ભાવનગર: શહેરના સુભાષનગરના શહેર ફરતી સડક ઉપર ઘરના આંગણે યુવાનને તીક્ષણ હથિયાર વડે રહેસી નાખવામાં આવ્યો હતો. બે શખ્સોએ તીક્ષણ હથિયારો વડે યુવાનને મોતને ઘાટ ઉતાર્યા બાદ હોસ્પિટલ ખસેડાયેલા યુવાનના મૃતદેહને સ્વીકારવા માટે પરિવારે નંનૈયો ભણી દીધો છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે, હુમલો કરનાર પાછળ અન્ય ષડયંત્રકારી પણ છે. જેને એફઆઇઆરમાં નામ નોંધીને પોલીસ કાર્યવાહી કરે. જો કે બીજા દિવસ સાંજ સુધી મૃતદેહ સ્વીકારવામાં આવ્યો નથી.
મૃતકના ભાભીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી: સુભાષનગર શહેર ફરતી સડક ઉપર થયેલી હત્યામાં મૃતકના ભાભી સંગીતાબેન અજયભાઈ ખસિયાએ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે લક્ષ્મી સોસાયટી સામે સુભાષનગર શહેર ફરતી સડક ઉપર તેઓનું ઘર આવેલું છે. ત્યાં ચાર દેરીયા જેઠિયાઓ સાથે રહે છે. ત્યારે 29 તારીખના રોજ બપોરે અઢીથી પોણા ત્રણ વચ્ચે નવીનભાઈ ઉપર ધવલ ઉર્ફે ભૂરો પંડ્યા અને શૈલેષ વાજા નામના બે શખ્સોએ તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં મૃતક નવીનભાઈ ખોડાભાઈ ખસિયાને માથાના ભાગે અને પીઠના ભાગે ગંભીર ઇજાઓ થતા બીમ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ડોક્ટર મૃત જાહેર કર્યા હતા.
મૃતદેહ સ્વીકારવામાં આવશે: મૃતદેહ નહિ સ્વીકારવા પરિવારે નંનૈયો ભણ્યો ઘરના આંગણે મૃતક નવીનભાઈ ખોડાભાઈ ખસિયા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરીને નાસી છૂટેલા બે શખ્સો બાદ બનાવને પગલે પોલીસે બે શખ્સોને રાઉન્ડ અપ પણ કરી લીધા છે.ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલમાં મૃતદેહને પીએમ અર્થે લાવ્યા બાદ પરિવારે મૃતદેહ સ્વીકારવાની મનાઈ ફરમાવી દીધી છે. મૃતકના મોટાભાઈ રમેશભાઈ જણાવ્યું હતું કે મારા નાના ભાઈની હત્યા કરનાર બે શખ્સોની પાછળ અન્ય ષડયંત્રકારી છે. પોલીસ તપાસ કરે અને પહેલા એ ષડયંત્રકારીને પકડે અને ફરિયાદમાં પણ તેનું નામ નોંધે ત્યારબાદ મૃતદેહ સ્વીકારવામાં આવશે.
મૃતદેહ સ્વીકાર્યો: પોલીસે મનામણા કરવા છતાં પરિવાર માન્યો નહિ મોડી રાત્રે સ્વીકારસર ટી હોસ્પિટલમાં મૃતદેહ સ્વીકારવાની મનાઈ ફરમાવનાર પરિવારને પોલીસ તંત્ર દ્વારા સમજાવટ કરવામાં આવી રહી છે. ગઈકાલે બનેલા બનાવ બાદ બીજા દવે દિવસની સાંજ થવા છતાં પણ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો નો હતો.
"પરિવારને સમજાવવાની અમારી કોશિશ ચાલુ છે. ટૂંક સમયમાં પણ પરિવાર માની જશે અને મૃતદેહ સ્વીકારશે. જો કે પરિવારની માંગ છે એ સ્વાભાવિક છે. પરંતુ કોઈ પણ આધાર પુરાવા કે સાબિતી વગર કોઈ વ્યક્તિને ઝડપી લેવો પણ યોગ્ય નથી.જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોડી રાત્રે પોલીસની સમજાવટ કામ આવી અને બીજા દિવસે સવારે મૃતદેહ સ્વીકારવા તૈયાર થયો છે" -- આર આર સિંઘલ (ડીવાયએસપી)
પ્રાથમિક અનુમાન: મૃતક નવીનભાઈ ખોડાભાઈ ખસિયાના મોટાભાઈ અજયભાઈ ખોડાભાઈ ખસિયા તેમજ અજયભાઈનો પુત્ર શુભમ ખસિયા પણ ભાવનગર જિલ્લા જેલમાં છે. જો કે નોંધાયેલી ફરિયાદમાં દોઢ વર્ષ પહેલા રૂવા ગામે થયેલી માથાકૂટમાં એક વ્યક્તિની હત્યા સંબધે પિતા પુત્ર જેલમાં સજા ભોગવી રહ્યા છે. ત્યારે રૂવા ગામે દોઢ વર્ષ પેહલી બનેલી ઘટનાને પગલે નવીનભાઈ ઉપર હુમલો થયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.