ભાવનગરઃ પાર્ટી હોય કે લગ્ન પ્રસંગ કંઈક અલગ દેખાવું અને થીંક ડિફ્રન્ટ કરવું એ આજના યુવા વર્ગની વિચારધારા છે. ખાસ કરીને ફેશન ક્ષેત્રે અલગ અલગ લુક્સ માટે અનોખું કરતા યુવાનો જુદી જ દિશા કંડારે છે. ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી નેઈલ આર્ટ કરાવી કંઈક અલગ કરતી યુવતીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષથી નેઇલ આર્ટનો શોખ સ્ત્રીઓમાં વધતો જાય છે. પોતાના હાથમાં નેઇલ (નખ) વધારીને તેના પર અલગ અલગ ડિઝાઈ્સ કરાવીને પોતાની સૌંદર્યતામાં વધારો કરી રહી છે. ફેક નેઇલ અને અને સ્ત્રીઓએ મોટા કરેલા નેઇલમાં વિવિધતા સાથે ડિઝાઈનો ડ્રો કરાવી રહી છે.
નેઇલ આર્ટ શું છે: હાથના નખને સૌંદર્યતા આપવા માટે વિકસેલી એક કળાને નેઇલ આર્ટ નામ આપવામાં આવ્યું છે. આજ દિન સુધી પશ્ચિમી સંસ્કૃતિની નેઇલ આર્ટ કળા ન હતી. પરંતુ માત્ર નેઇલ એટલે નખને રંગબેરંગી કલરથી રંગીને સુશોભનમાં સ્ત્રીઓ ચલાવતી હતી. હવે નેઇલ ઉપર આર્ટ કરવાની પશ્ચિમી સંસ્કૃતિનું એક આગળ વધુ પગલું વધ્યું છે. જેને નેઇલ આર્ટ તરીકે નામ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો Bhavnagar Crime : રાજ્યના 51 મંદિરોમાં 11 વર્ષથી ચોરીનો હાથ ફેરો કરનાર ત્રિપુટી ઝડપાઈ
અલગ અલગ ડિઝાઇન: મેગાસીટી સાથે ભાવનગરનું નેઇલ આર્ટમાં નામ આગળ આવી રહ્યું છે. નાની અને બારીકી રીતે થતા કામમાં મહિલાઓ પોતાના પ્રસંગમાં મહેંદી સાથે એક દિવસ નેઇલ આર્ટનો એક્સ્ટ્રા ટાઈમ કાઢી ખર્ચ કરાવે છે. નેઇલ આર્ટ કરાવવા આવેલી મનાલી ભટ્ટે જણાવ્યું હતું કે, મેગાસીટીમાં તો ઘણા વર્ષોથી નેઇલ આર્ટ છે. પરંતુ ભાવનગરમાં હું હમણા જોવ છું. છેલ્લા બે-ત્રણ વર્ષથી જાગૃતિ આવી છે. લોકો હવે મહેંદીની જેમ એક દિવસ નેઇલ આર્ટ કરાવવા સમય કાઢી રહ્યા છે. હવે તો સામાન્ય જન્મ દિવસ હોઈ કોઈ પ્રસંગ હોઈ તેમજ જોબ કરતી મહિલાઓ હોઈ તો પણ નેઇલ આર્ટ કરાવે છે. કારણ કે મહિલાઓ સમજતી થઈ છે કે પોતાના નેઇલ પણ પ્રભાવ પાડે છે.
આ પણ વાંચો Bhavnagar Crime : કંપની માલિકે કર્મચારી સામે નોંધાવી હનીટ્રેપની ફરિયાદ, એક કરોડ એંઠી લીધા
ખૂબ માંગ વધી: નેઇલ આર્ટ કરતી પ્રભુતિએ કહ્યું કે, નેઈલ આર્ટની ભાવનગર શહેરમાં છેલ્લા અઢી વર્ષથી ડિમાન્ડ શરૂ થઈ છે. ત્યારે નેઇલ આર્ટ કરતી પ્રભુતિએ જણાવ્યું હતું કે મેં જ્યારે અઢી વર્ષ પહેલાં નેઇલ આર્ટ શરૂ કર્યું ત્યારે ભાવનગરમાં ડિમાન્ડ ન હતી. પણ આજે અઢી વર્ષ પછી ખૂબ માંગ વધી છે. યુવતીઓ આજે કોલેજ જતી હોય, બર્થ ડે હોય,ફંક્શન હોઈ કે પછી સગાઈ કરવાની હોઈ મહિલાઓ નેઇલ આર્ટ કરાવી રહી છે. મોંઘી મહેંદી મુકાવતી યુવતી આજે વિચારે છે કે તેના નેઇલ પણ સારા હોવા જોઈએ. આજે એસેસરીઝ, ગ્લિટર્સ,ફ્રેન્ચ પ્લેન કલર જે આઈને આકર્ષિત કરે છે તે કરાવે છે.ઓમ્બ્રે ડબલ કલરની પેટર્ન આવી રહી છે. ફેક નેઇલ પણ યુવતીઓ કરાવે છે ઘણા નેઇલ વધારે છે. નેઇલ આર્ટના રેટ આમ જોઈએ તો 1 હજારથી શરૂ થતાં હોય છે. સારા નોંધી કમ્પનીઓના કલર મારફત નેઇલ આર્ટ થાય છે.