ETV Bharat / state

Bhavnagar News : ભાવનગરમાં રથયાત્રામાં કેસરીયો માહોલ કરવાં ફરી રથયાત્રા સમિતિ કામે લાગી - રથયાત્રા સમિતિ

ભાવનગરમાં રથયાત્રા આવી તેનો ઈશારો ધજાઓ, કમાનો અને લાગેલા પોસ્ટરો કરતા હોય છે. પરંતુ બિપરજોય વાવાઝોડાને પગલે ઉભો થયેલો માહોલ રથયાત્રા સમિતિને વિખેરી દેવો પડ્યો હતો. હવે ત્રણ દિવસ બાકી છે ત્યાં ફરી રથયાત્રા સમિતિ કેસરીયો માહોલ કરવા કામે લાગી ગઈ છે

Bhavnagar News : ભાવનગરમાં રથયાત્રામાં કેસરીયો માહોલ કરવાં ફરી રથયાત્રા સમિતિ કામે લાગી

author img

By

Published : Jun 16, 2023, 9:23 PM IST

સુભાષનગરથી 17 કિમી લાંબી રથયાત્રા નીકળે છે

ભાવનગર : ભાવનગર શહેરમાં 20 જૂનના 38મી જગન્નાથજીની રથયાત્રા નીકળવા જઈ રહી છે. પરંતુ બીપર જોય વાવાઝોડાને પગલે એક મહિના પહેલા જગન્નાથ રથયાત્રા સમિતિ સમગ્ર શહેરને કેસરીયા માહોલ અને ધાર્મિક માહોલમાં બદલવાની તૈયારી કરી હતી તેમાં ક્યાંક વાવાઝોડું વિઘ્નરૂપ બન્યું છે. લગાવેલા પોસ્ટરો ઉતારી લેવા પડ્યા અને ધજાઓ લગાડવાનું બંધ રાખ્યું હતું. જો કે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફરી રથયાત્રા સમિતિએ શહેરને કેસરિયા માહોલમાં રંગવા માટે તાબડતોબ તૈયારીમાં લાગી ગઇ છે.

લગાવેલા પોસ્ટરો ઉતારી લેવાયા હતાં :ભાવનગર શહેરમાં 20 જૂને અષાઢી બીજના દિવસે 38મી જગન્નાથજીની રથયાત્રા નીકળવા જઈ રહી છે. રથયાત્રાની તૈયારી આમ તો મહિનાથી ચાલી રહી હતી પરંતું બિપરજોય વાવાઝોડાને પગલે અલગ વાત બની ગઇ હતી. ત્યારે હવે ભાવનગરની જગન્નાથ રથયાત્રા સમિતિ સમગ્ર શહેરને કેસરીયા માહોલ અને ધાર્મિક માહોલમાં બદલવાની તૈયારી કરી રહી છે. રથયાત્રાની પૂરજોશ તૈયારીઓના દિવસોમાં ભારે વાવાઝોડું વિઘ્નરૂપ બન્યું એટલે લગાવેલા પોસ્ટરો ઉતારી લેવા પડ્યા અને ધજાઓ લગાડવાનું બંધ રાખ્યું હતું.

વાવાઝોડાને પગલે સરકારની ગાઈડલાઈન મુજબ પોસ્ટરો, કમાનો વગેરે ઉતારી લેવામાં આવ્યા હતાં. આમ વાવાઝોડાને કારણે વિઘ્ન જરૂર આવ્યું છે. પરંતુ હવે ગણતરીના માત્ર દિવસો છે ત્યારે ફરી કાર્યકરો 17 કિલોમીટરના માર્ગ ઉપર ધજાઓ અને પોસ્ટરો,કમાનો લગાવવા માટે કામે લાગી ગયા છે. ત્રણ દિવસ દરમિયાન સમગ્ર શહેરને ફરી કેસરિયા માહોલમાં રંગવાની પૂરી તાકાતથી કામ થઈ રહ્યું છે...હરુભાઈ ગોંડલીયા(રથયાત્રા સમિતિના અધ્યક્ષ)

ફરી હોંશભેર તૈયારીઓ : જો કે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફરી રથયાત્રા સમિતિએ વાવાઝોડું જતા શહેરને કેસરિયા માહોલમાં રંગવા માટે તાબડતોબ તૈયારીમાં લાગી ગઇ છે રાજ્યની બીજા નંબરની જગન્નાથજીની રથયાત્રા ભાવનગર શહેરમાંથી નીકળે છે. 17 કિલોમીટર લાંબા માર્ગ ઉપર નિકળનાર રથયાત્રાને લઈને ભાવનગર જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા એક મહિના પહેલા ધજાઓ લગાવી, પોસ્ટરો લગાવવા,રોશની કરવી તેમજ કમાનો લગાવી વગેરે જેવી કામગીરી કરવામાં આવે છે. બિપરજોય વાવાઝોડું આવી જતા અને ભારે પવનની આગાહીને પગલે જગન્નાથજી રથયાત્રા સમિતિને લગાવેલા પોસ્ટરો,કમાનો વગેરે ઉતારી લેવાનો સમય આવ્યો હતો. જેને કારણે રથયાત્રા પહેલા શહેરમાં લાગતો કેસરિયો માહોલ હાલ જોવા મળતો નથી.

વરસાદ વચ્ચે કાર્યકરો કામે લાગ્યાં : જગન્નાથ રથયાત્રા સમિતિ ફરી કામે લાગી રથયાત્રાને ત્રણ દિવસ બાકી છે ત્યારે પવન વરસાદ વચ્ચે ફરી તૈયારીઓ થતી જોવા મળી હતી. બીપર જોય વાવાઝોડાને આગાહીના પગલે ઉતારી લેવામાં આવેલા પોસ્ટરો, રોશની માટેની લાઈટો, કમાનો વગેરેને પુનઃ લગાડવા માટે રથયાત્રા સમિતિના કાર્યકરો દ્વારા કમર કસવામાં આવી છે.

રથયાત્રામાં જોડાનાર વાહનો અને વ્યવસ્થાઓ : ભાવનગર શહેરના સુભાષનગર જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ થાય છે. રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયાએ જણાવ્યું હતું કે 18 તારીખના રોજ સવારમાં ભગવાનને આંખો પર પાટા બાંધવામાં આવશે. જ્યારે અષાઢી બીજે 20 તારીખે ભગવાનની આંખેથી કાપડના પાટા ખોલીને મંગળા આરતી, મહારાજાના હસ્તે પહિંદ વિધિ કરીને રથયાત્રાને લીલી ઝંડી આપવામાં આવશે. જો કે ભાવનગરની 17 કિલોમીટરની લાંબી રથયાત્રાના માર્ગો પર રથયાત્રામાં જોડાનાર 100 જેટલા ટ્રક,15 જેટલા ટ્રેક્ટર, 10 જેટલા છકરડા અને અલગ અલગ અખાડાઓની દાવપેચ કરનાર ટીમ હોય તે જોડાય છે. રથયાત્રામાં આગળ સૌપ્રથમ અખાડાઓ, હાથી, ઘોડા બાદમાં છકરડા,ટ્રેક્ટર અને અંતમાં ટ્રકોની લાઇન બાદ રથમાં ભગવાન બિરાજમાન હોય છે. પ્રસાદી મોટાપાયે કરવામાં આવે છે અને દરેક ભક્તોને આપવામાં આવે છે.

  1. Rath Yatra 2023 : પાટણમાં રથયાત્રા દબદબાભેર નીકળશે, ગજરાજ, ઘોડા અને તલવારબાજીના કરતબોનું આકર્ષણ
  2. Rathyatra 2023: 18 ગજરાજ, 30 અખાડા સાથે નીકળશે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શિડ્યૂલ
  3. Rath Yatra 2023 : જગન્નાથજી એકમના દિવસે કરશે સોનાવેશ ધારણ, સોનાવેશની પરંપરા પાછળ ઓરિસ્સાના રાજાની કથા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.