ભાવનગર: શહેરની મહાજન ગૌશાળા (Bhavnagar Mahajan Gaushala)100 વર્ષ જૂની છે. અર્ક બનાવતી ગૌશાળાનું શુદ્ધ અર્ક 108 રોગમાં ફાયદા( Extracts protect against disease)કારક છે. મહાશંકરભાઈ અને અશ્વીનભાઈ નામની વ્યક્તિઓએ પોતાના મતો અનુભવ પરથી આપ્યા છે. કેન્સર સહિતના રોગમાં મુક્તિ અપાવતું અને લાખોનો ખર્ચ કરતા બચાવતા અર્કનું મહત્વ સમજવા જેવું છે. કેવા તત્વોથી ભરપૂર આ અર્કની અસર અને મહત્વ જાણો. ગૌમાતા પૂજનીય છે પણ સાથે મનુષ્યની પાલન માતા કહેવામાં ખોટું નથી. દૂધ, દહીં અને ઘી મેળવ્યા બાદ ગૌ માતાના પેશાબમાંથી બનતો અર્ક પણ મનુષ્યને જીવનદાન અને નિરોગી બનાવે છે. દૂધ, ઘીની તાકાત તમને ખબર છે પણ કોઈ રોગ હોઈ તો તેને મટાડવામાં અર્કની તાકાત વિશે પણ તમારે જાણવું જોઈએ.
અર્કની તાકાત કેવા રોગો સામે રક્ષણ - ગૌ અર્ક એટલે શું અને કેવી રીતે બને છે ગાયના દૂધ અને ઘી જેમ ગૌ મૂત્ર અત્યાર સુધી ધાર્મિક કાર્યોમાં લેવામાં આવતું હતું. શિવામ્ભુ જેમ ગૌમૂત્ર પણ એક અમૃત સમાન દવા છે. ભાવનગરની ગીર ગાયોની 100 વર્ષ જૂની મહાજન ગૌશાળામાં છેલ્લા 20 વર્ષથી ગૌ અર્ક આપવામાં આવે છે. ગૌ અર્ક કેમ બને તે તમને જણાવી દઈએ. મહાજન ગૌશાળાના કામદારો ગાયો બેઠી હોય અને ઉભી થાય એટલે પેશાબ કરતી હોય છે. આ ગાળામાં ગૌશાળાના કામદારો ગાયો બપોરે ઘાસચારો લઈ આમ કરીને ઉભી થાય એટલે ડોલ લઈને તૈયાર રહે છે. ગાયો પેશાબ કરે એટલે એ ગૌમૂત્રને એકઠું કરવામાં આવે છે અને બાદમાં તેને ગરમ કરીને ઉકાળવામાં આવે છે. ઉકાળતા સમયે નીકળતી વરાળ અને વરાળમાંથી થતું પાણી એટલે અર્ક કહેવામાં આવે છે. આ અર્ક ઉકાળયા બાદ 100 એ 20 થી 30 ટકા મળે છે.
આ પણ વાંચોઃ સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું, હું ગૌમુત્ર પીઉં છું, કોંગ્રેસે કહ્યું- ખેલ બંધ કરો
મહાજન ગૌશાળાનો ઇતિહાસ અને અર્કમાં આવતા તત્વો શું - ભાવનગરની મહાજન ગૌશાળા 100 વર્ષ પહેલાંની છે. 1964 મબટેની કાયદેસર રજિસ્ટ્રેશન થયું અને બાદમાં અવિરત ચાલી રહી છે. ગૌશાળાની પોતાની જમીન છે જેમાં ઘાસચારાનું વાવેતર થાય છે. આ સિવાય દૂધ આપતી ગાયો હોવાથી દૂધ 60 રૂપિયે લીટર અને 1000 જેવી કિંમતે ઘી વહેચવામાં આવે છે. દૂધ માટે અગાવ બુકીંગ હોય છે કારણ કે કોઈ મિલાવટ થતી નથી અને ચોખ્ખું દૂધ અને ઘી આપવામાં આવે છે. અર્ક બનાવવાની શરૂઆત સ્વ મુકુંદભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં 20 વર્ષ પહેલાં થઈ હતી. અર્કનું બેંગ્લોર લેબોરેટરી ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું છે. ગોલ્ડ,ઝીંક અને સિલ્વર જેવા તત્વો અર્કમાં આવે છે. આ સિવાય મળીને કુલ 29 તત્વો આવેલા છે.
અર્કની અસર દરેક રોગમાં અલગ - અર્કનો અનુભવ લેનારા દર્દીઓ શું કહે છે અર્કથી 108 રોગો પર માત મેળવી શકાય છે. ડાયાબીટીસ, બીપી, કિડની ફેલ થવી કે પછી ભયંકર કેન્સર કે કોરોના હોય તેની સામે રક્ષણ આપે છે. અર્કને કુંવારપાઠું, તુલસી અને ગોખરુ જેવા ત્રણ ઔષધિ સાથે સેવન કરવામાં આવે છે. અર્કની અસર દરેક રોગમાં અલગ હોય છે એટલે ગરમ અને ઠંડા પાણી સાથે લેવાની તેની પદ્ધતિ છે. વૈધને પૂછીને લેવાની સલાહ હાલના સંચાલક આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ Monsoon Gujarat 2022: ગીર સોમનાથમાં વરસાદની ધડબડાટી, કોડીનાર અને સુત્રાપાડા તાલુકા ફેરવાયા બેટમાં
અર્કની તાકાત આપણે સમજી નથી શક્યા - અર્કનો પ્રયોગ કરનાર મહાશંકરભાઈ કહે છે તેમને 2014 માં ઓપરેશન કરાવ્યા બાદ ડોક્ટરોએ ફરી થવાની જાણ કરી હતી પણ અર્કની જાણ થતાં તેનું સેવન કરતા આજે 8 વર્ષ થવા છતાં કોઈએ આડઅસર નથી થઈ કે નથી શરીરમાં તકલીફ. જ્યારે અશ્વીનભાઈ જણાવે છે કે તેમની પત્નીને 48 ટાંકાનું કેન્સરનું ઓપરેશન હતું અને ડોક્ટરે 6 મહિના જીવશે તેમ કહેલું પણ આજે તેને 26 વર્ષ ત્યાર બાદ કાઢ્યા છે. અર્કની તાકાત આપણે સમજી નથી શક્યા.