ETV Bharat / state

Bhavnagar News : 3 નવેમ્બરે ગુજરાતમાં STના પૈડાં થંભી જશે? એસટી યુનિયનનો 11 દિવસનો આંદોલન માર્ગ કઇ માગણીઓને લઇ જાણો - યુનિયન

ગુજરાતમાં એસટી વિભાગના ત્રણ યુનિયનોએ એક થઈને સરકારને સાણસામાં લીધી છે. સરકારને ઝુકાવવા માટે યુનિયનોની સંકલન સમિતિ જિલ્લા કક્ષાએ ભાગ ભજવીને રોજ વિરોધ નોંધાવી રહી છે. 11 દિવસના વિરોધ કાર્યક્રમમાં છેલ્લું બ્રહ્માસ્ત્ર સરકારને ભારે પડી શકે છે. યુનિયનનો માસ્ટર સ્ટ્રોક શું છે જાણો.

Bhavnagar News : 3 નવેમ્બરે ગુજરાતમાં STના પૈડાં થંભી જશે?, એસટી યુનિયનનો 11 દિવસનો આંદોલન માર્ગ કઇ માગણીઓને લઇ જાણો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2023, 7:21 PM IST

11 દિવસના વિરોધ કાર્યક્રમ

ભાવનગર : ગુજરાતમાં એસટી કર્મચારી યુનિયનના ત્રણ મંડળોએ એક થઈને એક સમિતિની રચના કરી છે. સરકાર સાથે પડતર માંગણીઓના વાટાઘાટો બાદ સરકારનું કોઈ પ્રોત્સાહન નહીં મળતા આંદોલનનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવેલો છે. ત્રણેય કર્મચારી સંગઠનો દ્વારા નક્કી કરાયેલા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો છેલ્લા ત્રણ દિવસથી આપવામાં આવી રહ્યા છે. જો કે આ આંદોલન વચ્ચે સામાન્ય પ્રજાને ત્રીજી તારીખે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો ત્રીજી તારીખ પહેલા સરકાર નહીં ઝૂકે તો. કેમ જાણો.

ગુજરાત એસટી નિગમના બનેલા ત્રણ કર્મચારી યુનિયન જેમાં મજૂર મહાજન, ગુજરાત એસટી કર્મચારી મંડળ અને ભારતીય મજદૂર સંઘ દ્વારા દરેક વિભાગના કર્મચારીઓના પડતર પ્રશ્નોને પગલે એક સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. કર્મચારીઓના પડતર પ્રશ્નોને પગલે અગાઉ વાહન વ્યવહાર વિભાગના મંત્રી સાથે બેઠક કર્યા બાદ સરકાર તરફથી કોઈ પ્રત્યુતર નહીં આવતા અંતે આંદોલનનું રણશિગું ફુકી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં દરેક એસટી ડેપો,એસટી બસ સ્ટેન્ડ જેવા સ્થાનો ઉપર એસટીની મિલકતની બહાર યુનિયનો દ્વારા વિરોધ પ્રદર્શન છેલ્લા ત્રણ દિવસથી કરવામાં આવી રહ્યું છે..પ્રહલાદસિંહ ગોહિલ, ( પ્રમુખ, ભાવનગર સંકલન સમિતિ )

આંદોલનના અઠવાડિયા પહેલા યુનિયન સાથે મંત્રીની મિટિંગ : સમગ્ર ગુજરાતમાં એસટી યુનિયન સંકલ સમિતિ દ્વારા વિરોધ શરૂ થયો છે. 23 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી વિરોધ કરવામાં આવનાર છે. ત્યારે સંકલન સમિતિના ભાવનગરના પ્રમુખ પ્રહલાદસિંહ ગોહિલે જણાવ્યું હતું કે 12/10/2023ના રોજ ત્રણેય યુનિયનના નેતાઓ મળ્યા અને 20 તરીખે પડતર આંદોલનનો કાર્યક્રમ મોડો ઠેલવી 23 ઓક્ટોબરે નક્કી કર્યા હતો. સરકારના વાહન વ્યવહાર મંત્રીએ 12 તારીખની બેઠકમાં રજૂ થયેલા 19 મુદ્દાઓ પગલે કહ્યું હતું કે અમે કર્મચારીને નારાજ નહીં કરીયે અને આવતા અઠવાડિયે ફરી મળીયે કહ્યું હતું.પરંતુ 19 ઓક્ટોબર સુધી સરકારમાંથી કોઈ જવાબ ન આવતા 19 મુદ્દાઓની પડતર માંગ સાથે 23 થી 3 નવેમ્બર સુધી વિરોધ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યા હતાં.

11 દિવસના વિરોધના દિવસોમાં શું પડતર માંગો : એસટી કર્મચારી યુનિયનની બનેલી સંકલન સમિતિના ભાવનગરના પ્રમુખ આગેવાન પ્રહલાદસિંહે જણાવ્યું હતું કે અમારા એસટીમાં અલગ અલગ વિભાગોમાં અલગ અલગ કેટેગરીના કર્મચારીઓ છે. આમ તો અમારી પડતર માંગો ખૂબ છે. પરંતુ દરેક કર્મચારીને સ્પર્શે તેવા 19 મુદ્દાઓ પર અમારું આંદોલન છે. મુખ્ય ત્રણ મુદ્દા છે જેમાં પહેલો ટેક્નિકલ વિભાગનો છે જેમાં અનેક પ્રશ્નો છે તેમજ ભરતી થઈ નથી. બીજો ફિક્સ પગારનો મુદ્દો છે જ્યારે ત્રીજો અલગ અલગ કેટેગરીના સરખા કર્મચારીઓના ગ્રેડ પેમાં વિસંગતતા છે. મોંઘવારી કેન્દ્ર દ્વારા જાહેર કરાયા બાદ રાજ્ય સરકાર ઘણા સમય સુધી અપાતી નથી. 30 ટકા પગાર વધારો પણ એસટી નિગમને આપવો જોઈએ. આમ અનેક પ્રશ્નો અગત્યના છે.

યુનિયને કેમ કાળા કપડાં પહેરવાનું ટાળ્યું : ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં એસટી કર્મચારીઓ દ્વારા રોજ વિરોધ કરવામાં આવે છે. પ્રહલાદસિંહ ગોહિલે જણાવ્યું હતું કે 23 તારીખથી કાળી પટ્ટી ધારણ કરવામાં આવનાર છે જે 2 તારીખ સુધી રહેશે. જ્યારે ટેક્સ્ટ મેસેજ,ટ્વીટર અને મેઇલથી રજુઆત કરવામાં આવી છે. ત્યારે હજુ પણ રોજ ડેપો બહાર,એસટી બસ સ્ટેન્ડ બહાર સૂત્રોચ્ચાર પોકારી વિરોધ કરવામાં આવશે. જો 2 તારીખ સુધીમાં સરકારનો કોઈ જવાબ ન આવે તો 2 તારીખે રાત્રે 00થી દરેક કર્મચારી માસ સીએલ પર ઉતરી જશે એટલે 3 તારીખે સંપૂર્ણ એસટી તંત્ર બંધ રહેશે. તેની જવાબદારી સરકારની રહેશે. આથી અમે તમારા માધ્યમથી સરકારને અપીલ કરીયે છીએ કે એમની અને અમારી દિવાળી સુધારે. જો કે બંધ કેમેરાએ પ્રહલાદસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અમે વચ્ચે કાળાં કપડાં પહેરીને વિરોધ કરવાના હતાં. પરંતુ નિયમોની વિરુદ્ધ વિરોધ હોવાથી કાર્યક્રમ કેન્સલ કરીને માત્ર કાળી પટ્ટી ધારણ કરીશું.

  1. Gujarat ST: ગુજરાત એસટી વિભાગે વેકેશનના ધસારાને ધ્યાનમાં રાખી વધારાની બસો દોડાવાશે
  2. Rajkot News : રાજકોટના એસટી ડ્રાઈવરે ઈચ્છા મૃત્યુની માંગ કરી, મીડિયા અહેવાલ બની ગયો સજાનું કારણ
  3. Gujarat Government GSRTC: નેતાઓના કાર્યક્રમો માટે 1 અબજ રૂપિયાની બસ ગુજરાત સરકારે ભાડે લીધી, અડધું ચૂકવવાનું ભાડું બાકી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.