ભાવનગરઃ શહેરમાં જન્માષ્ટમીના બીજા દિવસે કૃષ્ણ અલગ અલગ રૂપો માટે ઓમ સેવા ધામ સંસ્થાએ કાર્યક્રમનું આયોજન (bhavnagar janmastami celebration fency dress competition) કર્યું હતું. ભગવાન કૃષ્ણના અલગ અલગ રૂપ એટલે વેશભૂષા સાથે કૃષ્ણ બનાવેલા બાળકો એક સાથે જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ આખરે IITની વિદ્યાર્થિનીના મોતમાં પોલીસે સેલ ફોનની તપાસ શરુ કરી
108 કૃષ્ણ વેશભૂષામાં બાળકોઃ જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી ભાવનગર શહેરમાં કરવામાં આવી હતી. મેઘાણી ઓડિટોરિયમ ખાતે "વડીલોના જન જનમાં કૃષ્ણ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પૂજ્ય શ્રી ગરીબરામદાસ બાપુની ઉપસ્થિતિમાં 108 કૃષ્ણ ભગવાનના વેશભૂષામાં આવેલ બાળકોની સ્પર્ધા રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો.
આ પણ વાંચોઃ મંદિરમાં આરતી કરતા પૂજારીના પગે વાંદરાએ બચકા ભર્યા
શ્રી કૃષ્ણ એટલે પરમાર્થથી અને સેવા, દાન, પુણ્ય છે. કોઈ જીવને પીડા આપવી મોટું પાપ હોવાનું ગરીબરામદાસ બાપુએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં 108 ના બદલે 125 બાળકો ઉપસ્થિત રહ્યા હતા. બાળકો દ્વારા કૃષ્ણ લીલા અને કૃષ્ણ અવતારના દ્રશ્યોની પ્રતિકૃતિ નાટક દ્વારા રજૂ કરી હતી. બાળકોની કળા અને 125 અલગ અલગ કૃષ્ણ બનેલા બાળકોમાં ભગવાન કૃષ્ણના અલગ અલગ પ્રકાર જોવા મળતા હતા. શ્રેષ્ઠ કૃષ્ણ વેશભષામાં ત્રણ બાળકોને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા.