ધર્મ માટે હથિયાર ઉઠાવવાની ચીમકી ઉચ્ચારી